આ ટ્વિટ માં એવું શું લખેલું છે જેને લીધે રાતોરાત ભારતીય રેલ સેવા ના વખાણ થવા લાગ્યા – વાંચો

તમે કોઈને તમારી સમસ્યા જણાવો અને તાત્કાલિક એનું સોલ્યુશન થઈ જાય, તો તનને કેટલો આનંદ થાય…? કદાચ આ તો શબ્દોમાં વ્યક્ત થશે જ નહીં. જી હાં, ઇન્ડિયન રેલવે આવું જ કંઈક કરી રહી છે. ઈન્ડિયન રેલવે છેલ્લા કેટલાક વર્ષોથી ટ્વિટરનાં માધ્યમથી મુસાફરોની સમસ્યાઓનું સમાધાન કરી રહ્યું છે અને આ ખૂબ જ ચર્ચામાં પણ છે. ભાઈ, આ પહેલા જ્યાં હજારો ફરિયાદ કરવા છતાં તમારૂ કામ નહોતું થતું, ત્યાં હવે એક ટ્વિટ માત્રથી તમારૂ કામ થઈ રહ્યું છે. આ તો સોને પે સુહાગા થઈ ગયું. તો ચાલો જાણીએ કે, અમારા આજનાં આ આર્ટિકલમાં શું છે ખાસ?

વિત્યા દિવસોમાં સોશિયલ મીડિયા પર ઇન્ડિયન રેલવેનાં ખૂબ વખાણ થઈ રહ્યા છે આના પાછળ ફક્ત એક ટ્વિટ કારણભૂત છે. આ ટ્વિટ રેલવેતંત્ર તરફથી નથી કરવામાં આવ્યું, પણ એક મુસાફરે પોતાને મળેલ મદદ માટે કર્યું છે. રેલવે યાત્રીનું ટ્વિટ જોઈને રેલ મંત્રાલયે તાત્કાલિક મદદ કરી અને એના કારણે ખૂબ વાહ વાહી થઈ રહી છે. દરેક જણ રેલવેનાં આ કાર્યથી ખુશ છે. તો ચાલો જાણીએ કે સમગ્ર હકીકત શું છે?

શું છે સમગ્ર ઘટના ?

13 જાન્યુઆરીનાં રોજ વિશાલ ખાનાપુરે નામના એક યાત્રીકે રેલ મંત્રાલય અને પીયૂષ ગોયલને ટેગ કરીને એક ટ્વિટ કર્યું. આ ટ્વિટમાં એણે પોતાની મહિલા દોસ્ત માટે મદદ માંગી, જે HOSPET પેસેન્જર દ્વારા મુસાફરી કરી રહી હતી. ટ્વિટમાં વિશાલે લખ્યું કે ઇમરજન્સી છે, પ્લીઝ મદદ કરો. હકીકતમાં રેલવે સફર દરમિયાન મહિલાને ખૂબ જ અસહ્ય દુઃખાવો થવા લાગ્યો અને એની પાસે કોઈ દવા પણ નહોતી. જેના કારણે તે દર્દથી પીડાઈ રહી હતી. પ્રાપ્ત સૂત્રોનું માનીએ તો આ દર્દ પીરીયડ્સનું હતું અને મહિલા પાસે કોઈપણ પ્રકારનો ઉપાય નહોતો.

વિશાલે કરેલ ટ્વિટ :

મહિલાનો દુઃખાવો જોઈને યાત્રીએ ટ્વિટ કરતા લખ્યું કે, આ એક ઇમરજન્સી છે, કૃપા કરી મદદ કરો. મારી દોસ્ત ટ્રેન નંબર 56090 (બેંગલુરુ થી બરેલી) નાં કોચ નં-S7 માં સફર કરી રહી છે અને તેણીનો સીટ નંબર 37 છે. આ સાથે જ વિશાલે આગળ લખ્યું કે, મહિલાને ખૂબ જ વધુ દુઃખાવો થઈ રહ્યો છે, મહેરબાની કરીને એમને કોઈક દવા ઉપલબ્ધ કરાવો.

જેથી એને આ દુઃખાવામાંથી છુટકારો મળે. વિશાલનું આ ટ્વિટ જોતા જ રેલવેએ તાત્કાલિક પગલાં લીધા અને મહિલાને મદદ કરી.

રેલવેતંત્રનો તાત્કાલિક રીપ્લાય:

રેલવે તંત્રએ ફક્ત 13 મિનિટમાં મદદ પહોંચાડી :
વિશાલનાં ટ્વિટ કર્યા પછી રેલવેએ 13 મિનિટની અંદર જ રીપ્લાય કર્યો અને એમણે મહિલાનો PNR અને મોબાઈલ નંબર માંગ્યા, ત્યારબાદ રેલવેતંત્રએ એ મહિલાને મદદ પહોંચાડી. લોકો વિશાલનાં પણ ખૂબ વખાણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, લોકો વિશાલને ખૂબ-ખૂબ થેન્કયું લખી રહ્યા છે. કારણ કે એણે એક મહિલાની ઇમરજન્સી સમજીને એની મદદ કરી સાથે જ ઈન્ડિયન રેલવેની આ સરાહનીય કામગીરી બદલ લોકો એમની પણ જોરશોરથી ચર્ચા અને વખાણ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે સુરેશ પ્રભુ રેલવે મંત્રી હતા ત્યારે પણ ટ્વિટરનાં માધ્યમ દ્વારા ઘણા રેલવે યાત્રિકોને આવો સુખદ અનુભવ થયો હતો. જેમાંથી એક મુસાફરનો સુખદ અનુભવ આ રહ્યો :

દ્વારકાના રજનીકાંત જોષી હરિદ્વાર-ઓખા ઉત્તરાખંડ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતાં. હરિદ્વારથી સવારે મુસાફરી શરૂ કર્યા પછી બીજા દિવસ સુધીની સફરમાં આ સુપરફાસ્ટ ટ્રેનના રિઝર્વેશન કોચમાં ટોયલેટમાં બ્લોકેજના કારણે તથા સફાઈના સદંતર અભાવને લીધે સમગ્ર બોગીના ટોયલેટ્સ બિનઉપયોગી બની ગયા હોવાથી સફાઈ અંગે રજનીકાંતે રેલવે મંત્રી સુરેશ પ્રભુના ટ્વિટર એકાઉન્ટ પર ફોટા સાથે કમ્પ્લેઈન કરી હતી. રજનીકાંતના આશ્ચર્ય વચ્ચે મિનિટોમાં જ પછીના સ્ટેશન રાજકોટ જંકશનમાં રેલવે વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતાં અને સમગ્ર ટ્રેનમાં સફાઈની કાર્યવાહી કરવામાં આવી હતી. વાહ !.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ મદદ ભર્યો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો કમેન્ટ અને શેર કરો

Leave a Reply

error: Content is protected !!