ઉત્તર ગુજરાતનો એક ખેડૂત કરી રહ્યો છે આ ખેતી, 6 મહિનામાં કર્યો 23 લાખનો નફો

બનાસકાંઠાના ખેડૂતો ખેતી અને પશુપાલન ક્ષેત્રે ખુબ જ આગળ વધી રહ્યા છે. હમણાનું જ તાજેતરનું ઉદાહરણ ઉત્તર ગુજરાતના પાલનપુર પાસે આવેલા લાખણી તાલુકાના મડાલનો એક ખેડૂત છે જે મધમાખીનુ ઉત્પાદન કરી મહિને લાખો રુપિયાની આવક કરી રહ્યો છે. આ વ્યક્તિ છેલ્લા 3 વર્ષથી મધમાખીનુ ઉદ્પાદન કરી રહ્યો છે અને તે લાખો રૂપિયા કમાઈ ચુક્યો છે.

બનાસકાંઠામાં આવેલ બનાસડેરીના સહયોગના કારણે છેલ્લા 3 વર્ષથી જિલ્લાના ઘણા ખેડૂતો મધમાખીમાંથી મધનું ઉત્પાદન કરતાં થયા છે. ત્યારે લાખણી તાલુકાના મડાલના ખેડૂત રોણાભાઇ લાલાજીભાઈ પટેલ મધમાખીના ઉછેર કેન્દ્રમાંથી જોરદાર કમાણી કરી રહ્યા છે.

મડાલના ખેડૂત રોણાભાઇ પટેલે જણાવ્યા અનુસાર, “બે વર્ષ પહેલાં જ બોક્ષ દિઠ ચાર હજાર રૂપિયાની કિંમતના 50 બી-બોક્ષ ખરીદ્યા હતા. તેમાંથી 2.50 લાખ રુપિયાના મધનું ઉત્પાદન મેળવ્યું હતું. જ્યારે બીજા વર્ષે એ જ 50 બોક્ષમાંથી 100 બોક્ષ તૈયાર કર્યા હતા અને 7 ટન મધનું ઉત્પાદન કરી 7.50 લાખ રુપિયા મેળવ્યા હતા.”

ત્યાર બાદ તેમને વધુ જણાવ્યું હતું કે, “આ વર્ષે ૩૫૦ બોક્ષ તૈયાર કર્યા છે. તમને જણાવી દઈએ કે આ એક બોક્ષમાં 10 હજાર જેટલી મધમાખીઓ હોય છે. જે 10 દિવસે 6 કિલો જેટલુ મધ આપે છે. જયારે બધી જ મધમાખીઓની ગણતરી મુજબ આ વર્ષે 15 થી 17 ટન મધનું ઉત્પાદન થશે. બનાસડેરીને મધની કિંમત કિલોના 150 રૂપિયા છે. તેથી આ વર્ષે 23 લાખ રુપિયા કરતાં પણ વધુ નફો થશે તેવી સંભાવના છે”

આમ મધમાખીની ખેતી દ્વારા પણ આ બનાસકાંઠાનો આ ખેડૂત મહિનામાં લાખો રુપિયાની કમાણી કરી અન્ય ખેડૂતો માટે શ્રેષ્ઠતાનું ઉદાહરણ પૂરું પડ્યું છે અને તમે ઉપરની ગણતરી પરથી સમજી જ ગયા હસો કે જેમ જેમ મધમાખીના બોક્ષમાં વધારો થતો રહેશે તેમ તેમ નફામાં પણ સારો એવો વધારો થતો રહેશે.

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત” નો આર્ટીકલ સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો…

 

Leave a Reply

error: Content is protected !!