આ તારીખ સુધી આકરી ઠંડી પડશે – આ ૭ શહેરો ઠુઠવાશે
મિત્રો આપણે બધા છેલ્લા ત્રણ દિવસથી તો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છીએ અને હજી વધુ બે દિવસ આવી જ ઠંડી સહન કરવી જ રહી કેમ કે, જાણવા મળ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં વધુ ભારે હિમવર્ષા થશે અને અપને પણ આવો જ ઠંડો પવન અને ભારે ઠંડીનો માહોલ રહેશે. તાજેતરના છેલ્લા સાત દિવસમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ ઘટ થઇ રહ્યું છે અને અમુક વિસ્તારમાં માવઠા પણ થયા છે.
સુત્રોના જણાવ્યા મુજબ ઉત્તરન મેદાની રાજ્યોમાં બરફના કર સાથે ભારે વરસાદ જોવા મળ્યો છે તથા જમ્મુ અને કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા જોવા મળી છે.
આ તારીખ સુધી આ ૭ શહેરોમાં ઠંડીનું જોર રહેશે વધુ
આજથી થશે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા ચાલુ

જાણવા મળ્યું છે કે તા.30થી જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા ચાલુ થશે અને તે 31થી 2તારીખ સીધું મધ્ય તથા ભારે હિમવર્ષા તથા ઉત્તર ભારતમાં પણ અમુક મેદાની વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યના બધા વિસ્તારોમાં વારાફરતી વારા ઠંડીનું પ્રમાણ વધુમાં વધુ જોવા મળશે. પછીના બે દિવસો ઠંડીમાં સારી એવી રાહત મળશે ત્યાર બાદ 2 પછી ઠંડીમાં વધારો થશે.
વાદળો વધુ છવાય તેવી શકયતા
હાલમાં ફૂંકાઈ રહેલો પવન હવે આગામી બે દિવસ સુધી સ્થિત થઇ જશે એટલેકે આગલા બે દિવસ પવન કદાચ હશે જ નહિ. બાદમાં પવન તો ફૂંકાશે પણ અત્યારે ફૂંકાય રહેલા પવન કરતા ઓછો હશે. તેમજ હવેના બે દિવસમાં વાદળો વધુ છવાય તેવી સંભાવના છે. અને તારીખ 1થી પવનની દીધા બદલશે તેથી ભેજનું પ્રમાણ થોડું વધશે તેમજ અમુક વિસ્તારોમાં જાકળ પણ આવવાની શક્યતા છે.
30 જાન્યુઆરી પછી ઠંડીમાં થશે ઘટાડો
હાલમાં ફૂંકાય રહેલા ઠંડા પવનોની અસરથી રાજસ્થાનમાં હિમવર્ષા થઇ હતી, અને રાજ્યમાં ઘણા શહેરોમાં ઠંડીનું પ્રમાણ ખુબ વધ્યું હતું. કચ્છ અને ઉત્તર-માધ્યમ અને ગુજરાતમાં દક્ષીણ ગુજરાતના ઠંડીનો ખુબ જ વધારો થયો હતો તથા દિવસે પણ ખુબ ઠંડો પવન ફૂંકાયો હતો.
હવે 2 દિવસ ઠંડીમાં થોડો ઘટાડો થશે અને ત્યારબાદ ફરીથી ઠંડીમાં વધારો જોવા મળશે. તેમજ સોમવારના દિવસે ફૂંકાયેલા ઠંડા પવનથી ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું હતું, તથા હજીજ 24 કલાક ઠંડીનું પ્રમાણ સ્થિર રહેશે પછી ઠંડીમાં ઘટાડો થઇ શકે છે.