૨૦૦૦ કરોડના માલિક આ દાદા ની સ્ટ્રગલ – ૫ ફેઈલ છતાં ફૂલ જોશ સાથે આ રીતે કામ કરતા

ધર્મપાલ ગુલાતીનું નામ આવે એટલે તરત જ તમને એમડીએચ મશાલાનું નામ યાદ આવે. જી હા, એમડીએચ મશાલાના માલિક એટલે ધર્મપાલ ગુલાતી જેને કોણ ઓળખતું ન હોય. તેઓને મશાલની બ્રાન્ડ જાતેજ જાહેરાત કરીને બનાવી હતી અને તેની પાછળ ખુબ સંઘર્સ કર્યો હતો.

આજે ઘરેઘરે તેમની કંપનીના મસાલા જોવા મળી જશે. ધર્મપાલે સફળતા મેળવવા તેનું આખું જીવન ગાળ્યું, આજે એમ.ડી.એચ કંપની 60થી પણ વધારે મસાલાની જાતો ઉત્પન્ન કરે છે અને દેશમાં તથા વિદેશમાં પણ નિકાસ કરે છે.

એમડીએચ મશાલા કંપનીના માલિક ધર્મપાલ ગુલાતીનો જન્મ 27 માર્ચ 1923 ના દિવસે સિયાલકોટ માં થયો હતો. ત્યારબાદ વિભાજન પછી તેમનો પરિવાર દિલ્હીમાં આવી ગયો. આ મુશાફરી તેમના માટે થોડી મુશ્કેલ રહી હતી, તેમનો અભ્યાસ પણ ખાલી 5 સુધી જ થયો હતો. તેમના પિતા તો તેમને ખુબ ભણાવા માંગતા હતા પણ તેનું મન ભણવામાં જરાય લાગતું ન હતું, કેમ કે, તે કાઈક અલગ જ  કરવા માંગતા હતા.

ભણવામાં મન ન હોવાથી તે પાંચમાં ધોરણમાં જ ફેલ થયા અને ફેલ થયા બાદ તરત જ તેમના પિતાએ તેમને વેપારીની દુકાને કામ કરવા મોકલી દીધા. પરંતુ તેમને આ કામ વધુ સમય કર્યું નહિ તેઓએ બે જ મહિનામાં આ કામ છોડી દીધું.

ત્યારબાદ તેમને સાચો સંઘર્સ ચાલુ કર્યો અને તેને 15 વર્ષની ઉંમરે તેઓએ તાંબુ ચલાવવાનું કામ પણ કર્યું અને સાબુ વેચવા સુધીના 50થી પણ વધુ કામ કર્યા હતા. તે સમય દરમિયાન તેમને પોતાના ભવિષ્યનો સાચો વિચાર આવ્યો અને તેમને મશાલા બનાવવાની કલ્પના કરી અને તેને પોતાનું ખુદનું કામ કરવા વિશે વિચાર કર્યો.

તેમને આવેલા વિચારને તેને અનુસરવાનુ ચાલુ કર્યું અને તેઓએ કામ ચાલુ કર્યું બજારમાંથી સુકા મસાલા ખરીદીને તેને ઘરે જાતે જ પીસીને બજારમાં વેંચવાનું ચાલુ કર્યું. તેઓ જાતે કરેલી મહેનતમાં થોડા સફળ થયા અને મસાલાની ગુણવતાને લીધે તેનું નામ ખુબ આગળ વધવા લાગ્યું અને કામ પણ વધવા લાગ્યું.

જાતે બનાવેલ મસાલાની ગુણવતાના લોકોએ ખુબ વખાણ કર્યા તેથી બજારમાં વધુમાં વધુ તેમના મસાલાનો નિકાસ થવા લાગ્યો. અને વધુ ચાલવાથી મસાલામાં મિલાવટ કરવાનું શરુ કર્યું, જેથી ધર્મપાલને મસાલામાં ફરિયાદ મળી. આખરે સફળતા મળી જ ગઈ અને તેમને 1959માં દિલ્હીના કીર્તિનગરમાં મસાલા પીસવાણી ની શરૂઆત કરી.

આવી જ રીતે કામમાં વધારો થતો ગયો અને વ્યવસ્થામાં પણ વધારો થયો, ત્યારે તેમને મસાલા પીસવાથી લઈને પેકેટ બનાવવા માટે પણ મશીનો પણ ખરીદી લીધા. મહત્વની વાત તો એ છે કે તેને એમડીએચને પ્રમોટ કરવા માટે કોઈ મોડેલ મુક્યું નથી.

એમડીએચ બ્રાન્ડની માલિકી લીધી અને પોતે જ જાહેરાતનું કામ કર્યું. અને આજે તેમની એમડીએચ મસાલા કંપની 100 દેશોમાં મસાલાની નિકાસ કરે છે. હાલમાં તેમના દીકરાઓ અને છ દીવારીઓ મશાલાનું માર્કેટીગ સંભાળે છે.

મિત્રો ‘જ્ઞાન સાથે ગમ્મત’નો આ લેખ પસંદ આવે તો વધુમાં વધુ આગળ શેર કરજો…

Leave a Reply

error: Content is protected !!