ટીવી ની આ અભિનેત્રી મહારાણી જેવી જિંદગી જીવે છે – દૂધથી નહાય છે અને ચાંદીના ચપ્પલ પહેરે છે

બોલિવૂડમાં સેફ અલી ખાન એક માત્ર એવા અભિનેતા છે. જે નવાબ પરિવારમાંથી આવે છે તેથી સ્વાભાવિક છે કે તેના શોખ પણ નવાબી જેવા જ હોય. બોલિવૂડમાં એવા અનેક કલાકારો છે જેઓ રાજવી પરિવારથી જોડાયેલા છે. જો કે બોલિવૂડમાં જ નહીં પરંતુ ટીવી જગતમાં પણ અમુક કલાકારો એવા છે જે શાહી પરિવારમાંથી આવે છે.

તેમાની એક છે પ્રખ્યાત અભિનેત્રી દિગાંગના સૂર્યવંશી. સામાન્ય રીતે દરેક માતા-પિતા પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરતા હોય છે. પરંતુ દિગાંગનાના માતા-પિતાની વાત જ કંઈક અલગ છે. એક માત્ર દીકરી હોવાને કારણે દિગાંગનાને રાણીની જેમ રાખવામાં આવે છે તમે તેની ‘કિંગ સાઈઝ’ જિંદગીનો અંદાજો પણ ન લગાવી શકો.

બોલિવૂડમાં પણ કરી ચૂકી છે :

દિગાંગનાનો જન્મ 15 ઓક્ટોબર 1997 માં થયો હતો. તેના પરિવારના બધા જ સભ્યોની તે ખૂબ લાડકી છે અને તેની દરેક માંગને પૂરી કરવામાં આવે છે. દિગાંગનાનો પરિવાર તેને એક રાણીની જેમ રાખે છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં તે ઘણી સફળ રહી છે તો બોલિવૂડમાં પણ તેમના અભિનયને અનેક લોકો વખાણી ચૂક્યા છે. દિગાંગના બોલિવૂડમાં ‘જલેબી’ અને ‘ફ્રાય ડે’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ટીવી સીરિયલમાં તેણે ખૂબ જ જાણીતી બનેલી ‘વીરા’માં તેણે વીરાનું પાત્ર ભજવ્યું હતું.

રાણીની જેમ રાખે છે પરિવાર :

દિગાંગનાનો પરિવાર તેને રાણીની જેમ રાખે છે. તે જ્યારે 10 વર્ષની હતી ત્યારે તેણે સોનાની ઘડિયાળની જીદ કરી હતી અને પરિવારે તેની આ જીદને પૂરી પણ કરી હતી. પહેલાના સમયમાં રાણી અને રાજકુમાર દૂધથી સ્નાન કરતા હતા. આજના સમયમાં આવું વિચારી પણ ન શકે.

પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અભિનેત્રી દર વર્ષે પોતાના જન્મદિવસ પર દૂધથી સ્નાન કરે છે અને જન્મદિવસ પર તે રાજકુમારીની જેમ જ તૈયાર પણ થાય છે.

પગમાં પહેરે છે ચાંદીના ચપ્પલ :

એટલું જ નહીં દિગાંગના પોતાના દરેક જન્મ દિવસ પર ચાંદીના ચપ્પલ પહેરે છે. આ ચપ્પલ દિગાંગના માતા-પિતાએ બંગાળના એક જ્વેલર પાસેથી કસ્ટમાઇઝ બનાવ્યા છે. દિગાંગનાનો એક રૂમ ફક્ત તેની જ વસ્તુઓથી ભરેલો છે્ આ રૂમમાં તેના અનેક સેન્ડલ, બેગ અને ઈમીટેશન જ્વેલરીનું કલેકશન રાખવામાં આવ્યુ છે.

તેના તમામ સોના ચાંદીના ઘરેણા બેંકના લોકરમાં રાખવામાં આવ્યા છે. દિગાંગનાનો જન્મદિવસ તેના માટે ખૂબ ખાસ હોય છે. કેમકે આ દિવસે પરિવાર તેને રાજ કુમારી જેવી અનૂભુતિ કરાવે છે. જો કે દરરોજ દિગાંગનાને રાણીની જેમ જ રાખવામાં આવે છે પરંતુ જન્મદિવસ કંઈ ખાસ જ હોય છે.

ટીવી સિરિયલ ‘એક વીર કી અરદાસ વીરા’થી મળી હતી ઓળખ :

સુપરહીટ સીરીયલ ‘એક વીર કી અરદાસ વીરા’ માં કામ કરીને દિગાંગનાને એક અલગ ઓળખ મળી હતી. વર્ષ 2013માં શરૂ થયેલી આ સિરિયલ 2015 સુધી ચાલી હતી. પરંતુ આ બે વર્ષમાં દિગાંગનાને ખૂબ પ્રસિદ્ધિ મળી અને ઘર ઘરમાં લોકો તેને ‘વિરા’ના નામથી જ ઓળખવા લાગ્યા. આ પછી દિગાંગના ‘બીગ બોસ 9’માં પણ કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2002માં ‘કયા હાદસા કયા હકીકત’માં એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી.

Leave a Reply

error: Content is protected !!