7 વર્ષથી દરરોજ ત્રિરંગાને સેલ્યુટ કરવા આવે છે આ શખ્સ, પોલીસની પૂછપરછમાં આવી ચોંકાવનારી વાત સામે

ભારત દેશની આન, બાન અને શાન સમા ત્રિરંગા અને રાષ્ટ્રગાનને લઈને લોકોમાં ઘટી રહેલા સમ્માનને જોઈને થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે તમામ સિનેમા હોલમાં રાષ્ટ્રગાન વગાડવાનો અને આ દરમિયાન દરેક વ્યક્તિ ઉભા થવા ઉપર એક કાયદો બનાવ્યો છે. જોકે સુપ્રીમ કોર્ટના કાયદા ઉપર એક એવો પણ પ્રશ્નો ઊઠે છે કે શું ખરેખર લોકોમાં દેશ પ્રત્યેની ભાવના ઓછી થઇ રહી છે જો કે તાજેતરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ લોકોમાં જે જુવાળ જોવા મળી રહ્યો છે તે લોકો દેશ પ્રત્યેની ભાવના જ પ્રદર્શિત કરે છે.

ત્રિરંગા અને રાષ્ટ્રગાન પ્રત્યેક લોકોની સન્માનની ભાવના :

આપણે અનેક એવા બનાવો સાંભળ્યા હશે કે જેમાં કોઈ વ્યક્તિ ત્રિરંગાનું અપમાન કરી રહ્યું હોય અને તેને લીધે મોટો વિવાદ ઉભો થઈ ગયો હોય. લોકોમાં આજકાલ ત્રિરંગાની સામે ઝુંકવાની જૂની પરંપરા ખતમ થતી દેખાઇ રહી છે. લોકોને હવે આવું કરવું ગમતું નથી. લોકોએ હવે રાષ્ટ્રગાન ગાવામાં પણ અપમાન કરવાનું શરૂ કરી દીધું છે.

માનવામાં આવે છે કે ત્રિરંગો લહેરાવવો અને રાષ્ટ્રગાનનું સમ્માન કરવું દેશભક્તિ અને તમારી ભાવનાને પ્રદર્શિત કરે છે. પરંતુ આજકાલ લોકો ક્યાંય પણ રાષ્ટ્રગાન વાગી રહ્યું હોય તો પણ ઊભા થતા નથી. અમુક લોકો તો એવા પણ હોય છે જે અન્યને ઉભા જોઈને આંખ આડા કાન કરીને ત્યાંથી નીકળી જતા હોય છે. આવા સમયમાં જ્યારે લોકોમાં ત્રિરંગા અને રાષ્ટ્ર પ્રત્યે સન્માનની ભાવના ખતમ થઈ રહી હોય ત્યારે આ શખ્સ આપણા જેવા તમામ લોકો માટે એક મિશાલ સમાન છે.

7 વર્ષથી દરરોજ ત્રિરંગાને આપે છે સલામી :

અમે અહીં વાત કરી રહ્યા છીએ એક એવા શખ્સની જે છેલ્લા 7 વર્ષથી દરરોજ વિદ્યાભવન ગેટની સામે લગાવવામાં આવેલા ભારતીય ધ્વજને સલામી આપીને રાષ્ટ્રગાન ગાય છે. હીરાલાલ સમંતા નામનો આ વ્યક્તિ દરરોજ સવારે 9:30 વાગ્યે ધ્વજની સામે ઉભો રહીને ‘જન ગણ મન…’ ગાય છે. હીરાલાલ હજરતગંજની એક હોટલમાં કામ કરે છે.

લોકો તેને ‘બંગાલી બાબા’ કહીને પણ ઓળખે છે. હકીકતમાં હીરાલાલ આવું યુવાઓમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલીત કરવા માટે કરે છે. હિરાલાલે જણાવ્યું કે, ‘આપણને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરીને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે, જેનો આદર કરવો દરેકની ફરજ છે.’ હીરાલાલને આ વિચાર એક સિનેમા હોલમાં ફિલ્મ જોઈને આવ્યો હતો.

હાવડાના એક નાના ગામના રહેવાસી હીરાલાલ 2010થી દરરોજ ત્રિરંગાને સલામી આપે છે. હિરાલાલના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં જ્યારે તેઓ ત્રિરંગાને સલામી આપવા માટે વિધાનસભા પહોંચ્યા તો તેને જોઈને પોલીસ ઘણી હેરાન થઈ ગઈ હતી. અનેક વખત લોકો અને પોલિસ મને આવું કરવાનું કારણ પૂછે છે. પરંતુ જ્યારે પોલીસને ખબર પડી કે હું આવું શું કામ કરું છું, તો તેઓ મારા વખાણ કરતા થાકતા નથી. ત્રિરંગાને સલામી આપતા અને રાષ્ટ્રગાન ગાતા જોઈને તમામ લોકો એક જ વાત કહે છે, બંગાલી બાબા સારું કામ કરી રહ્યા છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!