વર્ષો પછી અરુણ ગોવિલનો ચોકાવનારો ખુલાસો : રામનું પાત્ર ભજવવા માટે આપ્યું હતું આ બલિદાન

જ્યારે પણ ‘રામાયણ’ સિરીયલની વાતો આવે છે ત્યારે આંખ સામે રામ નામ ઉપર એક જ ચહેરો સામે આવે છે અને તે છે અરુણ ગોવિલ. એક સમયે ‘રામાયણ’ દર્શકો દ્વારા પસંદ કરવામાં આવેલી સૌથી હિટ સિરિયલ હતી. આમ તો ટીવી ઉપર ‘રામાયણ’ અનેક વખત અલગ અલગ રીતે રજૂ થઈ ચૂકી છે.

  1. તેમાં અમુક હિટ રહી અને અમુક ઊંધે માથે પીટાઈ ગઈ.ધીરે ધીરે ‘રામાયણ’ ના નામથી લોકો કંટાળી ગયા તો સીતાના દ્રષ્ટિકોણથી હનુમાનને અને રાવણના દ્રષ્ટિકોણથી પણ ‘રામાયણ’ રજૂ કરવામાં આવી. જો કે આ બધામાં સૌથી વધુ હિટ રામાનંદ સાગરની ‘રામાયણ’ અને તેમના પાત્રો રહ્યા હતા.

અરૂણ ગોવિલ બન્યા શ્રીરામ :

આ શોમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા તે હતા અરુણ ગોવિલ. જેમણે શ્રીરામનું પાત્ર ભજવ્યું હતું. તેમણે રામનું પાત્ર ભજવીને લોકોના દિલમાં રાજ કર્યું હતું. આજે અરૂણ ગોવિલની ઉમર 61 વર્ષ થઈ ગઈ છે. જો કે જે પાત્રથી લોકોમાં તેમનું સન્માન વધ્યું તે મેળવવું તેમના માટે ઘણું અઘરું થઈ પડ્યું હતું.

અરુણના જણાવ્યા અનુસાર, તેમણે જ્યારે શ્રીરામ માટે ઓડિશન આપ્યું ત્યારે તેમને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. તેના પાછળનું કારણ એ હતું કે રામાનંદ સાગર એવી જ વ્યક્તિને રામના પાત્રમાં જોવા માગતા હતા કે છે કે જેમનામાં કોઈ ખરાબ ટેવ ન હોય.

છોડવી પડી હતી સિગરેટ :

તે સમયે અરુણ ગોવિલ ખૂબ સિગરેટ પીતા હતા. આ પાત્ર મેળવવા માટે તેમણે સિગરેટ છોડી દીધી હતી, સાથે જ તેમણે આ પાત્ર ભજવ્યા પછી પણ ક્યારેય સિગરેટને હાથ લગાવ્યો નથી. ઉલ્લેખનીય છે કે તેમણે ભજવેલુ રામનું પાત્ર અમર બની ગયું.

આ પછી તેમને અન્ય કોઈ પાત્ર ભજવવાની તક ન મળી. તેઓ કહે છે કે રામની છબી લોકોના મનમાં એવી રીતે ઘર કરી ગઈ છે કે આજે પણ લોકો તેમને જોઈને પ્રણામ કરે છે.

રામનું પાત્ર ભજવ્યા પછી તેમને અન્ય કોઈ પાત્ર ઓફર જ ન થયું. તેમણે જણાવ્યું કે તેમની એક ટીવી કંપની છે દૂરદર્શન માટે કાર્યક્રમ બનાવે છે. રામાયણ પછી તેમને કોઈ સારું કામ જ ન મળ્યું. અરૂણ ગોવિલે વિક્રમ અને વેતાલમાં વિક્રમનો રોલ કર્યો હતો જે પણ ઘણો હીટ રહ્યો હતો. તે પછી તેમને વર્ષ 1987માં આવેલી રામાયણમાં ભગવાન રામનું પાત્ર ભજવવાની તક મળી. તેમણે આ પાત્ર ને એવી રીતે ભજવ્યુ કે આજે પણ લોકો રામમાં તેમના જ ચહેરાને જુએ છે.

રામના પાત્રમાં થયા અમર :

ગોવિંદનો જન્મ યુપીના મેરઠમાં થયો હતો. અભ્યાસની સાથે સાથે તેમણે એક્ટિંગનો શોખ થતાં તેઓ મુંબઇ આવી ગયા. જે પછી તેમને શ્રીરામનું પાત્ર ભજવવાની તક મળી.

જે રીતે તેમને શ્રીરામનું પાત્ર ભજવ્યા પછી સફળતા મળી તે જોયા પછી એ કહેવું અશક્ય છે કે તેમનો આ નિર્ણય સાચો હતો કે ખોટો. કેમકે તેમણે જે રીતે રામનું પાત્ર ભજવ્યું તે જગતમાં અમર થઈ ગયું. જો કે પાત્ર ભજવ્યા પછી તેમને ટીવી જગતમાં ક્યારેય સફળતા ન મળી. આજે પણ લોકોના મનમાં રામનું નામ સાંભળતા જ અરૂણ ગોવિંલનો જ ચહેરો દેખાય છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!