આ કારણ છે જેથી જાપાનીઝ લોકો ક્યારેય જાડા (મોટા) નથી થતા – લગભગ કોઈને નહિ ખબર હોય

મિત્રો જીવનમાં સ્વસ્થ અને ફીટ રહેવું ખુબ જરૂરી છે અને ઘણા લોકો સ્વસ્થ રેવા કાંઈક ને કાંઈક કરતા જ હોય છે, અમુક દેશના લોકો હેલ્દી અને ફીટ રહે છે પણ તમે જોયું હશે કે જાપાનના લોકો સૌથી વધુ હેલ્દી અને ફીટ રહે છે. તેનું કારણ શું હોઈ શકે? કેમ કે અહીંના લોકો ખાવા પીવામાં ખુબ ધ્યાન રાખે છે અને તે ખાવા પીવાની ટેવ સરખી જ જાળવી રાખે છે. તેથી જ તે આટલા હેલ્દી અને ફીટ રહે છે. તો ચાલો વિગતે ચર્ચા કરીએ.

એક રીસર્ચ દ્રારા જાણવા મળ્યું છે કે અમેરિકામાં અંદાજે ૩૫ % ઓબેસીટી રેટની સરખામણીમાં જાપાનમાં ઓબેસીટી રેટ ૩ % છે. હવે તમને પણ એવો વિચાર આવતો હશે કે જાપાની એવું તો શું ખાય છે કે હંમેશા હેલ્દી જ રહે છે અને જાડા પણ નથી થતા. તો આજે વાત કરીએ કે તે લોકો શું ખાય છે કે તે હંમેશા હેલ્થ રહે છે.

૧. તાજો ખોરાક વધુ ખાવો : જાપાનના લોકો પોતાના આરોગ્યને ધ્યાનનું રાખવા માટે પડતર અથવા વધુ સમયથી પડેલ ફૂડ ની જગ્યાએ તાજા ફૂડ વધુ ખાય છે. કેમ કે, પ્રોસ્ટેડ ફૂડમાં પ્રીર્ઝવેટીવ્સ, કેમિકલ્સ અને ઓઈલ વધુ હોય છે. જેનાથી લોકો જાડા થઇ શકે છે. તેથી હંમેશા તાજું ખાવાનું રાખો.

૨. રીફાઈંડ ફૂડ અને ગળ્યું ખાવાનું ટાળો : જાપાનના લોકો મોટા ભાગે ગળ્યું અને રીફાઈંડ ફૂડ ખાવાનું ઓછુ પસંદ કરે છે કેમ કે, આદતથી એમ્પ્ટી કેલેરીઝથી બચી શકાય છે. અને શરીરના ફરતે એટલે કે કમર અને પેટ ની સાઈડમાં આજુબાજુ વધારાની ચરબી જામતી નથી.

Image result for japanese food

૩. વરાળમાં અથવા ધીમા તાપથી પકવેલ ખોરાક લેવો : જાપાની લોકો કાંઈક અલગ જ ખાવાનું પસંદ કરે છે કેમ કે, તે લોકો ઓછા તાપમાં પકવેલ અથવા વરાળમાં તૈયાર થયેલ ખોરાક ખાવાનું વધુ પસંદ કરે છે. એવું કરવાથી તેમના ડાયટમાં ફેટ નથી વધતું, અને વજન પણ માપમાં જ જળવાઈ રહે છે. અને તે ઓછુ ખાવાનું રાખે છે તેથી મેટાબોલીઝમ અને ડાઈજેશન વધુ સારું રહે, અને કેલેરી ઝડપથી ઓગળે છે.

૪. ખાવાનું ઓછુ રાખવું : ભારતના લોકો કદાચ ભૂખ થી પણ વધુ ખાઈ લેતા હોય છે પરંતુ જાપાનના લોકો ભૂખથી લગભગ 80 ટકા ખાવાનું ખાય છે.

૫. કાચા સલાડ અને સી ફૂડવધુ ખાવા : જાપાનના લોકો વજન ઓછુ કરવામાં મદદ કરે એવો ખોરાક ખાવાનું વધુ પસંદ કરે છે. અને તે સી ફૂડ પણ વધુ ખાવાનું પસંદ કરે છે, તેથી તેમાં એમાં રહેલા ઓમેગો-૩ ફેટી એસીડ એમને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

Image result for salad

૬. હેલ્દી ચા પીવી : જાપાની લીકોની ખાવા પીવાની વાત જ અલગ છે ગ્રીન ટી જાપાની લોકોની જ પસંદ છે. તેથી ખાસ કરીને ચરબી ઝડપથી ઓગળે છે અને મોટાપા પર કંટ્રોલ કરી શકાય છે તેથી હેલ્દી ચાનું સેવન કરવું જરૂરી છે.

૭. નાસ્તો વધુ કરવો : જાપાની લોકો નાસ્તો વધુ કરે છે તમને નવાઈ લાગશે કે એવું કેમ ? જી હા, જાપાની લોકો હેવી બ્રેકફાસ્ટ કરે છે, એવું કરવાથી આખો દિવસ ભૂખ ઓછી લાગે છે અને વધુ ખાવાથી બચી શકાય છે.

૮. નાની પ્લેટમાં ખાવું : તમને વાંચીને વિચાર આવશે કે પ્લેટ ની સાઈઝ થી ખાવામાં શું ફરક પડે? પણ જાપાની લોકો નાની પ્લેટમાં ધીમે ધીમે ખાઈ છે કેમ કે, આવું કરવાથી પાચન થવાનો પૂરો સમય મળી જાય છે અને ચરબીમાં વધારો થતો નથી.

૯. બેસીને નિરાતે ખાવું : સામાન્ય રીતે બધા લોકો બેસીને જ જમતા હોઈ છે પરંતુ જાપાનના લોકો ખાસ બેસીને જ ખાવાનું પસંદ કરે છે કેમ કે આવું કરવાથી પાચન સારું રહે છે. અને ચરબી જમા થતી નથી, જાપાનના Metabo Law મુજબ દરેક પુરુષ અને સ્ત્રીની કમરની સાઈઝ નક્કી કરવામાં આવી છે. તેથી વધુ ન હોવી જોઈએ.

Image result for japan metabo law

મિત્રો તમે જાણો છો કે ભારતના સરકારી કર્મચારી નો પગાર ચાલુ થતા જ તેના મોટાપામાં ખુબ વધારો થાય છે કેમ કે તેનું જીવન આરામ વરુ થઇ જાય છે, પણ જાપાનમાં એવું બિલકુલ નથી જાપાનમાં (Metabo Law) મુજબ એક સ્લેક તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ૪૦ વર્ષથી વધુ ઉંમરના પુરુષોની કમર ૩૩.૫ ઇંચથી વધુ અને મહિલાની ૩૫.૪ હોવી જોઈએ.

જો કે, આવું ન હોય તો તેની પશેથી કોઈ દંડ લેવામાં નથી આવતો પણ તેને હેલ્દી અને ફીટ રહેવાની ટીપ્સ આપવામાં આવે છે, અને જો એવું કહીએ કે જાડા થવું ગેરકાયદેસર છે તો પણ ખોટું નથી.

મિત્રો ‘જ્ઞાન સાથે ગમ્મત’ના આ આર્ટીકલમાંથી કાઈ જાણવા મળ્યું હોઈ તો તમારા મિત્રો સાથે આ ટીપ્સ શેર કરવાનું ભૂલતા નઈ…

Leave a Reply

error: Content is protected !!