આ એક વર્ષો જુનો મંત્રનો પૈસાની તંગી દૂર કરી દેશે – દેણું વધી ગયું હોય એમને ખાસ વાંચવું

મંત્રમાં અદભુત શક્તિઓ રહેલી છે. સાચા હ્ર્દયથી મંત્રજાપ કરવાથી મનોકામનાઓ સિદ્ધ થાય છે. તેથી જ આજે અમે તમને કેટલાક ઉપયોગી મંત્રો વિશે જણાવીશું. જે કોઈ આ મંત્રનો જાપ કરશે, સાંભળશે અને સારા કર્મો કરશે એમને પૈસા માટે ફાંફા મારવા નહિ પડે.

સવારે ઊઠીને સૌપ્રથમ સ્નાન કરી લો અને લક્ષ્મી મંદિરમાં જઈને દેવી લક્ષ્મીને કમળનું ફૂલ અર્પિત કરો અને મિઠાઈનો ભોગ પણ લગાવો અને મા લક્ષ્મી પાસે ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવાની પ્રાર્થના કરો. ત્યારબાદ ગાય, કુતરા અને ભૂખ્યા લોકોને ભોજન કરાવો. આ એક ઉપાય કરવાથી માતા લક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે અને ઉપાય કરવાવાળા લોકોને મા લક્ષ્મી માલામાલ પણ કરી શકે છે. જો તમારા માથે કોઈ દેવું (કરજ) હશે તો એ પણ દૂર થશે.

ધનવૃદ્ધિ તથા વ્યાપારમાં ઉન્નતિ લાવવા માટે નીચેના મંત્રોમાંથી ગમે તે એક મંત્રનો દરરોજ નિયમિત જાપ કરવો.

મંત્ર: ૐ શ્રીં નમ:|
ૐ હ્રીઁ ક્લીં શ્રીં નમ:|
ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ:|
ૐ નમ: ધનદાયૈ સ્વાહા|
ૐ લક્ષ્મીવિગં શ્રી કમલા ધારિગં સ્વાહા|

દરેક લોકો ઈચ્છે છે કે તેના ઘરમાં વધુમાં વધુ પૈસા આવે. જેથી લોકો દિવસ રાત મહેનત પણ કરે છે. પણ ઘણી વખત લોકોને મહેનતનું ફળ નથી મળી શકતું. પૈસા હાથમાં ટકતા નથી. બીજા લોકો પાસેથી પૈસા ઉધાર લેવા પડે છે. આ બધી પૈસા બાબતની સમસ્યાઓ તમારા ખરાબ નસીબને કારણે પણ બની શકે છે. તેથી નસીબ ચમકાવવા માટે જરૂરી છે સારા કાર્યો અને ઈશ્વર કૃપા. તેથી જ અહીંયા અમે તમને એક અતિ દુર્લભ કુબેર મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારા નસીબ ચમકી જશે..

કુબેર મંત્રનો જાપ કરો અને માલામાલ થઈ જાવ :
જણાવી દઈએ કે, કુબેરને ધનનાં રાજા માનવામાં આવે છે. કુબેરને પૃથ્વીલોકની સમસ્ત ધન-સંપત્તિનાં સ્વામી બનાવવામાં આવ્યા છે. શાસ્ત્રો પ્રમાણે કુબેર, ભગવાન શિવનાં પરમ પ્રિય સેવક પણ છે અને કહેવામાં આવે છે કે, ધનનાં અધિપતિ હોવાને કારણે કુબેર દેવતાને મંત્ર સાધના દ્વારા પ્રસન્ન કરવાનું વિધાન બતાવવામાં આવ્યું છે. એવામાં જો તમે પણ કુબેર દેવતાનાં આ મંત્રનો જાપ કરો તો નિશ્ચિત રીતે તમને ધન લાભનાં શુભ સંયોગ બનશે.

અતિ દુર્લભ કુબેર મંત્ર
મંત્ર :
ૐ શ્રી ૐ હ્રી શ્રી,ૐ હ્રી શ્રી ક્લીં વિત્તેશ્વરાય: નમ:

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ધાર્મિક આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!