દુનિયાની એવી 7 જગ્યાઓ જ્યાં જવાની હિંમત આજ સુધીમાં કોઈ નથી કરી શક્યું ! જગ્યાનું નામ સાંભળીને જ છૂટી જાય છે પરસેવો

દુનિયા અનેક રહસ્યોથી ભરાયેલી છે. આ દુનિયામાં અનેક એવી જગ્યાઓ એવી છે જ્યાં મનુષ્યને વારંવાર જવાનું મન થાય. પરંતુ અમુક જગ્યાઓ એવી પણ છે જ્યાં તે જિંદગીમાં ક્યારેય જવાનું પસંદ નહી કરે. અમુક જગ્યાઓ દેખાવમાં ઘણી જ સુંદર દેખાય છે, પરંતુ વાસ્તવમાં તે ઘણી ખતરનાક હોય છે. તમે ઘણી એવી જગ્યાઓ વિશે સાંભળ્યું હશે જેને ‘હોન્ટેડ’ એટલે કે ‘ભૂતિયા’ કહેવામાં આવે છે અને ત્યાં જવું આગ સાથે રમત કરવા જેવું સાબિત થાય છે.

આ જગ્યાઓ એટલી ખતરનાક છે કે તેને સાંભળીને જ લોકોને પરસેવો છૂટી જાય છે. આજે આ પોસ્ટમાં અમે તમને દુનિયાની એવી 7 જગ્યાઓ વિશે જણાવીશું જે ખૂબ જ ખતરનાક છે અને ત્યાં જવાના વિચારમાત્રથી લોકો થરથરી ઊઠે છે.

સેન્ટિનલ આઈલેન્ડ :

સેન્ટિનલ આઈલેન્ડ અંદમાન અને નિકોબાર પર આવેલો છે. આ આઈલેન્ડ એટલે કે ટાપુ ધરતીનો એવો હિસ્સો છે જ્યાં મનુષ્યો રહે છે પરંતુ અહીં જવા પ્રયાસ કરતી કોઈ પણ વ્યક્તિ જીવીત રહી શકતી નથી. અહીં આ ટાપુ પર જે લોકો વસે છે તેઓ સામાન્ય માણસો નથી. આ ટાપુ પર રહેતા આદિવાસીઓ ખૂબ ખૂંખાર છે અને બહારની દુનિયામાંથી આવતી કોઈ પણ વ્યક્તિને જીવતા મૂકતા નથી. લગભગ ૬ લાખ વર્ષોથી અહીં વસવાટ કરતા આદિવાસીઓ બહારની કોઈ પણ વ્યક્તિની હાજરી સહન કરી શકતા નથી.

હુંગ્શન માઉન્ટેન :

હુંગ્શન માઉન્ટેન ચાઇનામાં આવેલો છે. જો તમને મોતથી ડર ન લાગતો હોય અને ખતરનાક જગ્યા ઉપર જવાનો શોખ હોય તો તમે આ પર્વતની અચૂક મુલાકાત લઈ શકો છો. પોતાના સાંકળા રસ્તા માટે આ પર્વત સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. અહીંના લોકો તેને મોતનો રસ્તો પણ કહે છે. આ રસ્તા પર નાનકડી એવી ચૂંક મોતનું કારણ બની શકે છે. આ પર્વત દુનિયાના સૌથી ખતરનાક પર્વતોમાંનો એક છે.

મર્ડર વેલી :

મેક્સિકોમાં એક એવું શહેર આવેલું છે જ્યાં ખુદ પોલીસ પણ જવા થી ડરે છે. આ શહેરને લોકો મર્ડર વેલીના નામથી ઓળખે છે. એક સમય એવો હતો જ્યારે આ શહેરના લોકો શાંતિથી જીવન વિતાવતા હતા. આ શહેરના લોકોનો મુખ્ય વ્યવસાય કપાસની ખેતી હતો. પરંતુ આ શહેરમાં લોકો પોતાની હકૂમત સ્થાપિત કરવા માટે એકબીજા સાથે લડવા લાગ્યા એટલું જ નહીં બેરહેમીથી એકબીજાને મોતને ઘાટ પણ ઉતારવા લાગ્યા. હવે આ શહેરમાં અમુક લોકો જ રહે છે જેમનું જીવન ડર અને મોત વચ્ચે જ પસાર થાય છે .

રોયલ પાથ :

સ્પેનના રોયલ પાથ દુનિયાની સૌથી ખતરનાક જગ્યામાંની એક છે. આ ખતરનાક રસ્તો 300 થી 900 ફૂટની ઊંચાઈ પર આવેલો છે. જેની લંબાઈ લગભગ બે મીટર અને પહોળાઈ ત્રણ ફૂટ છે. જો કે આ રસ્તો જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ પર્યટકો વચ્ચે આજે પણ આ સ્થળ પણું જાણીતું છે. આ જગ્યા પરથી નીચે પટકાતા અનેક લોકોનું મોત થઈ ચૂક્યું છે.

ડેનાકિલ ડેઝર્ટ :

ઇથોપિયા એક દેશ આવેલો છે જેની વચ્ચોવચ એક ખૂબ મોટો રણ આવેલો છે. જે ડિનાકિલ ડેઝર્ટ નામથી દુનિયાભરમાં જાણીતો છે. આ રણને દુનિયાનું સૌથી ગરમ સ્થળ એક માનવામાં આવે છે. અહીંનું તાપમાન વર્ષ દરમિયાન ૫૦ ડિગ્રી સેલ્શિયસ કરતાં પણ વધારે રહે છે. અહીં વર્ષો સુધી વરસાદ પડતો નથી અને અનેક જગ્યાએ સક્રિય જ્વાળામુખીની હાજરી જોવા મળે છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે.

સ્નેક આઈલેન્ડ :

દુનિયામાં સાપોની અનેક પ્રજાતિ જોવા મળે છે જો કે દરેક સાપ ઝેરી હોતો નથી. પરંતુ અમુક પ્રજાતિ એટલી ખતરનાક હોય છે કે મીનીટોની અંદર કોઈનું મોત થઈ શકે છે. સ્નેક આઈલેન્ડ બ્રાઝિલથી લગભગ ૯૦ કિમી દૂર આવેલો છે. આ આઇલેન્ડનું નામ સ્નેક આઈલેન્ડ એટલા માટે પડ્યું છે કેમ કે ત્યાં દુનિયાના સૌથી ખતરનાક સાપની પ્રજાતિ જોવા મળે છે. અહીં આવતી કોઈ પણ વ્યક્તિ જીવતી પરત જઈ શકતી નથી.

રામરી આઇલેન્ડ :

બર્મામાં આવેલો આઈલેન્ડ ખૂબ ખતરનાક છે. અહીં આવેલા પ્રાણીઓ મોટી સંખ્યામાં અનેક લોકોને નુકશાન પહોંચાડી ચૂક્યા છે. જેને લીધે આ આઈલેન્ડનું નામ ગિનિસ બુકમાં શામેલ છે. અહીં ખારા પાણીના અનેક ઝરણા આવેલા છે. જેમાં અનેક ખતરનાક મગર રહે છે. આ આઈલેન્ડ પર જવાની હિંમત બહુ ઓછા લોકો કરી શકતા હોય છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર ની આ પોસ્ટ ગમે તો જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!