અંબાણી પરિવારમાં ફરી લગ્નનાં ઢોલ વાગશે – જે હજુ કોઈએ નથી વાંચ્યું એ અહી ક્લિક કરી વાંચો

ભારતના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે ઓળખાતા મુકેશ અંબાણીના ઘરમાં ફરી એક વાર લગ્નનાં ઢોલ સંભળાવવાના છે. મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતા આવતા મહીને લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લગ્ન સમારંભ ત્રણ દિવસ સુધી ચાલશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા 9 માર્ચના રોજ પ્રભુતામાં પગલા પાડશે. આકાશ અને શ્લોકાના લગ્નનું આયોજન મુંબઈમાં જ યોજાશે.

કોણ છે શ્લોકા મહેતા?
શ્લોકા મહેતા જાણીતા હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતાની સૌથી નાની પુત્રી છે. શ્લોકા, રસેલ મહેતા અને મોના મહેતાનું ત્રીજું સંતાન છે. રસેલ મહેતા રોઝી બ્લૂ ડાયંમડના મેનેજિંગ ડિરેક્ટર છે. તેમની ગણતરી વિશ્વના મોટા હીરા વેપારીઓમાં થાય છે. અંબાણી અને મહેતા પરિવાર એકબીજાથી ખૂબ જ પરિચિત છે. આકાશ અને શ્લોકા બંનેએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક સાથે અભ્યાસ કર્યો હતો.

2009માં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્લાકાએ અમેરિકાની પ્રિસ્ટન યુનિવર્સિટીમાંથી એન્થ્રોપોલૉજીનો અભ્યાસ કર્યો હતો.

ત્યારબાદ શ્લોકાએ લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાંથી લૉમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને 2014થી શ્લાકા રોઝી બ્લૂ ડાયમંડનાં ડાયરેક્ટર છે. શ્લોકાને પુસ્તકો વાંચવામાં અને સમાજ સેવા કરવામાં વધુ રસ છે.

ગોવામાં સગાઈનું આયોજન થયું હતું :
સમાચાર એજન્સી મુજબ, બંને પરિવારે તેમના કેટલાક નજીકના મિત્રો સાથે ગોવામાં સગાઈનું આયોજન કર્યું હતું. ગોવાની આ પાર્ટીમાં લગ્નના કાર્યક્રમને પણ અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર આ પ્રસંગની તસ્વીરો વાયરલ થઈ રહી છે.

લગ્ન કંકોત્રી એકદમ ખાસ છે:

અંબાણી પરિવારે લગ્નની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. લગ્નની કંકોત્રી પણ છપાઈ ગઈ છે. હાલમાં જ આકાશ અને શ્લોકાનાં લગ્નની ભવ્ય કંકોત્રી સામે આવી છે. આ કંકોત્રીને એકદમ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ એક મ્યુઝિકલ કંકોત્રી છે. આખી કંકોત્રી રાધા-કૃષ્ણની થીમ પર આધારિત છે. જેને ખોલતા જ ભજનની ધૂન ચાલુ થઈ જાય છે.

પહેલી કંકોત્રી ભગવાનને અર્પણ:

ભારતીય પરંપરા છે કે, લગ્નનું આમંત્રણ સૌથી પહેલા ભગવાનને આપવમાં આવે છે. તેથી જ થોડા દિવસ પહેલા મુકેશ અંબાણી પોતાની પત્ની અને નાનાં દીકરા અનંત અંબાણી સાથે મુંબઈનાં સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. અંબાણી પરિવારે સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી અને લગ્નનું પહેલું આમંત્રણ ગણપતિ બાપાને આપ્યું હતું.

જીયો સેન્ટરમાં વેડિંગ રીસેપ્શન યોજાશે:

પ્રાપ્ત વિગતો મુજબ, બંનેના લગ્નનો કાર્યક્રમ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં ત્રણ દિવસ સુધી ચાલશે. આકાશ અંબાણીનો વરઘોડો બપોરે 3.30 વાગ્યે જિયો સેન્ટર પર જશે. 10 માર્ચના દિવસે આકાશ અને શ્લોકાનું વેડિંગ સેલિબ્રેશન થશે. તેના બીજા દિવસે એટલે કે 11 માર્ચે વેડિંગ રિસેપ્શન હશે. આ ફંક્શનમાં બંને પરિવારના લોકો અને નજીકના સંબંધીઓ સામેલ થશે. આ બધા જ કાર્યક્રમો જિયો સેન્ટરમાં જ થશે.

સમાચાર એવા પણ છે કે, લગ્ન પહેલા આકાશ અંબાણી પોતાની છેલ્લી બેચલર્સ પાર્ટી કરશે, જે સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોરિટ્ઝમાં યોજાશે. આ પાર્ટીમાં ઘણી નામી ફિલ્મી હસ્તીઓ પણ પહોંચશે.

આ સેલિબ્રેશન 23થી 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. જણાવી દઈએ કે, રણબીર કપૂર, આકાશનો ખૂબ જ સારો મિત્ર છે અને તે આ પાર્ટીમાં જોડાશે. ફિલ્મ ડાયરેક્ટર કરન જોહર પણ બેચલર પાર્ટીમાં ભાગ લેશે.

આ ભવ્ય લગ્ન-સમારંભમાં દુનિયાભરના લોકોની નજર રહેવાની છે. નોંધનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈશા અંબાણીનાં લગ્ન પણ ખૂબ જ ધામધૂમથી થયા હતા. જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આ ભવ્ય લગ્ન માટે આકાશ અને શ્લોકાને એડવાન્સમાં ખૂબ-ખૂબ અભિનંદન…..

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો કમેન્ટ અને શેર કરો.

Leave a Reply

error: Content is protected !!