હિન્દુસ્તાનનું એક અનોખું ગામ, આ વિચિત્ર કારણ થી અહી દરેક વ્યક્તિની જન્મ તારીખ છે 1 જાન્યુઆરી છે…

વિવિધતાથી ભરપૂર ભારતમાં એક એવું અદ્ભુત ગામ છે જ્યાં રહેતી દરેક વ્યક્તિ પછી તે મહિલા હોય, પુરુષ હોય કે બાળક હોય, તે તમામને જન્મ તારીખ 1 જાન્યુઆરી જ છે. સાંભળવામાં ભલે આ અજુગતું લાગતું હોય, પરંતુ આ કિસ્સો છે યુપીના એક ગામનો. આ ગામ ઇલ્હાબાદ જિલ્લામાં આવેલું છે. આ જાણકારી સામે આવતા જ દરેક વ્યક્તિ અચંમા મુકાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના અલ્હાબાદના કંજાસા ગામની દરેક વ્યક્તિની જન્મ તારીખ 1 જાન્યુઆરી તરીકે જ આધાર કાર્ડમાં છપાઈ છે. આ ગામમાં કુલ 10 હજાર લોકો રહે છે અને તમામની જન્મ તારીખ એક જ સરખી એટલે કે ૧ જાન્યુઆરી જ છાપવામાં આવી છે !

આ ગામમાં દરેકનો જન્મ થયો છે એક જાન્યુઆરીના રોજ :

ઇલાહાબાદ જિલ્લામાં આવેલા આ ગામમાં રહેતી દરેક વ્યક્તિની જન્મ તારીખ 1 જાન્યુઆરી છે. વાસ્તવમાં આ કોઈ ચમત્કાર નથી. પરંતુ આધાર કાર્ડમાં થયેલી ભૂલ છે. અહીંના લોકોનું કહેવું છે કે તેમને આધારકાર્ડ માટે અનેક મહિનાઓ સુધી રાહ જોવી પડી. જે પછી તેમનું આધારકાર્ડ તો આવ્યું પરંતુ તેમાં મોટી ભૂલ સામે આવી.

આધારકાર્ડમાં જન્મ તારીખ ખોટી છપાયેલી હોવાને લીધે આ ગામના લોકોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુપી સરકારે સ્કૂલ જતા તમામ બાળકોના આધાર રજીસ્ટર કરવાનો આદેશ આપતા સરકારી પ્રાથમિક સ્કૂલના ટીચર સ્કૂલના બાળકોનો આધાર કાર્ડ નંબર નોંધવા ગામમાં પહોંચ્યા ત્યારે આ સઘળી બાબત સામે આવી.

જલ્દી સુધારવામાં આવશે આ ભૂલ :

કંચના ગામની વસ્તી લગભગ 10 હજાર જેટલી છે. એક રિપોર્ટના આધાર પ્રમાણે આ ભૂલની ખબર જ્યારે સ્કૂલના શિક્ષકને પડી ત્યારે તેમને લાગ્યું કે દસ-બાર કેસમાં એવું થઈ શકે છે કે તમામની જન્મ તારીખ 1 જાન્યુઆરી હોય. પરંતુ અહીં તો તમામ લોકોની જન્મતિથિ 1 જાન્યુઆરી જ છપાયેલી જોવા મળી. અમુક બાળકોની છપાયેલી જન્મ તારીખ પ્રમાણે તેમની ઉંમર ઘણી મોટી છે.

આ ભૂલ પછી ગામના પ્રધાન રામદુલારીએ જણાવ્યુ હતું કે અમે આધાર કાર્ડમાં જન્મતારીખ ની ભૂલને સરકાર સમક્ષ રજૂ કરી છે અને જલ્દી જ આ ભૂલને સુધારવામાં આવશે. સરકાર તરફથી નવા આધારકાર્ડ બનાવવામાં આવશે. આ મામલો હવે જિલ્લા અધિકારી હસ્તક છે અને તેમણે ટૂંક સમયમાં જ નવા કાર્ડ કઢાવી આપવાની ખાતરી આપી છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!