પૂર્વ સૈનિકોએ કહ્યું – અમને બોર્ડર પર મોકલો મોદીજી, 40 નાં બદલે 4 હજારને મારીશું – વાંચો વિગત

જમ્મૂ-કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં CRPF નાં કાફલા પર થયેલ આતંકવાદી હુમલાથી હિમાચલનાં નિવૃત સૈનિકોમાં ભારે રોષ છે. જિલ્લા કાંગડાનાં લંજમાં પૂર્વ સૈનિકોએ સડક પર ઉતરીને પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવ્યા હતાં. પૂર્વ સૈનિક લીગના પ્રધાન કેપ્ટન કપૂર ગુલેરિયાએ કહ્યું – દેશની જનતાને 40નાં બદલે 4 હજાર જોઈએ, સરકાર ઈચ્છે તો અમને પાછા બોલાવે. તેમણે કહ્યું કે અમે અમારા સાથીઓનો બદલો લઈશું.

અને મિત્રો કહેવાય છે ને કે, સૈનિક કોઈ દિવસ નિવૃત થતો જ નથી. જવાન હંમેશા જવાન જ રહે છે. આપણાં દેશના રિટાયર્ડ થઈ ગયેલ જવાનો આજે પણ મા ભોમની રક્ષા માટે પોતાનાં પ્રાણ ન્યોછાવર કરવા માટે તત્પર છે. આને જ કહેવાય દેશભક્તિ.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને દેશની તમામ સ્કૂલ-કોલેજનાં વિદ્યાર્થીઓએ શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન વિદ્યાર્થીઓમાં પણ ભારેલો અગ્નિ જોવા મળ્યો હતો. CRPF નાં જવાનો પર થયેલ હુમલાની દેશભરમાં નિંદા થઈ રહી છે. ડેપ્યુટી કમિશનર કુલ્લુ યુનુસે કહ્યું કે, શહીદ થયેલ જવાનોના સન્માનમાં સમગ્ર જિલ્લામાં આખું અઠવાડિયુ કોઈ સાંસ્કૃતિક કે અન્ય પ્રકારના કાર્યક્રમો નહીં થાય. આ અંગે દરેક સરકારી કચેરી અને સંસ્થાઓને આદેશ મોકલી આપ્યા છે.

આ હુમલા બાદ SFI ની શિમલા શહેરી બ્રાન્ચે પણ ઘણું દુઃખ વ્યક્ત કર્યું છે. હુમલામાં શહીદ થનાર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોટશેરા, સંજૌલી કોલેજ અને RKMV માં જુદા-જુદા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.

વિદ્યાર્થી નેતાઓએ કહ્યું કે, આ દુઃખદ ઘડીમાં સમગ્ર દેશ શહીદોનાં પરિવાર સાથે છે. SFIએ કેન્દ્ર સરકાર પાસે આ હુમલા સામે કડક પગલાંની માંગ કરી છે અને સાથે જ કહ્યું છે કે આતંકવાદને પ્રોત્સાહન આપતા સંગઠન અને દેશની સામે સખત કાર્યવાહી કરવા કહ્યું છે.

શિમલા શહેરી અધ્યક્ષ આકાશ પાલસરા અને સચિવ અનિલ ઠાકુરે જણાવ્યું કે, દેશના દરેક યુવાનમાં આ હુમલા અંગે આક્રોશ છે. યુવાન હવે આતંકીઓને એની ભાષામાં જવાબ આપવા માંગે છે. હુમલા બાદ સમગ્ર દેશ અને એમની લાગણી સામે આવી છે. દેશમાં બધી જગ્યાએ અને દરેક ધર્મના લોકો શહીદોને જુદી-જુદી રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

કોઈક પોતાના દિકરા-દિકરીનાં લગ્ન મોકૂફ રાખી રહ્યા છે, કોઈક શહીદોનાં પરિવારને આર્થિક મદદ કરી રહ્યા છે, કોઈક કેન્ડલ માર્ચ અને રેલીનું આયોજન કરી રહ્યા છે. આખો દેશ એકસાથે છે..

હવે કાયર અને નમાલા આતંકીઓનો વારો છે…..એ વાત તો નક્કી. ભારત માતા કી જય.

Leave a Reply

error: Content is protected !!