દારૂ પીધા પછી જો આ ૯ માંથી કોઈ સંકેત તમને મહેસુસ થાય તો પીવાનું બંધ કરો – નહિ તો પરિણામ વિનાશક હશે

મિત્રો ઘણાને અલગ-અલગ ચીજ વસ્તુથી એલર્જી હોય છે પણ એવું જરૂરી નથી કે તમને ફળ, શાકભાજી કે ધૂળ-માટીથી જ હોઈ છે. પરંતુ તમને આજે જણાવી દઈએ કે આલ્કોહોલની એલર્જી સૌથી ખતરનાક હોઈ છે જેને કોઈ ધ્યાનમાં લેતું જ નથી. જયારે મોકો મળે એટલે તરત જ મિત્રો ભેગા થઈને દારૂની પાર્ટી કરતા હોઈ છે.

મિત્રો તમે જાણો જ છો કે દારૂ પીધા પછી તમને ચડવાનો જ છે તમે દારૂને સહન નથી કરી શકતા તો પણ પણ તમે પીવો જ છો અને કેટલીય જાતની તકલીફો પડે છે, તમે આલ્કોહોલ પીધા પછી સહન કરી શકો છો કે નહિ તેના વિષે આજે આપણે વાત કરીશું અને આ 9 રીતથી તમે જાણી શકશો કે તમારા માટે આલ્કોહોલ બરોબર છે કે નહિ.

1.નાકમાંથી પાણી નીકળવું : જો દારૂ પીધા પછી તમારા નાકમાંથી પાણી વહેતું હોઈ તો તમારે સમજી જ જવું કે દારૂ તમારા માટે બરાબર નથી. આલ્કોહોલને લીધે સાઈનસ કેવિટીમાં સોજો આવી જાય છે અને તેથી નાકમાં લોહી જામી જાય છે. આવા કેફી પીના પદાર્થમાં વધારે હીસ્ટોમીન આવે છે તેના લીધે જ આવું થાય છે. અને જો તમારા માટે એ યોગ્ય ન હોઈ તો તરત જ તમારા નાકમાંથી પાણી નીકળવાનું ચાલુ થઇ જાય છે.

2.ચહેરો લાલ થવો: ઘણાના ચહેરા દારૂ પીધા પછી લાલ થઇ જતા હોઈ છે એ પણ એ વાતનું સંકટ છે કે દારૂ તમારે માફક નથી. દારૂ પીધા પછી ચહેરો લાલ પડવાનું કારણ એ હોય છે કે આલ્કોહોલમાં રહેલ એસીટીલ્દીહાઇડને તમારું શરીર પૂરી રીતે તોડવામાં સક્ષમ નથી. અને ધીરે ધીરે આખા શરીરમાં ફેલાવા લાગે છે તેનાથી તમારું બ્લડ પ્રેશર પણ વધવા ની શક્યતા રહે છે.

3. ત્વચા ગરમ થાય અને ખજવાળ આવવી: મિત્રો દારૂ પીધા પછી તમારા શરીરમાં એએલડીએચ ૨ ઘટી જાય છે, તેથી ત્વચા ગરમ થવા લાગે છે અને ખજવાળ આવવા લાગે છે. ખજવાળ આવવાનો અર્થ એ છે કે આલ્કોહોલમાં રહેલા હિસ્ટામીન અને બીજા અન્ય કેમિકલ થી તમારી ત્વચામાં એલર્જી ઉભી થાય છે.

4. ઉબકા આવવા : મિત્રો તમને ખબર જ છે કે દારૂ પીને મોટા ભાગના લોકોને ઉલટી થઇ જતી હોય છે. પણ આવું કદાચ પહેલી વખતમાં જ થતું હોય છે પણ જો તમને વારંવાર આવું થઇ તો સમજી લેવું કે તમે દારૂને સહન નથી કરી શકતા. મિત્રો જેમ તમે જાણો છો દારૂ એ ગરમ પદાર્થ છે તેથી દારૂ પીવાથી શ્વાસનળી, આંતરડા અને પેટમાં બળતરા થવા લાગે છે જેના કારણે ઉબકા આવે છે.

5. ઉલટી સતત ચાલુ રહેવી : મિત્રો આલ્કોહોલ એવા વ્યક્તિ માટે ક્યારેય ઠીક નથી જે દારૂ પિતાની સાથે જ તરત જ બાથરૂમમાં ઉલટી કરવા ભાગે છે. ઘણીવાર હદથી વધારે દારૂ પીવાથી પણ આવું થતું હોઈ છે.

6. ડાયરિયા : મિત્રો જો તમને દારૂ માફક ન આવતો હોઈ તો તમને દારૂ પીધા પછી ગડબડ થવા લાગશે અથવા ડાયેરિયા થાય છે, ઘણીવાર સતત ડાયેરિયા થાય છે અને ટૂંક સમયમાં મેળે પણ ન આવતું હોઈ તો સમજી લેજો તમે દારૂને જરા પણ સહન કરી શકતા નથી.

7. હદયની ગતી તેજ થવી : જો દારૂ પીવાથી તમારા હૃદયની ગતિ તેજ થવા માંડે તો સમજી જવું કે તમને આલ્કોહોલની એલર્જી છે. તેથી આ વાતને હળવાશથી ન લેવી જોઈએ ઘણીવાર આ કારણ ગંભીર પણ બની શકે છે. જો તમને પણ દારૂ પીધા પછી આવું થવા લાગે તો તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ.

8. અસ્થમા વધી શકે છે : સામાન્ય રીતે દારૂ પીવાથી શ્વાસ સંબંધી બીમારીઓ હંમેશા વધતી હોય છે. તેથી જો તમે પહેલીથી જ આ બીમારીના શિકાર થયેલ છો તો દારૂ થી રહો તો જ સારું રહેશે. જો તમને આ બીમારી છે છતાં તમે દારૂ પીવો તો તમને અસ્થમાનો હુમલો તેજ થઇ શકે છે. તેથી તમારા સ્વાસ્થ્યયનું ધ્યાન રાખો અને દારૂ થી દુર રહો તો વધારે સારું રહેશે.

9. બ્લડ પ્રેશર ઓછુ થવું : જો દારૂ પીધા પછી તમારા લોહીનું દબાણ ઘટી જાય, તમને ચક્કર આવે અથવા થાક લાગે અને શ્વાસ પણ ફુલાવા લાગે તો સમજી જવું કે તમેં આલ્કોહોલ સહન નથી કરી શકતા. અને જો તમને પોતાને વધુ બીમારીથી બચાવવા માંગો છો તો આવા સમયે તરત જ ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

Leave a Reply

error: Content is protected !!