2016ની સર્જીકલ સ્ટ્રાઈક કરતાં આ વખતની સ્ટ્રાઈક વધુ મોટી કેમ… આ ૩ કારણો તમે વિચાર્યા પણ નહિ હોય

પુલવામાંના આતંકી હુમલા પછી દેશભરમાં ફાટી નીકળેલા રોષ પછી મંગળવારે વહેલી સવારે કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈકે દેશવાસીઓનું આત્મબળ વધ્યું છે. વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પછી આ પહેલી વખત હતું કે ભારતીય યુદ્ધ વિમાનોએ પાકિસ્તાનની સીમા પ્રદેશમાં પ્રવેશ કર્યો હોય. વર્ષ 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન પણ ભારતે યુદ્ધ વિમાનોએ સરહદ પાર કરી ન હતી.
14 ફેબ્રુઆરીના રોજ પુલવામાના આતંકી હુમલામાં સીઆરપીએફના 42 જવાનો શહીદ થયા પછી આ ઘટનાને 12 દિવસ પછી ભારતે બદલો લીધો છે. પાકિસ્તાનના બાલાકોટ અને પીઓકેના બે અન્ય વિસ્તારો મુજફ્ફરાબાદ અને ચકોટી પર હુમલો કર્યો છે.
આ સર્જીકલ સ્ટ્રાઈક 2.0 દરમિયાન એક ડઝન ભારતીય મિરાજ 2000 ફાઈટર પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉરી અટૈક પછી સપ્ટેમ્બર 2016માં કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈકની સરખામણીમાં આ સર્જીકલ સ્ટ્રાઈક કરવાનો નિર્ણય ખૂબ મજબૂત અને મોટો કેમ છે તેના અનેક કારણો છે.
પહેલું કારણ એ કે પ્રથમ સર્જીકલ સ્ટ્રાઈક ૨૯ સપ્ટેમ્બરના રોજ ઉરીમાં થયેલા આતંકી હુમલાના ૧૧ દિવસ પછી કરવામાં આવી હતી. ઉરી હુમલામાં ભારતીય સેનાના 11 જવાનો શહીદ થયા હતા. જે પછી થયેલી સર્જીકલ સ્ટ્રાઈક એલ.ઓ.સી પાસેના જ કુપવાડા અને પૂંછથી થોડાક દૂર અંતરે હતી.
જ્યારે મંગળવારે થયેલી સર્જીકલ સ્ટ્રાઈક માત્ર પીઓકેના મુઝફ્ફરાબાદ અને ચકોટી સહિત પાકિસ્તાની વિસ્તારની અંદર જઈને બાલાકોટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. વિશ્વના કોઇ પણ દેશ અન્ય કોઈ દેશની સીમામાં ઘૂસવા માટે સો વખત વિચાર કરશે, કારણ કે આવું કરવું એ એક યુદ્ધની નિશાની સમાન છે.
બીજું કારણ આ હુમલામાં જે બોમ્બનો ઉપયોગ થયો તે.. આ કારણથી સર્જીકલ સ્ટ્રાઈક 2.0ને પહેલી સર્જીકલ સ્ટ્રાઈકથી ખૂબ મોટી માનવામાં આવે છે. આ હુમલામાં જે હથિયારો અને બોંબનો ઉપયોગ થયો તે પહેલા કરતા વધુ ખતરનાક હતા. સુત્રો અનુસાર, આ હુમલામાં અંદાજે ૧૦૦૦ કિલો લેઝર ગાઈડેડ બોમ્બનો મારો જૈશના નિયંત્રણ ધરાવતા વિસ્તારમાં ચલાવવામાં આવ્યો હતો.
આ હુમલાને પગલે અંદાજે 200 આતંકીઓ મોતને ભેટયા હોવાનું સામે આવી રહ્યું છે. જો કે હજુ સુધી અધિકૃત રીતે આંકડાઓ સામે આવ્યા નથી. જ્યારે પહેલી સર્જીકલ સ્ટ્રાઈકમાં 50 આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો.
ત્રીજું કારણ એ છે કે આ સ્ટ્રાઈક પાકિસ્તાનની જમીન પર પાકિસ્તાનની તરફથી ખૂબ ધ્યાન રાખવામાં આવતું હોવા છતાં પણ શક્ય બની. પાકિસ્તાની એર સ્ટાફના ચીફ મુજાહિદ અનવર ખાને બે દિવસ પહેલા જ કહ્યું હતું કે પાકિસ્તાની એરફોર્સ દુશ્મનના કોઈ પણ મનસૂબાને કામયાબ થવા નહીં દે. તેમ છતાં પણ ભારતે આ ઓપરેશન પાર પાડ્યું.
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.