11 વર્ષનો ટેણીયો B.Tech, M.Tech નાં સ્ટુડન્ટસને ટ્યુશન કરાવે છે – કેટલી લાઈક આપશો?

સાતમાં ધોરણમાં ભણતો છોકરો એન્જિનિયરીંગનાં વિદ્યાર્થીઓને ટ્યુશન આપી રહ્યો છે. હવે તમને એવું લાગતું હશે કે, આ કઈ રીતે શક્ય બને? તો ચાલો જાણીએ આ નાનકડા ટેણીયાની રિયલ સ્ટોરી

હકીકત એવી છે કે, હૈદરાબાદમાં રહેનાર 11 વર્ષનો મોહમ્મદ હસન અલી તેના જ્ઞાનને લઇને ચર્ચામાં છે. તે પોતે સાતમાં ધોરણમાં અભ્યાસ કરે છે, પરંતુ બીટેક અને એમટેકના વિદ્યાર્થીઓને કમ્પ્યુટરમાં ડિઝાઇનીંગ અને ડ્રાફટીંગનું કામ શીખવે છે. જેના માટે મોહમ્મદ હસન કોઈપણ પ્રકારની ફી લેતો નથી.

હાલમાં એના ટ્યુશન ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ છે. જેમાં સિવિલ, મિકેનિકલ અને ઈલેક્ટ્રીકલ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને તે ડિઝાઈન અને ડ્રાફ્ટિંગનું કોચિંગ આપે છે. તે 2020ના અંત સુધી એક હજાર એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને ભણાવવા માગે છે.

હસને સમાચાર એજન્સીને કહ્યું, “હું છેલ્લા 1 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું. હું ઇન્ટરનેટનાં માધ્યમથી શીખુ છું અને મારા વિદ્યાર્થીઓને શીખવું છું. હું ફી લેતો નથી, કારણ કે હું મારા દેશ માટે કંઈક કરવા માંગુ છું. ‘ હસને આ ઉપરાંત કહ્યું, “હું સવારે સ્કૂલમાં જાવ છું અને 3 વાગ્યે ઘરે પાછો આવું છું. ત્યારબાદ થોડીવાર રમત-ગમત અને મારુ હોમવર્ક કર્યા બાદ સાંજે છ વાગ્યે હું કોચિંગ ક્લાસ ચલાવું છું.’

તેણે એક વીડિયોથી પ્રભાવિત થઈને તેનાથી બમણી ઉંમરનાં સ્ટુડન્ટ્સને ભણાવવાનું નક્કી કર્યું. તેનું માનવું છે કે મોટાભાગના ભારતીય એન્જિનિયર્સ ટેકનિક અને સ્કિલથી સારી રીતે વાકેફ નથી. તેને ડિઝાઇનિંગમાં રસ હોવાથી તે પહેલા ડિઝાઇનિંગ-ડ્રાફ્ટિંગ શીખ્યો અને પછી એણે ભણાવવાનું શરૂ કર્યું.

હસનનાં ક્લાસમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ જણાવે છે કે, ‘તે અમારાથી ઘણો નાનો છે પણ તે સારી રીતે શીખવે છે. તેમની કુશળતા સારી છે અને તેમણે જણાવેલ વસ્તુને સમજવી ખૂબ જ સરળ હોય છે. અમને એની પાસે ભણવું ખૂબ ગમે છે. ‘

મિત્રો, દ્રઢ મનોબળ અને મહેનત કરવાની તૈયારી હોય તો દુનિયામાં બધું જ શક્ય છે. મોહમ્મદ હસનની કાબેલિયત અને હોશલા માટે એક કમેન્ટ તો કરવી જ પડે હોં.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાત્મક આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!