સેનાનાં ડોગી શેરુએ જીવનાં જોખમે 40 જવાનનો જીવ બચાવ્યો, આવી રીતે બચાવ્યો જીવ

એક સ્નિફર ડોગે પોતાની કાબેલિયત અને સમજણશક્તિથી ઘણા જવાનોનો જીવ બચાવી લીધો. માઓવાદીઓએ સૈનિકોને ટાર્ગેટ બનાવીને વિસ્ફોટક સામગ્રી ગોઠવી હતી, પણ એમની આ દેશ વિરોધી ઈચ્છા ઉપર એક કુતરાએ પાણી ફેરવી દીધું. જી હાં, કુતરાએ વિસ્ફોટકને શોધી કાઢ્યા અને સૈનિકોને બચાવી લીધા.

આ કૂતરાનું નામ શેરુ છે. શેરુ CRPF ની બૉમ્બ નિરોધક ટુકડીમાં સામેલ છે. એને ખાસ પ્રકારની ટ્રેઇનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યો છે. એની સમજણશક્તિ ગજબની છે. શેરુએ ઓડિશાનાં રાયગઢ જિલ્લામાં પોતાની ચતુરાઈ દેખાડી હતી. જ્યાં માઓવાદીઓએ સુરક્ષા જવાનોને નિશાનો બનાવવા માટે IED પાથર્યા હતાં. ડેક્કન ક્રોનિકલ મુજબ, સમગ્ર ઘટના રાયગઢ-મુનીગડા રોડનાં હટામુનીગુડા વિસ્તારની છે.

માઓવાદીઓનાં બદ-ઈરાદા સફળ થાય એ પહેલાં જ ડોગી શેરુએ આ વિસ્ફોટકને શોધી કાઢ્યા અને તાત્કાલિક બૉમ્બ સ્ક્વોડ ટીમને સાવધાન કરી. તેઓએ સમયસર પહોંચીને વિસ્ફોટકને નિષ્ક્રિય કરી નાખ્યા. જોકે આ ઘટનામાં શેરુને પગ અને આંખનાં નીચેના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. પરંતુ એની સૂઝબૂઝને લીધે દેશ વિરોધી કાવતરું ફેઈલ થઈ ગયું.કહેવાય છે કે, આ વિસ્ફોટક એટલે કે IED નો વજન લગભગ પાંચ કિલો હતો. જો આની જાણ ન થઈ હોત તો એનાથી ભારે નુકશાન થયું હોત. માઓવાદીઓનો સીધો નિશાનો CRPFનાં જવાનો હતાં. જો વિસ્ફોટકને ડિફ્યુઝ કરવામાં ન આવ્યા હોત તો 40 જેટલા જવાનનો જીવ જોખમમાં હતો. કહેવાય છે ને કે ‘રામ રાખે એને કોણ ચાખે?’.

જણાવી દઈએ કે, CRPF અને ઓડિશા પોલીસનાં જવાનો કાલાહાંડી, કંધમાલ અને રાયગઢ જીલ્લામાં કોમ્બિન્ગ ઓપરેશન ચલાવી રહ્યા છે.સાત વર્ષનાં ડોગી શેરુંએ CRPFની સ્નિફર સ્ક્વોડ જોઈન કર્યે 4 વર્ષ થઈ ગયા છે. એના ટ્રેનરનું નામ શંભુ પ્રસાદ છે, જે એને તાલીમ આપે છે. મિત્રો, ક્યારેક તો એવું લાગે કે, મનુષ્ય કરતા તો પ્રાણીઓ વધુ લાગણીશીલ, સમજદાર અને વફાદાર હોય છે.

ફાનુસ બનકર જિસકી હિફાજત ખુદા કરે વો શમા ક્યા બુઝે જિસે રોશન ખુદા કરે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ કૂતરાની વફાદારી અને સમજણ ભર્યો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!