આજે મૌની અમાસના દિવસે બની રહ્યો છે દુર્લભ સંયોગ : આટલું ધ્યાન અચૂક રાખજો

મૌની અમાસનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે અને કહેવામાં આવે છે કે આ દિવસે કરેલું દાન ઈચ્છિત ફળ આપે છે. જેને લીધે આ દિવસે લોકો દ્વારા અનેક ચીજ વસ્તુઓનું દાન કરવામાં આવે છે અને આ દિવસે તલનું દાન ઘણું મહત્વ રહેલું છે. મૌની અમાસના દિવસે ઘણા લોકો મૌન વ્રત પણ રાખે છે અને તે લોકો કોઈ પણ ચીજ વસ્તુનું સેવન કરતા નથી. આ વર્ષે અમાસના દિવસે જ અર્ધકુંભના ત્રીજા સ્નાનનો સંયોગ પણ બની રહ્યો છે. તેથી આ દિવસે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું ઘણું લાભદાયી નીવડે છે.

આ વર્ષે ક્યારે આવે છે મૌની અમાસ :

આ વર્ષે મૌની અમાસ ૪ ફેબ્રુઆરીના દિવસે એટલે કે સોમવારે આવી રહી છે. જો કે આ અમાસ 3 ફેબ્રુઆરીએ 11 ને 50 મિનીટ પર શરૂ થઈ જશે અને ૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. જો કે લોકો દ્વારા ૪ ફેબ્રુઆરીના રોજ વ્રત રાખવામાં આવશે અને આ જ દિવસે સ્નાન કર્યા પછી દાન-પુણ્ય કરવામાં આવશે.

શું કરવામાં આવે છે મૌની અમાસના દિવસે? :

મૌની અમાસના દિવસે સૌથી પહેલા ઊઠીને સ્નાન કરવામાં આવે છે અને પછી પૂજા કરવામાં આવે છે. પૂજા કર્યા પછી લોકો દાન-પુણ્ય કરે છે. તમે ઇચ્છો તો આ દાન મંદિરમાં જઇને પણ કરી શકો છો અથવા તો કોઈ ગરીબને સીધું જ આપી શકો છો.

આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અનેરૂ મહત્વ રહેલું હોય છે અને કહેવામાં આવે છે કે આ દિવસે સ્નાન કરવાથી અનેકગણું પુણ્ય મળે છે. આ દિવસે મૌન વ્રત રાખવાથી મનની તમામ ઈચ્છા પૂરી થઈ જાય છે. જેને લીધે અનેક લોકો આ દિવસે મૌન વ્રત પણ રાખે છે.

આ દિવસે વસ્ત્રદાન, ખાવાની ચીજ વસ્તુઓનું દાન, ફળ અને તલનું દાન કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે તલનું દાન અવશ્ય કરવું જોઈએ. તમે ઈચ્છો તો તલની બનેલી કોઈ મીઠાઈ અથવા તો તલનું દાન કરી શકો છો.

મૌની અમાસના દિવસે ભૂલથી પણ ન કરવું આ કામ :

કોઈ પણ સુમસામ જગ્યા પર ન જવું :

મૌની અમાસના દિવસે રાત્રિના સમયે કોઈ પણ ચોકમાં ન જવું. સાથે જ આ દિવસે કોઈ પણ સુમસામ અથવા તો સ્મશાનઘાટ જેવી જગ્યા ઓછી પણ દૂર રહેવું.

પીપળાના વૃક્ષને સ્પર્શ ન કરવો :

અમાસના દિવસે અનેક લોકો દ્વારા પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. કારણ કે આ દિવસે આ વૃક્ષની પૂજા કરવી ઘણી લાભદાયી માનવામાં આવે છે. પરંતુ પૂજા કરતી વખતે પીપળાના વૃક્ષના સ્પર્શથી દૂર રહેવું. કારણ કે હિંદુ ધર્મ અનુસાર આ વૃક્ષને માત્ર શનિવારના દિવસે જ સ્પર્શ કરવો જોઈએ અને આ વખતે અમાસ સોમવારના દિવસે આવી રહી છે. એટલે આ વૃક્ષને અડક્યા વગર જ પૂજા કરવી.

માંસનું સેવન ન કરવું :

મૌની અમાસના દિવસે જો કોઈવ્રત રાખે છે, તો તેના ઘરના તમામ લોકોએ માંસના સેવનથી દૂર રહેવું જોઈએ અને સાથે જ કોઈ જીવ-જંતુઓને પણ મારવા ન જોઈએ.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!