આ યુવક વેલેન્ટાઇન્સ ડેના દિવસે અમદાવાદના તમામ સિંગલ યુવક-યુવતીઓને ફ્રીમાં આપશે આ ઓફર

વેલેન્ટાઇન્સ ડે ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કપલમાં ઉત્સાહ જોવા મળે તે સ્વાભાવિક છે પરંતુ સિંગલ્સ લોકો માટે આ દિવસ ઈરિટેટિંગ હોય તે પણ એટલું જ સ્વાભાવિક છે. વેલેન્ટાઇન્સ ડે દિવસ પ્રેમી પંખીડાઓ માટે જેટલો યાદગાર હોય છે તેટલો જ કડવો સિંગલ યુવક-યુવતીઓ માટે હોય છે. પરંતુ આ વર્ષે અમદાવાદવાસીઓ માટે આવું નહીં બને. પ્રખ્યાત ટી સ્ટોલ એમબીએ ચાઈવાલાનો કર્તાહર્તા પ્રફુલ્લ બિલ્લોરે આ વેલેન્ટાઈન્સ ડેના દિવસે તમામ સિંગલ યુવક-યુવતીઓને ફ્રિમાં ચા પીવડાવવાની જાહેરાત કરી છે.

આ વર્ષે એમબીએ ચાયવાલાએ વેલેન્ટાઇન્સ ડેના દિવસે તમામ સિંગલ યુવક-યુવતીઓનું મનોરંજન પૂરું પાડવાનું નક્કી કરી લીધું છે, અને ફ્રિ ચાની સાથે અઢળક પ્રેમ અને પ્રેરણા પૂરી પાડશે. વેલેન્ટાઇન્સ ડે ના દિવસે જે લોકો છે સિંગલ છે અને એમબીએ ચાયવાલાની મુલાકાત લેશે, તેમને એક કપ ચા ફ્રીમાં આપવામાં આવશે.

શા માટે કપલને જ ફન? સિંગલ યુવક-યુવતીઓને પણ લાડ પ્રેમની જરૂર હોય છે, તેથી આ વાતને ધ્યાન રાખીને અમે આ વર્ષે વેલેન્ટાઈન્સ ડેના દિવસે તમામ યુવક-યુવતીઓને ફ્રિમાં ચા પૂરી પાડીશું.

રસપ્રદ લાગતી આ સ્ટોરીની સાથે આ ટી શોપની સ્ટોરી પણ ખૂબ રસપ્રદ છે.

આ ટી શોપ શરૂ કરનાર પ્રફુલ ટોપ-B સ્કૂલમાં એડમિશન લેવામાં નિષ્ફળ રહ્યો. તેથી તેણે એમબીએ ચાઈ વાલા નામનો ટી સ્ટોલ શરૂ કરી દીધો. સ્નાતક ડિગ્રી મેળવ્યા પછી પ્રફુલે ભારતની બિઝનેસ સ્કૂલમાં એડમિશન લેવા માટે બે વર્ષ સુધી પ્રયત્ન કર્યા. ખૂબ સંઘર્ષ કર્યા પછી તેને એમબીએ કોલેજમાં એડમિશન મળ્યું. પરંતુ અમુક કારણોસર તેણે કોર્સ અધૂરો મૂકવો પડયો અને 8 હજાર રૂપિયાના રોકાણ સાથે તેણે રોડની બાજુ પર ટી સ્ટોલની શરૂઆત કરી.

આજે પ્રફુલ અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા વસ્ત્રાપુરમાં તે ટી શોપનો સકસેસફૂલ બિઝનેસ ચલાવે છે. આજે એમબીએ ચાયવાલા યુવાનોમાં હેંગ આઉટ કરવા માટેનું બેસ્ટ પ્લેસ ગણાય છે અને મોટાભાગે અહીં યુવાનો ગ્રુપમાં ચિલ કરતા જોવા મળે છે. પ્રફુલને ટૂંકા ગાળામાં મળેલી સફળતા એક સપનાથી કમ નથી.

તો જો તમે પણ અમદાવાદમાં હોવાની સાથે સીંગલ પણ હોવ અને વેલેન્ટાઈન્સ ડેના દિવસે કોઈ પ્લાન ન હોય તો એમબીએ ચાઈવાલા ને ત્યાં ૭ થી ૧૦ વાગ્યા સુધી પહોંચી જવું. ત્યાં અનેક સીંગલ યુવક-યુવતીઓનો મેળાવડો જોવા મળશે. શું ખબર ફ્રીમાં ચાની સાથે તમે પણ તમારો/તમારો વેલેન્ટાઇન મળી જાય !

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Original Source: BuddyBits

Leave a Reply

error: Content is protected !!