ઇઝરાયલ બોર્ડર પર સુરક્ષા માટે સૈનિકોને નહીં પણ રાખે છે આ વસ્તુ, દુશ્મનો પણ રહે છે એનાથી દૂર…

ભારતમાં અવારનવાર થતા આતંકી હુમલા પાછળ ક્યાંકને ક્યાંક સરહદ પરની સુરક્ષામાં ચૂક હોવાનું સામે આવતું રહ્યું છે. તેથી દેશની સુરક્ષા માટે સરહદ પર સુરક્ષાનો કડક જાપતો હોય તે આવશ્યક છે. દેશવાસીઓ સુરક્ષિત મહેસૂસ કરશે તો જ દેશનો વિકાસ આગળ ધપશે. ભારતની જેમ જ ઇઝરાયલમાં પણ આવી જ આતંકી પ્રવૃત્તિની સમસ્યા હતી.

જેને પગલે ઇઝરાયેલે પણ પોતાના અનેક જવાનો ગુમાવ્યા .છે પરંતુ ઈઝરાયલ પોતાની બુદ્ધિ-પ્રતિભા માટે દુનિયાભરમાં જાણીતું છે. તેમણે પોતાની બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરીને સરહદ પર સૈનિકોની જગ્યાએ એક એવી વસ્તુ રાખી છે. જેનાથી દુશ્મનો સો ફૂટ દૂર રહે છે. ભારત પણ ઇઝરાયેલ પાસેથી આવી જ ટેકનીક લઈને પાકિસ્તાનમાં ઉછરતા આતંકીઓના દાંત ખાંટા કરવા માગે છે.

ઇઝરાયેલ સરહદ પર એવી સુરક્ષાનો ઇંતજામ કર્યો છે કે દુશ્મનો હવે ઘૂંષણખોરી કરવાનું સપનામાં પણ વિચારતા નથી. જેને પરિણામે વર્ષ 2014માં ઘૂસણખોરીના 200 બનાવો, 2015માં 213 અને 2016માં આ સંખ્યા ઘટીને 100 જેટલી થઈ ગઈ હતી.

ઈઝરાયેલે પોતાના જવાનોની શહિદી અટકાવવા અને પોતાની સરહદની કડક સુરક્ષા માટે રોબો ગાર્ડસ મૂક્યા જે. જી, હા એક હજાર આંખો કરતાં પણ વધારે બાજ નજર ધરાવતા આ રોબો ગાર્ડસ ઈઝરાયેલની સરહદ પર તૈનાત છે.

આ રોબો ગાર્ડસમાં મનુષ્યના ચહેરાને ઓળખવા માટેના સેન્સર લગાવવામાં આવ્યા છે. શંકાસ્પદ અથવા તો મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને તરત જ ઓળખવાની ક્ષમતા પણ તેમાં આવેલી છે. સરહદ પર ટળવળતા ખતરાને અગાઉથી જ ઓળખી શકતા રોબો ગાર્ડસ રડારથી મોર્ટાર અને મિસાઈલ હુમલાની જાણકારી પણ અગાઉથી મેળવી લે છે.

રોબો ગાર્ડસ રડારની મદદથી સંદિગ્ધ જોખમથી પણ નિપટી લે છે ત્યારે એન્ટેના બોર્ડર ફોર્સને કંટ્રોલ રૂમ સાથે જોડી રાખે છે અને તેમાં લગાવેલો કેમેરા 360 ડિગ્રી ફરીને તમામ હિલચાલને કેદ કરે છે.

રોબો ગાર્ડસ અંડરગ્રાઉન્ડ સુરંગ અને એલઈડીને પણ પકડી શકે છે. સરહદ પર કોઈ રૈકી કરતું હોય તો આ રોબો ગાર્ડસ કયો શખ્સ બોર્ડર પાસે કેટલી વખત આવ્યો તે પણ કેપ્ચર કરી શકે છે. લાઈવ વિડિયોને લીધે સરહદ પર થતી હિલચાલને લાઈવ નિહાળી શકાય છે.

રોબો ગાર્ડસમાં લગાવેલા સેન્સરને લીધે સરહદ પાસે આતંકવાદી કે મોસ્ટ વોન્ટેડના ચહેરાને ઓળખી લઈ તેનો મેસેજ તુરંત જ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે. મેસેજ મળતાં જ ઈઝરાયેલની કોમ્બેટ ટીમ પોતાની કામગીરી શરૂ કરી દેશે. ભારત પણ આ ટેકનિકનો ઉપયોગ પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશની સરહદ પર કરવા માંગે છે. ભારત પાકિસ્તાન સરહદ પર ફેન્સીન્ગ માટે ઈઝરાયેલની આધુનિક ટેકનોલોજીની મદદ લઈ રહ્યું છે.

આ રોબો ગાર્ડસ સૈનિકોની જેમ પગ પર ચાલી શકતું નથી પણ બોમ્બ કે હથિયારોથી સજ્જ આતંકવાદી હિંમત નથી કે તે રોબો ગાર્ડસની હાજરીમાં ઈઝરાયેલની ધરતી પર પગ મૂકે. સરહદની સુરક્ષા મામલે અનેક દેશો સ્માર્ટ ફેન્સીન્ગનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ ઈઝરાયેલની આ ટેકનોલોજી અનેક ડગલાં આગળ છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!