સુરતમાં આ જગ્યાએ બેસ્ટ સ્ટ્રીટ ફૂડ માણો – ક્લિક કરી વાનગી અને એડ્રેસ વાંચો

ગુજરાતનું બેસ્ટ સીટી એટલે ડાયમંડ સીટી તારીખે ઓળખવામાં આવતું સુરત. સુરતના લોકો ખુબ શોખ ધરાવે છે અને તે ખાવાના પણ ખુબ જ શોખીન છે. સુરતના લોકોને સુરતીલાલા કહેવામાં આવે છે. સુરતીલાલા ખુબ મોજીલા અને ખુબ ટેસ્ટી ખાવાના શોખીન છે. એટલે જ સુરતના ફાસ્ટફૂડ જેવો ચટકો તમને આખા ગુજરાતમાં બીજે ક્યાય ચાખવા નહિ મળે.

તમે જાણો જ છો કે અમદાવાદના લોકો બહારનું ખાવાના ખુબ જ શોખીન છે તેવી જ રીતે સુરતના લોકો પણ બહારનું ખાવાના ખુબ જ શોખ ધરાવે છે. અને બીજી ઘણી બધી વસ્તુમાં પણ સુરત ખુબ જ વખણાય છે ખાવાની વાત કરીએ તો સુરતી લોચો, ખમણી ખુબ જ પ્રખ્યાત છે, ત્યાર બાદ મહિલાઓની રંગબેરંગી સાડી અને ચમકદાર હીરા માટે સુરત ખુબ જ વખણાય છે. ખાવાની વાત તો ઠીક પણ ખાશું ક્યાં એ વાત અગત્યની છે. તો ચાલો જાણીએ એડ્રેસ સાથે વધુ વિગત.

આમ તો સુરતમાં ખાવા માટે તમને અનેક વિકલ્પો મળી રહેશે કેમ કે સુરતમાં ઘણી ટેસ્ટી આઈટમો છે. આઈટમો ઘણીબધી છે અને તે અલગ અલગ જગ્યાની પ્રખ્યાત છે તેથી આજે તમને દરેક આઈટમો ક્યાં મળશે તેની વિગતવાર માહિતી આપશું.

સુરત

ઢોંસા

જે લોકોનું સાઉથ ઇન્ડિયન ફેવરેટ હોય તેવા લોકો માટે સુરતમાં વધુ ક્યાય દુર જવાની બિલકુલ જરૂર જ નથી જે લોકોને ઢોસા ભાવે છે તેને સુરતમાં હીરાવાડીમાં વી.એસ ઢોસા ખાવા જ રહ્યા. કેમ કે અહી અલગ અલગ બધા જ ઢોસા મળશે તેમજ ઓછી કિંમતે મળશે.

હવે સવાલ એ થશે કે ક્યાં મળશે? તો V S Dhosa- વી એસ ઢોસા, ૫, ૧૫, સન રાઈઝ ચેમ્બર્સ, પટેલ સમજ વાડી નજીક, સરદાર ચોક, સુરત. પર મળી રહેશે.

પાવ-ભાજી

જો તમને પાવભાજી વધુ ભાવતી હોય તો તમારે સુરતમાં એકવાર  શ્રી ગણેશ ઢોસા એન્ડ પાવ ભાજી સેન્ટર પર જવું જ જોઈએ કેમ કે અહી સુરતની બેસ્ટ અને લોકપ્રિય પાવભાજી મળી રહેશે. આ રેસ્ટોરન્ટ સુરતમાં પ્રખ્યાત છે, અહી તમને ટેસ્ટી ઢોસા અને પાવ-ભાજી મળી રહેશે અને તમે તમારી ફેવરીટ પાવ-ભાજીનો આનંદ અહીં માણી  શકો છો. અહીં તમે અંદાજે 300 રૂપિયામાં બે વ્યક્તિ આરામથી ખાઈ શકો છો.

મળશે ક્યાં? Shree Ganesh Dosa and Pav Bhaji Center શ્રી ગણેશ ઢોસા એન્ડ પાવ ભાજી સેન્ટર. શોપ નંબર ૧-૨,અંબિકા રેસીડેન્સી, ડભોલી ક્રોસ રોડ, સુરત

લોચો

સુરતનો એ ધક્કો જ નકામો છે કે જેમાં તમે સુરતનો લોચો ન ખાધો હોય. જી હા, મિત્રો સુરતની પ્રખ્યાત અઈટમ લોચો છે જે સુરતના લોકો દ્રારા ખુબ પસંદ કરવામાં આવે છે અને સુરતના લોકો તો ખાઈ જ છે તેમજ બહારથી આવેલા આવેલા લોકો પણ લોચનો અનેરો આનંદ માણે છે. મિત્રો તમે પણ સુરત જઈને ત્યાનો પ્રખ્યાત લોચાનો આનંદ લેવા માંગતા હોઈ તો જલારામ લોચો ઍન્ડ ખમણ સેન્ટર આ નામ તમે સુરતમાં ગમે ત્યાં પૂછી લેવાનું. જલારામ લોચો ઍન્ડ ખમણ સેન્ટરમાં સુરતનો બેસ્ટ લોચો મળી રહેશે જ્યાં બે લોકો આશરે 200 રૂપિયામાં ભરપેટ લોચો ખાઈ શકશો.

એડ્રેસ: Jalaram Locho and Khaman Centre – જલારામ લોચો ઍન્ડ ખમણ સેન્ટર, ૧૫, ૧૬, લંબે હનુમાન રોડ, ગોયલ શોપિંગ સેન્ટર, માતાવાડી, વરાછા, સુરત.

મિસળ પાવ

મિત્રો કદાચ તમને મિસળ પાવ નામમાં નવાઈ લાગશે જી  હા, કેમકે મિસળ પાવ મહારાષ્ટ્રિયન આઈટમ છે પરંતુ સુરતના લોકોએ આ આઈટમન ખુબ પસંદ કરી છે અને હવે લગભગ ગુજરતના ઘણા બધા શહેરોમાં મિસળ પાવ જોવા મળે છે જે તમને સુરતમાં અડાજણ માં આવેલા મેગા મુંબઈ ફાસ્ટ ફૂડ પર મળી રહેશે જે તમે 200માં બે વ્યક્તિઓ ખાઈ શકશો. અડાજણ માં આવેલા મેગા મુંબઈ ફાસ્ટ ફૂડ પર બીજી પણ ઘણીબધી આઈટમો મળી રહેશે.

સરનામું:  Mega Mumbai Fast Food – મેગા મુંબઈ ફાસ્ટ ફૂડ, અડાજણ ગામ, સુરત

ચટાકેદાર સેવ ટામેટા

બધા જ ગુજરાતીઓ નું ફેવરીટ એટલે સેવ તમેતાનું શાક અને જો તમારે શેવ ટામેટાનું શક સુરતમાં ક્યાય ખાવું હોઈ તો વ્યારા જવું પડે. અહી તમને ખુબ જ સસ્તા ભાવે અલગ અલગ ચટાકેદાર વાનગીઓ મળી રહેશે. જ્યાં પાર્સલની સુવિધા પણ છે.

Image result for sev tameta

સરનામું: The Veg Street Restaurant ધ વેજ સ્ટ્રીટ રેસ્ટોરન્ટ, શોપ નંબર-1, ઓરબીટ રેસીડેન્સી સરિતા સોસાયટી, ઓલ્ડ ચર્ચ પાસે, સુરત ધુલિયા રોડ, વ્યારા, સુરત…

મેગી-નુડલ અને પ્રખ્યાત પીઝા

સુરતના લોકો તો મોજીલા છે છે આહી તો શાક રોટલી પણ હાલે અને મેગી નૂડલ્સ સાથે પીઝા પણ…મિત્રો લગભગ ક્યારેય તમે મેગી નૂડલ્સ  સાથે પીઝા ટ્રાઈ નહિ જ કર્યા હોય પણ જો તમને ઈચ્છા થાય તો ટેસ્ટ કરવા  Hungry Buddyમાં પોંચી જવું. અને સાથે સાથે અહીં તમે પાસ્તા જેવી બીજી પણ ઘણીબધી વાનગીઓ ટેસ્ટ કરી શકો છો. અને એ પણ ઓછા ભાવે એટલે કે બે વ્યક્તિઓનું બીલ માત્ર 200 થી 300 આવી શકે છે.

સરનામું:  Hungry Buddy – હંગ્રી બડી, શોપ નંબર – 1, ઉધના દરવાજા રોડ, બાલાપીર દરગાહ સામે, ધામેલીયા કીડની હોસ્પિટલ નજીક, રીંગ રોડ, સુરત.

વડા-પાવ

મિત્રો વડા-પાવ નું નામ આવે એટલે મુંબઈ યાદ આવે જ કેમ કે, વડા-પાવ તો મુંબઈ ના જ બરોબરને? જો તમને સુરતમાં ક્યારેય પણ મુંબઈ જેવા વડા-પાવ ખાવાની ઈચ્છા થાય તો તમારે તરત જ Vaishali Vadapav પહોચી જવું. અહી તમને અન્યની સરખામણીમાં થોડા સસ્તા ભાવે વડા-પાવ તથા સેન્ડવીચ જેવી ચાટ આઈટમ્સ મળી રહેશે. બે વ્યક્તિ 100 રૂપિયામાં ભરપેટ વડા-પાવ ખાઈ શકશો.

સરનામું: વૈશાલી વડાપાવ – Vaishali Vadapav, શોપ નંબર-2, ભવાની શોપિંગ સેન્ટર, વરાછા રોડ, સરદાર સ્ટેચ્યુ સામે, સુરત સુરતમાં બીજી શાખાઓ પણ છે.

ગોલગપ્પા-પકોડી, પાણી-પુરી

પાણી પુરીનું નામ આવે એટલે તરત જ બાયું કે છોકરીયુંના મોઢામાં પાણી આવી જાય…પાણીપુરી જેટલી બાયું ને અને છોકારીયુંને ભાવે છે એટલી જ પુરુષોને પણ ભાવે જ છે. જો તમને સુરતમાં ચટાકેદાર પાણીપુરી ખાવાની ગમે ત્યારે ઈચ્છા થાય કે તરત જ તમારે રામજીભાઈ ફાસ્ટ ફૂડ સેન્ટર Ramjibhai’s Fast Food Center પર પહોચી જવું, અહીં તમને પાણી પૂરી સિવાય પણ વડાપાવ જેવી ફાસ્ટ ફૂડ આઈટમ્સ મળી રહેશે.

સરનામું: Ramji Fast Food – રામજી ફાસ્ટ ફૂડ, આભુષણ કોમ્પ્લેક્સ, વીર સાવરકર ગાર્ડન સામે, સુમુલ ડેરી રોડ, સુરત

દાબેલી

ગુજરાતમાં ગમે તે જગ્યાએ જાવ તમને ‘કચ્છી દાબેલી’ જ સંભાળવા મળશે. જો સુરતમાં તમારે પણ તીખી અને ચટાકેદાર દાબેલી ખાવી હોય તો તમારે શિવ દાબેલી Shiv Dabeli પર જવું જ રહ્યું કેમ કે, સુરતમાં આવી દાબેલી બીજે ક્યાય નહિ મળે. અહીં તમે બે વ્યક્તિઓ માત્ર 100માં ધરાઈને દાબેલી ઝાપટી શકો છો. અને વાત આવે જો દાબેલી ખાવાની તો તમને બતાવી દઈએ કે માત્ર કચ્છમાં જ રોજની 20 લાખ જેટલી દબેલીઓ ખાઈ જાય છે આપણા ગુજરાતીઓ.

સરનામું: Shiv Dabeli-શિવ દાબેલી, ૩, સમ્રાટ એવેન્યુ, સાઈ સ્ક્વેર સામે, હની પાર્ક રોડ, અડાજણ રોડ, સુરત.

ચા

સવારમાં ઉઠીને પહેલા ચા પીવી જ પડે અને સાંજ સુધીમાં ત્રણ ચાર વાર તો ચા પીવાય જ જાય, ગુજરાતીઓને ચા વિના જરાય નો ચાલે. જો સવારમાં ચા સારી ના મળે તો આખો દિવસ ખરાબ જાય પણ જો સુરતમાં તમારે સારા દિવસની શરૂઆત સારી ચાથી કરવી હોય તો Chai Ketli પર સવાર સવારમાં એક આટો જરૂર મારી લેવો, અહીં ચા સાથે નાસ્તો પણ મળી રહે છે તેથી સવારમાં ચા નાસ્તો કરવાનો એક  લ્હાવો જરૂરથી લેવો જોઈએ.

સરનામું: Chai Ketli- ચાય કીટલી, જી-૩૧, સિલ્વર સ્પ્રિંગ, આનદ મહલ રોડ, અડાજણ, સુરત.

સમોસા

સુરતીઓ તથા ગુજરાતીઓના ફેવરીટ એટલે સમોસા. જેમ દાબેલી તથા પાણીપુરી બધાની ફેવરીટ છે તેમજ સમોસા પણ બધાના દિલમાં રાજ કરે જ છે. અને જો સુરતમાં તમારે આવા ચટાકેદાર સમોસા ખાવા હોય તો તમારે એકવાર Gangour ની મુલાકાત જરૂર લેવી. અહીં તમે સમોસા સિવાય પણ કુલ્ફી, રબડી, ફાલુદા, જ્યુસ જેવી કોલ્ડડ્રીંક્સની મજા માણી શકો છો.

સરનામું: Gangour- ગણગૌર , શોપ નબર G, સુકુમ પ્લેટીનીયમ – 1 , વોર્ડ -૨, વેસુ, સુરત.

પીઝા

ભારતમાં પીઝા થોડા સમયથી જ આવ્યા છે પરંતુ ટૂંક સમયમાં ભારતીયોનું ફેવરીટ ફૂડ બની ચુક્યું છે. જો તમારે સુરતના પ્રખ્યાત પીઝા ખાવા હોઈ તો તમારે સુરતની બિલકુલ વચ્ચે આવેલ Sugar N Spice  હોટલની મુલાકાત તો લેવી જ જોઈએ. અહીં તમને પીઝા સિવાય પણ ગુજરાતી, પંજાબી, જેવી બધી વાનગીઓ મળી રહેશે. સુરતના લોકોને પીઝા ખાવાનું મન થાય ત્યારે તે Sugar N Spiceની મુલાકાત લે છે, અહીંનું ફૂડ ખુબ પ્રખ્યાત છે. બે વ્યક્તિઓનું બીલ આશરે 600ની આસપાસ આવશે.

સરનામું: Sugar N Spice – સુગર એન સ્પાઈસ મૂળ સુરતની જ છે તેથી સુરતમાં આશરે 10થી વધુ રેસ્ટોરાં છે. જો તમે સુરતમાં ફરવા કે કોઈ કામથી રેલ્વેમાં કે બસમાં ગયા છો તો રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશનની નજીક પણ આ રેસ્ટોરન્ટ આવેલ છે. જ્યાં તમે તમારી મનપસંદ વાનગીઓ જામી શકો છો.

 

Leave a Reply

error: Content is protected !!