જયારે વિશ્વામિત્રના તપ નો ભંગ કરવા મેનકા ધરતી પર આવી – આવી હતી એમની પ્રેમ કહાની

એક સ્ત્રીને ઈશ્વરે તે બધા જ ગુણ આપ્યા છે જેનાથી તે ઈચ્છે તો આખી દુનિયા પર માત્ર તેની સુંદરતા અને વિવેકતાથી રાજ કરી શકે છે. સ્ત્રીઓને કમજોર સમજવાવાળા એ નથી સમજી શકતા કે જો તે તેની સુંદરતા નું જાદુ ચલાવે તો તે ખુદ તેની આગળ કમજોર થઇ જશે. તેનું એક ઉદાહરણ મળે છે પૌરાણિક કથામાંથી જેમાં વિશ્વામિત્ર ની તપસ્યા અપ્સરા મેનકાએ ભંગ કરી હતી. તો ચાલો તમને બતાવીએ વિશ્વામિત્ર અને મેનકાની પ્રેમ કહાની.

વિશ્વામિત્ર અને મેનકાની પ્રેમ કહાની

વિશ્વામિત્ર એક ઋષિ હતા અને તે વનમાં ઘોર તપસ્યામાં લીન હતા. તેની તપસ્યાનો ઉદેશ નવા સમાજનું નિર્માણ કરવાનું હતું. તેની તપસ્યા તેટલી કઠોર અને દ્રઢ હતીકે વનમાં રહેલા ભયાનક પ્રાણિયોનું પણ તેમને ધ્યાન નહોતું. પાણી વહી રહ્યું હતું, જાનવર ચાલી રહ્યા હતા, માણસો તેના સમજમાં વ્યસ્ત હતા, પરંતુ વિશ્વામિત્ર એક જ સ્થાન પર બેઠા હતા અને ઘોર તાપમાં લીન હતા. નારદમુની ને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેમને આ આ વાત સ્વર્ગલોકના દેવતા મહારાજાઇન્દ્ર ને જણાવી. નારદ મુનિની વાત સાંભળીને ઇન્દ્ર ચિંતા માં પડી ગયા. વિશ્વામિત્ર ના તપ થી તેમને તેમનું સિંહાસન હલતું હોઈ એવું પ્રતીત થયું.

ધરતી પર મોકલી મેનકા

ઇન્દ્રને તેમની ગાદી થી ખુબ જ મોહ હતો. તે કોઈ પણ  હાલતમાં તેની ગાડી છોડવા માંગતા ન હતા. વિશ્વામિત્રની ઘોર તપસ્યાથી તેમને તેની ગાદી નો ડર લાગવા લાગ્યો. તેનમે વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરવાની યોજના બનાવી અને તેના માટે તેમને ઇન્દ્રની સૌથી સુંદર અપ્સરા મેનકા ને બોલાવી અને ધરતી પર જવાનો આદેશ આપ્યો. અપ્સરાની સુંદરતા એટલી હતી કે દેવતા પણ તેના પર મોહિત થઇ જતા હતા, તો પછી મનુષ્યની શું વાત હતી. તેઓએ અપ્સરા ને ધરતી પર જવાનું કીધું જેથી તે તેમની સુંદરતા થી તપસ્યાનો ભંગ કરી શકે.

કામદેવે કરી મેનકાની મદદ

જયારે અપ્સરા ધરતી પર પહોચી ત્યારે તે તપમાં લીન હતા. તે એટલા વર્ષોથી તપસ્યા કરતા હતા કે તેનું શરીર વજ્ જેવું કઠણ થઇ ગયું હતું. જંગલના જાનવરોનો ડર પણ તેમને હલાવી નોતો શક્યો તો કોઈની સુંદરતા તેમને કેમ લાચાર કરી શકે. તે તપમાં લીન જ રહ્યા અને અપ્સરાની સુંદરતાનું તેના પર કોઈ અસર થયું નહિ. તે કામ રતિને વશમાં કરી ચુક્યા હતા.

અપ્સરાને કોઈ સામાન્ય માણસ જોઈ લે તો તેમની સુંદરતાને જોઇને પાગલ થાય જાય. પરંતુ વિશ્વામિત્ર પર તેની કોઈ અસર પડી રહી નોતી. મેનકાની મદદ માટે કામદેવ આગળ ગયા અને વિશ્વામિત્ર પર તેને તીર ચલાવ્યું. તેનું તીર વિશ્વામિત્ર પર ચાલી જ ગયું. આખરે વિશ્વામિત્ર હતા તો એક મનુષ્ય જ. મેનકાના સૌન્દર્યમાં મંત્રમુગ્ધ થઇ ગયા. અપ્સરા તરફ  તેમનું એવું આકર્ષણ થયું કે તે  તેમની તપસ્યા ભૂલી ગયા. અને તેમના દિલમાં મેનકા માટે પ્રેમ આવવા લાગ્યો.

તૂટી ગઈ વિશ્વામિત્રની તપસ્યા

મેનકા તેમની યોજનામાં સફળ થઇ, પરંતુ વિશ્વામિત્ર ને ભુલાવતા ભુલાવતા તે પોતે જ તેના પર મોહિત થઇ ગઈ હતી. તે વિશ્વામિત્ર તરફ આકર્ષિત થવા લાગી. મેનકાએ એ વિચાર્યું કે જો તેમનું હકીકત વિશ્વામિત્રને જણાવ્યું તો તે ક્રોધિત થશે. પરંતુ તે તેને છોડીને પણ જઈ શક્તિ નથી. એવું કરવાથી વિશ્વામિત્ર ફરી થી તપસ્યા પર બેસી શકે છે. મેનકાએ વિશ્વામિત્ર સાથે લગ્ન કરી લીધા.

ઇન્દ્ર થયા પ્રગટ

મેનકા સાથે વિશ્વામિત્ર સંસારી જીવન વિતાવવા લાગ્યા. તે બિલકુલ ભૂલી ગયા હતા કે તે કયા ઉદેશ સાથે તપ કરવા બેઠા હતા. તે પૂરી રીતે મેનકા પર મોહિત થઇ ગયા હતા. થોડા સમય પછી મેનકાએ એક દીકરીને જન્મ આપ્યો. મેનકા પણ ભૂલી ગઈ કે તે કોઈ સામાન્ય સ્ત્રી નહિ પરંતુ સ્વર્ગની અપ્સરા હતી. તે તેની દીકરીને રમાડતી હતી એવામાં ઇન્દ્ર પ્રગટ થયા. અને તેમને કીધું કે તારું કામ હવે પૂરું થઇ ગયું છે અને સ્વર્ગમાં જવા કહ્યું.

વિશ્વામિત્રને બતાવ્યું હકીકત

મેનકા આ સાંભળીને જ ડરી ગઈ કારણકે, તેમના દિલમાં પતિ અને દીકરી માટે ઘણો પ્રેમ હતો.તેને છોડીને જવું તેના માટે આસાન ન હતું. મેનકા રોવા લાગી અને ઇન્દ્રને વિનંતી કરી કે તેને છોડી દે પરંતુ ઇન્દ્રએ તેમને ધમકી આપી કે તે તેમને પથ્થરની બનાવી દેશે માટે હવે મેનકા કાઈ કરી શકે તેમ પણ ન હતી.

અપ્સરાએ વિશ્વામિત્રને બધું હકીકત કઈ દીધું કે તે સ્વર્ગલોક ની અપ્સરા છે અને તેને ધરતી પર તપસ્યા ભંગ કરવા માટે મીકલી હતી. વિશ્વામિત્ર આ સાંભળીને ખુબ દુખી થયા મેનકાએ તેની દીકરી વિશ્વામિત્રને સોપી અને ઇન્દ્ર સાથે ચાલ્યા ગયા. વિશ્વામિત્રએ તે બાળકીને જંગલમાં એક આશ્રમમાં મૂકી દીધી અને તે એ જ બાળકી હતી જે આગળ જઈને શંકુલતા બની અને તેના લગ્ન દુશ્યંત કુમાર સાથે થયા.

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત” ના આ લેખમાંથી તમને કાઈ જાણવા મળ્યું હોઈ તો શેર જરૂર કરજો…

ધન્યવાદ…!!!

Leave a Reply

error: Content is protected !!