દયાબેન પછી હવે આ કલાકાર પણ ‘તારક મહેતા’માંથી બહાર થશે : જોઈ લો કોણ છે આ

સૌથી લોકપ્રિય અને પારિવારિક કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. એક બાજુ દયાબેન એટલે કે દિશા વાકાણીએ શોમાંથી લગભગ વિદાય લઈ લીધી છે. ત્યારે બીજી બાજુ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકોને વધુ એક ઝટકો મળ્યો છે.

પ્રાપ્ત સૂત્રો મુજબ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને વધુ એક અભિનેત્રીએ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અભિનેત્રીનું નામ છે ‘સોનુ’ એટલે કે નિધિ ભાનુશાળી.

નિધિ ભાનુશાળીને તમે સોનુનાં પાત્રમાં જોતા આવ્યા છો. હવે તે પણ સિરિયલ છોડી દેશે તેવા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટસ મુજબ, નિધિ પોતાના ભણતરને કારણે સિરિયલ છોડે છે તેવું કહેવાય રહ્યું છે.

નિધિ હાલમાં મુંબઇની મીઠીબાઇ કોલેજથી બી.એ. કરી રહી છે અને તે હોશિયાર વિદ્યાર્થી છે. હવે તેણી પોતાના ભણતર ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જેથી તે સારા માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને પોતાના કરિયરને ઊંચાઇ પર લઇ જવા માંગે છે.

આ બાબતે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું પ્રોડક્શન હાઉસ અત્યારે નિધિને રિલેક્સેશન આપવાના મૂડમાં છે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, નિધિ શૂટિંગ માટે ઓછો સમય આપીને ભણતર પર સારી રીતે ફોકસ કરી શકે છે. પરંતુ નિધિ આ વાત માનવા તૈયાર નથી. એટલે હવે મેકર્સ એક એક્ઝિટ એપિસોડ બનાવવાની તૈયારીમાં છે, જેમાં નિધિની ભૂમિકા પૂરી થશે અને એને વિદાય આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાંથી અગાઉની કલાકાર (ઝીલ મહેતા) છૂટી થયા પછી “સોનુ”ની ભૂમિકા માટે નિધિએ ઓડિશન આપ્યું હતું. તેણીને પસંદ કરવામાં આવી અને તેના પ્રથમ પૂર્વાવલોકન તરીકેનું પ્રદર્શન “સોનુ ભીડે”, “આત્મારામ તુકારામ ભીડે”ની પુત્રી તરીકે નવેમ્બર 2012માં પ્રસારિત કરવામાં આવ્યું હતું.

સોનુ “ટપુ સેના”ની એક ખૂબ જ ચતુર, સુંદર, ઉર્જાવાન અને સક્રિય છોકરી છે. પ્રેક્ષકોને જોવું ગમે તેવો તેનો સુંદર ચહેરો અને સ્મિત છે. પ્રેક્ષકો દ્વારા તેની ભુમિકાને સુસંગત પ્રદર્શન કરી વ્યાજબી રીતે ન્યાય આપ્યો છે, નિધિએ તેની કારકિર્દી એક નાના પાત્ર માટેના કલાકાર તરીકે ભલે શરૂ કરી હોય, પરંતુ તેણીએ પોતાનાં શ્રેષ્ઠ અભિનય દ્વારા ઝડપથી લોકપ્રિયતા હાંસલ કરી લીધી છે. તેણીએ આ સિરિયલના 1500થી વધુ એપિસોડ પૂર્ણ કરવામાં મદદ કરી છે. એક વાત તો ચોક્કસ છે કે, તારક મહેતામાં સોનુ એટલે કે નિધીની ખામી દેખાશે ખરી !!

દિશા વાકાણી એટલે કે દયાબેન પણ એક વર્ષથી તારક મહેતા સિરિયલમાંથી ગાયબ છે. દર્શકો પણ ‘દયાબેન’ વિશે સવાલો પૂછી રહ્યા છે પણ એમની ગેરહાજરીથી શોની TRPમાં કોઈ ફરક નથી પડ્યો. દિશા વાકાણીના શોમાં પરત ફરવા અંગે રોજ નવા-નવા સમાચારો આવી રહ્યા છે. હાલમાં જ ન્યુઝ હતા કે, આસિત મોદી અને દિશા વચ્ચે મતભેદો ઊભા થયા છે. જો કે આસિત મોદીએ આ અહેવાલો નકાર્યા છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!