માંનો પીછો કરતા શખ્શને શાહિદ કપૂરે આ રીતે ભણાવ્યો હતો પાઠ

બોલિવૂડ એકટર શાહિદ કપૂર હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘કબીર’ના શૂટીંગમાં વ્યસ્ત છે પરંતુ તેની સાથે સંકળાયેલી વાતો મીડિયાથી દૂર રાખવી મુશ્કેલ છે. થોડા સમય પહેલા શાહિદની મધર અભિનેત્રી નિલીમા અઝીમનો એક જૂનો ઇન્ટરવ્યુ વાયરલ થયો હતો. જેમાં શાહિદ કપૂર સાથે સંકળાયેલી નાનપણની એક મહત્વની વાત વાગોળી હતી. એ વખતે શાહિદની ઉંમર માત્ર 6 વર્ષની હતી.

નીલીમા અઝીમે શાહિદ કપૂરની એ સમયની વાત કરી જ્યારે શાહિદની ઉંમર માત્ર 6 વર્ષની હતી. શાહિદ કપૂર પોતાની મધરને ખૂબ પ્રેમ કરે છે તે વાત જાણીતી છે અને તે પોતાની મધરને સુરક્ષાને લઇને એક એવી બહાદુરીનુ કામ કરી બતાવ્યું હતું જે નીલીમા કયારેત નહી ભૂલી શકે.

માત્ર 6 વર્ષના શાહિદની બતાવી હતી આ બહાદુરી :

નીલિમા અઝીમ એક સમયની બોલીવુડની જાણીતી અભિનેત્રી હતી અને તેમણે શાહિદની જ અમુક ફિલ્મમાં માંનું પાત્ર ભજવ્યું હતું. નીલિમાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એક વખત એક ફ્રેન્ચ પુરુષ તેમનો પીછો કરી રહ્યો હતો અને આ ઘણા સમય સુધી ચાલ્યુ. આ ઘટનાને પગલે તેઓ અસુરક્ષિત મહેસુસ કરવા લાગ્યા હતા.

આ સમયે શાહિદ અચાનક જ મારી અને તે પુરુષ વચ્ચે આવીને ઊભો રહી ગયો હતો અને શાહિદે તુરંત જ તે વ્યક્તિને કહ્યું કે ‘માફ કરજો સર, પરંતુ મારી માતા સાથે વાત કરતા પહેલાં તમારે મારી સાથે વાત કરવી પડશે.’ નીલિમાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, આટલી નાની ઉંમરમાં શાહિદનું આ રૂપ જોઇને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

શાહિદ તેની મધર નીલિમા પ્રત્યે ઘણો લગાવ છે જે તે અનેક ઇન્ટરવ્યુમાં કહી ચૂક્યો છે. નીલિમાએ વર્ષ 1975માં અભિનેતા પંકજ કપૂર સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 1982માં શાહિદનો જન્મ થયો. જે પછી 1984માં નીલિમાએ પંકજ કપૂર સાથે છૂટાછેડા લઈ લીધા હતા.

વર્ષ 1990માં નીલિમાએ અભિનેતા રાજેશ ખટ્ટર સાથે લગ્ન કરી લીધા હતા. રાજેશ થકી નીલિમાએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ ઇશાન ખટ્ટર છે જેણે ગત વર્ષે ફિલ્મ ‘ધડક’ દ્વારા બોલિવુડમાં એન્ટ્રી કરી છે. જે પછી વર્ષ 2004માં નીલિમાએ રાજા અલી ખાન સાથે લગ્ન કર્યા અને 2009માં તલાક લઇ લીધા હતા.

આ ફિલ્મોમાં નીલિમાએ બતાવી છે અભિનયની કળા :


શાહિદની કપૂરની મધર નીલિમાએ સડક, ઇશ્ક વિશ્ક, બ્લેકમેઇલ, અલીફ, જમાના દિવાના, નાગિન ઔર લૂટેરા, ઇતિહાસ, જસ્ટ મેરીડ અને છોટા સા ઘર જેવી ફિલ્મોમાં પોતાના અભિનય થકી હાજરી પુરાવી હતી. ત્રણ ત્રણ લગ્ન પછી પણ નીલિમા હાલમાં એકલી રહે છે પરંતુ તે પોતાની જિંદગીથી ખુશ છે.

શાહિદની આજે પણ પોતાની મધર નીલિમા અને પંકજ કપૂરની ઘણો નજીક છે પરંતુ હવે તે પોતાની પત્ની અને બાળકો સાથે અલગ રહે છે. શાહિદ કપૂરના પિતા પંકજ કપૂરે વર્ષ 1985માં અભિનેત્રી સુપ્રિયા પાઠક સાથે લગ્ન કરી લીધા હતા. જેના થકી તેમને એક પુત્રી છે જે પહેલી વખત પોતાના ભાઇ શાહિદ સાથેની ફિલ્મ ‘શાનદાર’માં જોવા મળી હતી.

શાહિદની પરિવારપ્રેમી છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. અલબત્ ગયા વર્ષે ઇશાનની ફિલ્મના પ્રમોશનમાં નીલિમાએ જણાવ્યું હતું શાહિદે પરિવારને લાગણીની હુંફ આપવાની સાથે અનેક વખત નાણાકીય મદદ પણ કરી છે.

“જ્ઞાન સાથે ગમ્મત” ના આવા જ રસપ્રદ આર્ટીકલ વાંચવા ફેસબુક પર “જ્ઞાન સાથે ગમ્મત” પેજને ફોલોવ કરો..

Leave a Reply

error: Content is protected !!