તમારા નામનો પહેલો અક્ષર કહેશે તમારી કુંડળીમાં કેટલા સંતાનનો યોગ છે – વાંચો વિગત

લગ્ન પછી દરેક પરિવારમાં બાળકના આગમનની રાહ જોવાતી હોય છે. લગ્ન પછી બાળકનું આગમન એ લગ્નજીવનનો મહત્વનો ભાગ છે. આ દુનિયામાં સંતાનસુખ સિવાય બીજું કોઈ મોટું સુખ નથી. એવામાં દરેક વ્યક્તિ પોતાની જિંદગીમાં સંતાન સુખ મેળવવા માંગતી હોય છે. જો કે કોના નસીબમાં કેટલા બાળકો હોય છે એ તો માત્ર ભગવાન જ જાણે છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના નામનો પહેલો અક્ષર આ બાબતમાં ઘણું મદદરૂપ થાય છે. આજે આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે કયા અક્ષરના વ્યક્તિને કેટલા બાળકો થશે.જો કે આ વાત સંપૂર્ણ વિશ્વાસ પર આધારિત હોય છે.

જેમ વ્યક્તિના નામથી તેના સ્વભાવને ઓળખી શકાતો હોય છે તેવી જ રીતે તેની જિંદગી સાથે સંકળાયેલા અનેક રહસ્યો પણ જાણવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો પહેલો અક્ષર તેના સંતાન સુખની ચાડી ખાય છે. એક વ્યક્તિને પોતાની જિંદગીમાં સંતાન સુખની આવશ્યકતા હોય છે તેથી અમુક લોકો લગ્ન પહેલાંથી જ બાળકોના સપના જોતા હોય છે. અનેક લોકો સંતાન સુખ વિશે જાણવા માટે કુંડલીનો ઉપયોગ કરે છે તો અમુક અન્ય વસ્તુઓ પર આધાર રાખે છે. આજે આ પોસ્ટમાં અમે અમુક વ્યક્તિના પહેલા અક્ષરથી તેના નસીબમાં લખાયેલા સંતાનના યોગ વિશે જણાવીશું.

A, S અને M :

જે વ્યક્તિનું નામ A, S અને Mથી શરૂ થાય છે તેમની કુંડળીમાં બે બાળકો યોગ હોય છે. આ લોકો ઘણાં બુદ્ધિમાન હોય છે અને તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી વર્તાતી નથી. એટલું જ નહીં તેમને સંતાન સુખ પણ ખૂબ સરસ રીતે પ્રાપ્ત થાય છે. તેમના બાળકો પણ ભવિષ્યમાં તેમનું નામ રોશન કરે છે. તેનો અર્થ એ થયો કે આવી વ્યક્તિને જીવનમાં ક્યારેય તેમના બાળકોને લઈને દુઃખ વેઠવું પડતું નથી.

I, V અને Y :

જે વ્યક્તિનું નામ I, V અને Yથી શરૂ થાય છે તે લોકો ઘણા શરમાળ હોય છે. જો કે તેમનું નામ સમાજમાં ઘણાં સમ્માનથી લેવાતું હોય છે. તેમના બાળકોની વાત કરીએ તો તેમની કુંડળીમાં માત્ર એક સંતાનનો યોગ હોય છે. તેથી તેમને જિંદગીમાં ખૂબ જાળવીને રહેવુ પડતું હોય છે. પરંતુ તેમનું આ એક સંતાન જ તેમની ખૂબ સેવા કરે છે અને ઘડપણમાં પણ તેમને કોઈ તકલીફ આવવા દેતી નથી.

D, P અને B :

જે લોકોનું નામ D, P અને Bથી શરૂ થાય છે તેમના જીવનમાં પણ એક જ સંતાનનો યોગ હોય છે. પરંતુ જો તેમના પાર્ટનરનું નામ Sથી શરૂ થતું હોય તો તેમના જીવનમાં ત્રણ સંતાનનો યોગ બને છે. તેમને જીવનમાં ક્યારેય પૈસાની ખોટ સાલવી પડતી નથી.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!