પાકિસ્તાનને ધૂળ ચંટાવી વાયુસેનાના જાંબાઝોએ : આ ૪ રીતે ઈન્ડિયન એરફોર્સમાં બની શકાય છે પાયલોટ…

પુલવામામાં થયેલા આતંકી હુમલાનો ભારતે મુહતોડ જવાબ આપ્યો છે. વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસી આતંકી અડ્ડાઓને તબાહ કરી શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વાયુસેનાની બહાદુરીને દેશભરમાં વખાણવામાં આવી રહી છે. તમે પણ વાયુસેનામાં શામેલ થઇ ભારત દેશની રક્ષા કરી શકો છો. આ પોસ્ટમાં જાણો વાયુસેનામાં કઇ રીતે બની શકાય છે પાયલોટ…

પાયલોટ બનવા માટેના કોર્સ :

* ઇન્ડિયન એર ફોર્સમાં શામેલ થવું સરળ નથી હોતું. આ ચાર રીતે એરફોર્સમાં પાઇલટ બની શકાય છે.

* નેશનલ ડિફેન્સ એકેડેમી(NDA), કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીઝ એકઝામ(CDSE), શોર્ટ સર્વિસ કમિશન (SSC) અને નેશનલ કેડેટ કોર્પસ સ્પેશિયલ એન્ટ્રી (NCC) મારફતે કોઈ પણ ઇન્ડિયન એરફોર્સમાં ફલાઈંગ ઓફિસર બની શકાય છે.

નેશનલ ડિફેન્સ એકેડેમી(NDA) :

આઈઈએફની ફલાઈંગ બ્રાન્ચમાં શામેલ થવા માટે કેન્ડિડેટે નેશનલ ડિફેન્સ એકેડેમી પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. એનડીએ પરિક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) દ્વારા લેવામાં આવે છે. જે કેન્ડિડેટ આ પરીક્ષા પાસ કરે છે તેમને ત્રણ વર્ષની ફલાઈંગ ટ્રેનિંગ આપવામાં આવે છે. તાલીમ પછી કેન્ડિડેટને પરમેનન્ટ કમિશન ઓફિસરના પદ પર નિમણૂક આપવામાં આવે છે.

કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીઝ એકઝામ(CDSE) :

એનડીએ સિવાય યુ.પી.એસ.સી. સીડીએસઈ એક્ઝામનું પણ આયોજન કરે છે. સીડીએસઈ એક્ઝામ પાસ કરતા કેન્ડિડેટને ઈન્ડિયન મિલીટ્રી, ઈન્ડિયન નવલ એકેડમી અથવા એરફોર્સ એકેડમીમાં એડમિશન મળે છે. અહી પણ ત્રણ વર્ષની તાલીમ આપવામાં આવે છે. તાલીમ પછી પરમેનન્ટ કમિશન ઓફિસરના પદ પર એરફોર્સમાં સેવા આપવાની તક મળે છે.

નેશનલ કેડેટ કોર્પસ સ્પેશિયલ એન્ટ્રી (NCC) :

એસીસી એશિયન સ્પેશિયલ એન્ટ્રી માત્ર પુરુષો માટે જ હોય છે. જે કેન્ડિડેટ પાસે સી સર્ટિફિકેટ હોય છે તે એનસીસી દ્વારા સ્પેશિયલ એન્ટ્રી માટે એલીજીબલ હોય છે. ડાયરેકટરેટ જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા જોઈનીંગ થાય છે.

પાયલોટ બનવા માટે જરૂરી લાયકાત :

*ભારતીય નાગરિકતા હોવી જોઈએ.

*ફિઝિક્સ મેથ્સ સાથે ધોરણ ૧૨ પાસ હોવું જરૂરી.

*બારમા ધોરણમાં 50% આવશ્યક.

*ઇંગલિશ સારુ જરૂરી.

*હાઈટ ઓછામાં ઓછી પાંચ ફૂટ હોવી જોઈએ.

*આંખોનું વિઝન સારું હોવું જોઈએ.

*માનસિકની સાથે શારીરિક રૂપથી પણ સ્વસ્થ હોવો જોઇએ.

*સીડીએસઈ, એનસીસી સ્પેસ એન્ટ્રી અને એએફસીઈટી કેન્ડિડેટનું સ્નાતક હોવું જરૂરી. સીડીએસ પરીક્ષા માટે એન્જિનિયરીંગ ડિગ્રી ધરાવતા પણ અપ્લાય કરી શકે છે.

શું હોય છે એજ લિમિટ :

* એનડીએ પરીક્ષા માટે ૧૯ વર્ષ સુધી એપ્લાય કરી શકાય છે.

* સીડીએસઈ, એનસીસી સ્પેસ એન્ટ્રી અને એએફસીઈટી માટે 24 વર્ષ સુધી અપ્લાય કરી શકાય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!