‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ : 3 મહિનામાં 8.12 વિઝિટર્સ, અધધધ આટલા રૂપિયાની આવક

સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને તેમના દ્રઢ મનોબળને લીધે ભારતવાસીઓ લોખંડી પુરુષ તરીકે પણ ઓળખે છે. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કુનેહથી આઝાદીની ચળવળમાં 562 રજવાડાઓને એકત્રિત કરવાનું કામ કર્યું. તેમના આ અમૂલ્ય યોગદાનની પ્રતિતી કરાવવા માટે સરદાર સરોવર ડેમ પર 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે. ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ એટલે કે એકતાનું પ્રતિક સમી આ પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. 31 ઓક્ટોબર 2018 ના રોજ લોકાર્પણ કરાયાને માત્ર ત્રણ મહિનામાં જ વિશ્વની સૌથી ઊંચી આ પ્રતિમાની 8 લાખ 12 હજાર લોકો મુલાકાત લઈ ચૂક્યા છે.

એક્સપ્રેસ ટિકિટ શરૂ કરાઈ :

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ પછી પ્રતિમાની મુલાકાત માટે લોકો ઘસારો રોજબરોજ વધી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બસથી માંડી પ્રતિમાની મુલાકાત સુધીનો ટિકીટનો દર 380 રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં જ એક હજાર રૂપિયાની એકસપ્રેસ ટિકિટ શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા સીધા જ સ્ટેચ્યુની મુલાકાત લઇ શકાય છે. આ ઉપરાંત ડેમ પાસે શરૂ કરવામાં આવેલી ૨૫૦ રૂપિયા રાખવામાં આવ્યો છે.

પ્રતિમાના એરિયલ વ્યુ માટે હેલિકોપ્ટર સેવા :

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરવામાં આવી છે. હેલિકોપ્ટરમાં બેસવાની એક વ્યક્તિની ટીકીટનો દર 2900 રૂપિયા રાખવામાં આવ્યો છે. જેમાં 10 મિનિટની હવાઈ મુસાફરી કરવામાં આવે છે. આ મુસાફરી દરમિયાન પ્રવાસીને ફ્લાવર ઓફ વેલી, સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એરિયલ વ્યૂ બતાવવામાં આવે છે. હેલિકોપ્ટરમાં એકસાથે 6થી7 મુસાફરોને બેસાડવામાં આવે છે.

8.12 લાખ લોકોએ ત્રણ મહિનામાં લીધી મુલાકાત :

જાહેર થયેલા આંકડા અનુસાર નવેમ્બરના ૨૭ દિવસમાં જ 2,79,166 લોકો, ડિસેમ્બરના ૨૬ દિવસમાં 2,50,113 લોકો, જાન્યુઆરીના ૨૭ દિવસમાં 2,83,298 લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. આમ, માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ કુલ 8,12,577 લોકો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને નિહાળી ચૂક્યા છે.

અધધધ… ૧૯ કરોડ રૂપિયાની આવક :

31 ઓક્ટોબરના રોજ અનાવરણ પછી માત્ર ત્રણ જ મહિનામાં પ્રવાસીઓ થકી સરદાર વલ્લભભાઈ પટેલ એકતા ટ્રસ્ટને કુલ રૂપિયા 19,09,00,411ની આવક થઈ છે. જેમાં નવેમ્બર માસના ૨૭ દિવસમાં 6,38,57,321 રૂપિયા, ડિસેમ્બરના ૨૬ દિવસમાં 5,70,01,060 રૂપિયા અને જાન્યુઆરીના ૨૭ દિવસમાં 7,00,42,020 રૂપિયાની આવક થઈ છે.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની અમુક રસપ્રદ બાબતો :

આ પ્રતિમાની ડિઝાઇન પદ્મભૂષણ વિજેતા રામ વી સુતાર દ્વારા તૈયાર કરવામાં આવી છે અને 31 ઓક્ટોબર 2014ના રોજ આ પ્રતિમા નું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું.

લાર્સન એન્ડ ટર્બોના 300 એન્જિનિયર સહિત કુલ 3,000 કરતાં પણ વધુ શ્રમિકો દ્વારા આ પ્રતિમ સાડા ત્રણ વર્ષમાં તૈયાર કરવામાં આવી છે.

આ પ્રતિમા માટે 1,69,000 ગામડાઓના 100 મિલિયન ખેડૂતો પાસેથી 129 ટન લોખંડ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રતિમાને ગમે તેટલા મોટા ભૂકંપમાં પણ અસર નહીં થાય અને 100 મીટર પ્રતિ સેકન્ડ ફૂંકાતા પવન પણ ડગાવી નહીં શકે.

પ્રતિમાના પગમાં ચાર high speed test ફિટ કરવામાં આવી છે જે એક લેફ્ટ માં 26 લોકો આસાનીથી સમજી શકે છે. આ લિફ્ટ માત્ર ૩૦ સેકન્ડમાં જ ટોચ પર પહોંચાડે છે.

આ પ્રતિમાની ૧૫૩ મીટર ઊંચાઇ પર વ્યુઈગ ગેલેરી બનાવવામાં આવે છે. જ્યાં 200 જેટલા લોકો એક સાથે ઉભા રહીને સરદાર સરોવર ડેમ, સાપુતારા અને વિંધ્યાચલ પર્વતમાળાનો સુંદર પેનોરોમિક વ્યુ નિહાળી શકે છે.

સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી એવી આ પ્રતિમામાં ૭૦ હજાર ટન સિમેન્ટ વાપરવામાં આવ્યો છે આ ઉપરાંત 18,500ટન રિ-ઈન્ફોર્સમેન્ટ સ્ટિલ અને ૬૦૦૦ ટન સ્ટ્રકચરલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે 1700 મેટ્રિક ટન કાંસુ વાપરવામાં આવ્યું છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!