એક તરફી પ્રેમી કરતો હતો યુવતીનો પીછો, યુવતીએ સબક શીખવવા માટે એવું કર્યું કે તમે સાંભળીને હક્કા બક્કા રહી જશો…

એક સમયે મોબાઈલ નંબર લઈને યુવતીઓને હેરાન કરવું અનેક આવારા તત્વોની આદત બની ગયું હતું. પરંતુ સાઈબર સેલ આવ્યા પછી આવા આવારા તત્વો ઉપર લગામ લાગી ગઈ. પહેલાં યુવતીઓ આવી હરકતોથી ડરી જતી અને ફરિયાદ કરવાનું માંડી વાળતી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને હવેમત યુવતીઓ આવી સમસ્યાનો હિંભેર સામનો કરે છે અને આવું જ કંઇક હૈદરાબાદની એક સોફ્ટવેર એન્જીનીયર યુવતીએ કર્યુ.

જો કે તો તેનું પરિણામ કંઈક અલગ જ આવ્યું. આ યુવતીએ આ એક તરફી પ્રેમીને સબક શીખવવા માટે જે પગલું ભર્યું, તેને લીધે તેને ખુદને જ ભોગવવાનો વારો આવ્યો. જી, હા ! તમને સાંભળીને અજીબ લાગ્યુ હશે. પરંતુ હકીકતમાં આવું થયું છે.

વાસ્તવમાં આ પૂરો મામલો હૈદરાબાદનો છે. જ્યા પોલીસે એક સોફ્ટવેર એન્જિનિયરની ધરપકડ કરી છે. જેનું કારણ હતું, જે રોડ સાઈડ રોમિયો યુવતીને ઘણાં સમયથી પરેશાન કરી રહ્યો હતો, તેને સબક શીખવવા માટે યુવતીએ તેનું અપહરણ કરી લીધું અને પછી તેને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો.

જાણો શું છે સમગ્ર ઘટના :

23 વર્ષનો વી.સાઈ. કુમાર કાર્પેન્ટરનું કામ કરતો હતો. તેણે પોતાના મિત્રના ઘરે પેલી યુવતીને જોઈ હતી અને પછી તેનો મોબાઈલ નંબર મેળવ્યો હતો અને તેને હેરાન કરવા લાગ્યો. અજાણ્યા શખ્સના ફોન કોલ અને મેસેજથી હેરાન થઈને સાઈબરાબાદમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરી રહેલી પેલી યુવતીએ આવારા તત્વોને સબક શીખવવાનો મન બનાવી લીધું. તેણે પોતાના પાંચ મિત્રો સાથે મળીને તેના આયોજન બનાવ્યું.

જે મુજબ તેણે સાઈ કુમારને સિકંદરાબાદમાં એક કોલેજ પાસે મળવા બોલાવ્યો. જેવો યુવક પહોંચ્યો કે તરત જ તેને પકડી લીધો અને તેને ખૂબ માર માર્યો. બાદમાં તેને એક સુમસામ જગ્યાએ લઈ જવામાં આવ્યો.

જો કે ત્યાંથી આ રોમિયો ગમે તેમ કરીને ભાગી છૂટયો અને હોસ્પિટલમાં દાખલ થઈ ગયો. તેણે યુવતી ઉપર અપહરણ કરવાનો અને ખૂન કરવાની કોશીષનો આરોપ લગાવ્યો. તેના આક્ષેપના આધારે પોલીસે યુવતી અને તેની સાથેના તમામ લોકોની ધરપકડ કરી.

હાલમાં તે યુવતી પોલીસની હિરાસતમાં છે અને તેની પૂછપરછ ચાલુ છે આ કેસ સામે આવ્યા બાદ પોલીસે મહિલાઓને અપીલ કરી છે કે તેઓ આવા સંજોગોમાં કાયદો હાથમાં ન લે અને કાયદાકીય કાર્યવાહી માટે પોલીસની મદદ લે.

આ કિસ્સામાં ભૂલ કોની છે? પેલા એક તરફી પ્રેમીની કે જે યુવતીને ફોન કરીને પરેશાન કરી રહ્યો હતો કે પેલી યુવતીની કે જેણે રોડસાઇડ રોમિયોના ત્રાસથી મુક્તિ મેળવવા માટે પોલીસની મદદ લેવા લેવાને બદલે કાયદો પોતાના હાથમાં લીધો કે પછી પોલીસ જેની કાર્યવાહી પર યુવતીને વિશ્વાસ ન હતો અને જેના લીધે યુવતીએ કાયદો પોતાના હાથમાં લીધો.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહી.

Leave a Reply

error: Content is protected !!