બિહારના DM એ શહીદ જવાનને શ્રધાંજલિ આપવા એમની બે દિકરીઓ સાથે આવું કર્યું

પુલવામાં આતંકી હુમલા પછી સમગ્ર દેશમાં રોષનો જુવાળ ઉઠયો છે. સમગ્ર દેશને ઝકઝોળી નાંખનાર આ હુમલા પછી દરેક વ્યક્તિ શહીદોના પરિવારને બનતી મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. આખો દેશ નાત-જાત ભૂલીને શહીદોના પરિવારને શાંત્વના પાઠવવા માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે હવે બિહારના શેખપુરા જિલ્લાના ડીએમ ઇનાયત ખાને એક અલગ પહેલ કરી છે. તેમણે બિહાર સાથે નાતો ધરાવતા સંજય કુમાર સિંહ અને રતન કુમાર ઠાકોરની શહાદતને સલામી આપતા પરિવારની એક-એક દીકરીને અભ્યાસ કરાવવાની સાથે સાથે તેમના ઉછેરનો તમામ ખર્ચ આજીવન ઉઠાવવાનો નિર્ણય લીધો છે.

આટલું નહી જિલ્લા અધિકારી ઇનાયત ખાને શહીદ જવાનોના પરિવારની મદદ માટે બેન્ક એકાઉન્ટ પણ ખોલ્યું છે. જેમાં તેમણે પોતાના બે દિવસની સેલરી દાનમાં આપવાની જાહેરાત કરી છે. 10 માર્ચ સુધી બેંક ખાતામાં જેટલી પણ રકમ એકઠી થશે તે બંને શહીદોના પરિવારમાં એક સરખા હિસ્સામાં ફાળવવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, હું વ્યક્તિગત રીતે હું બંનેમાંથી શહીદ જવાનોના એક પરિવારને દત્તક લેવા માંગુ છું. આ દુઃખના સમયમાં દરેક વ્યક્તિએ એક થઈને શહીદોના પરિવારને સહયોગ આપવાની જરૂર છે. આ શહીદો પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. ઇનાયત ખાને પોતાના કાર્યાલયના તમામ કર્મીઓને પણ પોતાની એક દિવસની સેલરી દાનમાં આપવાનો અનુરોધ કરીને અન્ય લોકોને પણ સહયોગ આપવા અપીલ કરી છે.

સમગ્ર દેશને અંદરથી હચમચાવી નાખનાર આતંકી હુમલા પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ શહીદ જવાનોના પરિવારને મદદ પહોંચાડવામાં આવી રહી છે. એટલું જ નહીં સામાન્ય જનતા પણ પોતાનાથી બને તેટલું ફંડ એકઠું કરીને આ પરિવારને યથાશક્તિ મદદ કરી રહી છે.

14 ફેબ્રુઆરીના રોજ પુલાવામા થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 42 જવાનો શહીદ થઈ ગયા હતા. જેમાં બિહારના બે જવાનો સંજય કુમાર સિંહ અને રતન કુમાર ઠાકોર પણ શામેલ હતા. જેમાં હેડકોન્સટેબલ સંજય કુમાર સિંહ બિહારના પટનાના રારગઢ ગામના રહેવાસી હતા જ્યારે રતન કુમાર ઠાકુર બિહારના ભાગલપુર ગામના રહેવાસી હતા. તેમના પિતા રામ નિરંજન ઠાકોર પુત્રની સપના સમાચાર સાંભળીને કહ્યું હતું કે તેઓ પોતાના દીકરાને પણ દેશની સેવા અને બલિદાન આપવા માટે સેનામાં મોકલશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!