૬ દિવસમાં આવી સરળ રીતે ૬ કરોડ રૂપિયા ભેગા કરીને શહીદોના પરિવારને દાન કર્યા…

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે કોઈ ફિલ્મ સ્ટાર કે રાજનેતાના પુત્ર નથી પરંતુ સામાન્ય વ્યક્તિ છે, જેનું નામ વિવેક પટેલ છે તેને કરેલ કામને જોઇને દરેક ભારતીયને ગર્વ જરૂર થશે તેને ખુબ કામ કર્યું છે જેની આપણે આજે ચર્ચા કરશું. પુલવામાં આપણા આર્મી ભાઈઓ પર થયેલ આંતકી હુમલા પછી દેશના ઘણા લોકો અને કંપનીઓ તેના પરિવારને ખુબ જ સપોર્ટ અને મદદ કરી છે જયારે અમુક લુખ્ખા તત્વોએ આ મોટી ઘટનાને અવગણી પણ છે.

તમને વાંચીને જલ્દી વિશ્વાસ નહિ આવે પણ પુલવામાં થયેલ આંતકી હુમલામાં સહીદ થયેલ ભાઈઓના પરિવાર માટે અમેરિકામાં રહેતા વિવેક પટેલે માત્ર 6 જ દિવસની અંદર 6કરોડ રૂપિયા એકઠા કરી લીધા. તો ચાલો આપણે પણ જાણીએ કે આ યુવાને માત્ર 6 જ દિવસમાં 6 કરોડ રૂપિયા કેવીરીતે ભેગા કર્યા.

વિવેક પટેલે અમેરિકાથી કરી મદદ

 

આપણે જે યુવાનની વાત કરી રહ્યા છીએ તે વિવેક પટેલ 26વર્ષીય છે. 14 ફેબ્રુઆરીએ જયારે પુલવામાં ભારતના સૈનિકો પર હમલો થયો તેની તેને જયારે જાણ થઇ કે ભારતના બહાદુર સૈનિકો સાથે આવી ઘટના બની છે તેને તરત જ વિચાર આવ્યો તેને મદદ કરવાનો. આમ તો વિવેકની એક મજબૂરી પણ હતી કે અમેરિકામાં રહે છે અને ત્યાના કાર્ડધારક પણ છે. તેથી તે ભારતીય જવાનોને મદદ કરવા માટે અસમર્થ હતા. પરંતુ મદદ કરવી જ હતી તેથી તેને આગળ વિચાર કર્યો.

14 ફેબ્રુઆરી પ્રેમ નો દિવસ પણ આ દિવસની સાંજ પ્રેમની બદલે નફરતના ધમાકાઓ લાવી હતી. તમને ખબર જ છે કે આ આંતકી હમલામાં આશરે 40 જેટલા જવાનો શહીદ થયા અને ઘણા જવાનો ખુબ ગંભીર રીતે ઘાયલ પણ થયા અને ઘાયલ થયેલ જવાનોમાંથી પણ અમુક જવાનો પોતાની જન ગુમાવી ચુક્યા. ઘટના બન્યાના થોડાક સમયમાં જ બધાને ખબર પડી અને લોકો પોતાની રીતે નાની મોદી મદદ શહીદો માટે કરવા લાગ્યા. જયારે વિવેક પટેલે અમેરિકાથી એક ફેસબુક પેજ બનાવ્યું જેનું નામ તેને -Indian Army-Pulwama Attack આપ્યું અને તેને અંતર્ગત અભિયાન શરુ કર્યું.

ધાર્યા કરતા બેગણી રકમ થઇ જમા

 

આ અભિયાન દ્રારા તેમને નક્કી કરેલ આંકડો 5લાખ ડોલરનો હતો જેને ભારતના રૂપિયામાં ફેરવીએ તો સાડા ત્રણ કરોડ રૂપિયા છે. લક્ષ્ય માત્ર સાડા ત્રણ કરોડનું હતું પણ આ અભિયાન શરુ કરતા આ આંકડો સીધો જ ડબલ થઇ ને 6 કરોડે પહોંચી ગયો. આહીં 22 હજાર કરતા પણ વધુ લોકો જોડાયા અને બધાએ શહીદોના પરિવાર માટે રૂપિયા આપ્યા.

આમ તો તમને ખબર જ છે કે સોશિયલ મીડિયા દ્રારા આવી રીતે સીધો સપોર્ટ કરવો એટલો સહેલો પણ નથી લોકો એમ જ વિશ્વાસ કરીને પૈસા આપવા પણ તૈયાર થતા નથી આવું જ કાંઈક વિવેક સાથે પણ થયું. શરૂઆતમાં બધા આ પેજને ફેક સમજીને અવગણતા હતા કોઈ પૈસા આપવા તૈયાર નહોતું, પણ વિવેકે પોતાનો મહત્વનો ટાઈમ ફેસબુકને આપીને બધા ને સમજાવ્યા કે આ ફેક નથી તમે અહીં પણ પૈસા આપી શકો છો.

પછી તેમને આ અભિયાનમાં વાર્જીનીયાના એક સ્થાનિક રેડીઓ સ્ટેશને સપોર્ટ કર્યો. જેવી આ વાત રેડીઓ પર આવી તરત જ લોકોને વિશ્વાસ બેસવા લાગ્યો અને લોકો સમજી ગયા કે આ ફેક નથી પણ મિત્રો એટલો વિશ્વાસ પણ હજી લોકોને ન આવ્યો કે તે પોતાના પૈસા દાન કરે કેમ કે ત્યાર પછી લોકોએ નવો સવાલ પેદા કર્યો કે આ પૈસા શહીદોના પરિવાર સુધી પહોંચશે કેમ?

પૈસા તો ભેગા થઇ ગયા પછી આ બાબતે વિવેકનો એક વિડીઓ સામે આવ્યો કે પૈસા ભેગા થઇ ચુક્યા છે પણ હજુ સુધી ભારત સુધી પહોંચ્યા નથી. તેના માટે તે કોઈક જવાબદાર અને વિશ્વાસુ માણસ આ પૈસા પરિવાર સુધી પહોંચાડી આપે તેની રાહ હતી. મિત્રો આપણે ભારતમાં રહીને ન કરી શક્ય તે કામ વિવેકે અમેરિકામાં રહીને કરી બતાવ્યું એટલે ગર્વ તો થશે જ.

મિત્રો ‘જ્ઞાન સાથે ગમ્મત’નો આ લેખ સારો લાગે તો આગળ શેર જરૂર કરજો…

ધન્યવાદ…

જય હિન્દ…વંદે માતરમ્…

Leave a Reply

error: Content is protected !!