જો ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણું યુદ્ધ થાય તો શું થાય?? – કલ્પી પણ ના શકાય એ વિગત વાંચો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવગ્રસ્ત વાતાવરણને લીધે સોશિયલ મીડિયા પર બન્ને દેશનાં લોકોએ પરમાણું હથિયારો વિશે જાત-ભાતની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર એવા ઘણા યુઝર્સ છે કે જે વધુ જાણકારી વગર પોતપોતાનાં દેશ માટે પરમાણું હથિયાર વિશે મોટી-મોટી વાતો કરી રહ્યા છે. તેઓ આ વિશે પોસ્ટ, કમેન્ટ અને ટ્વિટ કરી રહ્યા છે પરંતુ શું ખરેખર તેઓ એ વાત જાણે છે કે, જો પરમાણુ યુદ્ધ થાય તો એનું પરિણામ શું આવે?

ઍલેક્સ વેલરસ્ટીન, હાર્વર્ડથી ભણેલા ઈતિહાસકાર છે અને પરમાણું હથિયારોનાં ઈતિહાસમાં સ્પેશ્યલાઇઝ છે અને એમની વેબસાઈટ ઉપર પરમાણુ પ્રભાવનાં ઉદાહરણો પણ ઉપલબ્ધ છે. આ નમૂનાઓમાં ગૂગલ મેપનાં ઈન્ટીગ્રેશનનો ઉપયોગ કરીને ડેટા પોઈન્ટને દર્શાવવામાં આવ્યા છે, કે જ્યાં વર્ષ 1939થી પરમાણુ વિસ્ફોટકને એકત્રિત કરવામાં આવ્યા છે.

આ લિસ્ટમાં ભારતનાં સૌથી મોટા પરીક્ષણ પરમાણુ હથિયાર 65 કિલોટન બૉમ્બ અને પાકિસ્તાનનાં સૌથી મોટા પરીક્ષિત પરમાણું હથિયાર 45 કિલોટનનો પણ ઉલ્લેખ છે. આ પરમાણુ હથિયાર ઘણા મોટા છે, જે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાનનાં નાગાસાકી પર અમેરિકાએ છોડ્યા હતાં.

ભારતનો 65 કિલોટન પરમાણુ બૉમ્બ પાકિસ્તાનનાં કરાચી ઉપર ફેંકવામાં આવે તો શું થાય?

આ સિમ્યુલેટર (નમૂના) દર્શાવે છે કે, જો ગ્રાઉન્ડ ઝીરો કરાચીની શર્રાફા બઝાર છે તો આ ધડાકામાં અંદાજે 6,41,620 થી વધુ લોકો મૃત્યુ પામે. જેમાં ઘાયલોની સંખ્યા આશરે 15,41,620 થશે. જોકે આ ફક્ત એક અનુમાન છે.

આ મોડેલ પરમાણુ ધડાકાની માનવીય અસરને પણ દર્શાવે છે. આ મોડેલ ગુગલ પ્લેસ એ.પી.આઈ સર્ચ દ્વારા કાર્ય કરે છે, જે ગ્રાઉન્ડ ઝીરો લોકેશનની પાસેનાં સ્થળને દેખાડે છે. આ તે જ અલગોરીધમ પર કામ કરે છે કે જેના પર ગૂગલ મેપ ચાલે છે. જ્યાં તમે કોઈ રેસ્ટોરન્ટ કે પેટ્રોલ પમ્પની માહિતી પણ મેળવી શકો છો. આ સર્વિસમાં તમે હોસ્પિટલ કે ફાયર સ્ટેશનની જાણકારી પણ પ્રાપ્ત કરી શકો છો. આ આખા વેરીએબલ સાથે જો તમે ભારત અને પાકિસ્તાન પરમાણુ યુદ્ધ તરફ નજર નાખો તો બન્ને તરફ 6-6 લાખ લોકોની જીંદગી ખત્મ થવાની સંભાવના રહેલી છે.

અને જો પાકિસ્તાન ભારત ઉપર પરમાણુ હુમલો કરે તો?

આ જ રીતે, જો પાકિસ્તાન પોતાનાં 45 કિલોટનનાં પરમાણુ હથિયારથી નવી દિલ્હી પર હુમલો કરે તો સિમ્યુલેટરનાં હિસાબથી આ પણ વધુ ભયાનક હશે. પાકિસ્તાનનો પરમાણુ બૉમ્બ જો કનોટ પ્લેસ પર પડે તો લગભગ 6,56,070 લોકોનાં જીવ જવાની સંભાવના છે અને 15,28,490 થી વધુ લોકો ઘાયલ થાય. ઉપરાંત આ હુમલાને કારણે જામા મસ્જીદ, જૂનો કિલ્લો, સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવન જેવી ઇમારતોની જગ્યાએ વિરાન મેદાન થઈ જાય.

આ સિમ્યુલેટર રેડિએશન રેડિયસ, એર બ્લાસ્ટ રેડિયસ અને થર્મલ રેડિએશન રેડિયને પણ ગણતરીમાં લે છે જેનાથી થર્ડ ડીગ્રી બર્ન થાય છે. પરમાણુ બૉમ્બ કોઈપણ જગ્યાએ પડે એની અસરો ખૂબ જ વિનાશકારી હોય છે.

જાપાનનાં નાગાસાકી અને હીરોશીમામાં આજે પણ બાળકો ખોડખાંપણવાળા જન્મે છે. આજે પણ ત્યાંની જમીન એકદમ બંજર પડી છે, કે જ્યાં એક તણખલું પણ નથી ઊગતું. એટલે હવે જ્યારે પણ પરમાણુ બૉમ્બની વાત કરો ત્યારે એકવાર એની ભયાનક અને વિનાશકારી અસરો વિશે ચોક્ક્સ વિચારજો. આવા યુદ્ધમાં લગભગ કોઈનું ભલું નથી થતું.

ભયાનક દ્રશ્યો :

નોંધ : આ લેખમાં જે ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ છે એ નાગાશાકી અને હીરોશીમાનાં ફોટો છે. જેમાં પરમાણું બોમ્બની વિનાશકારી અસરો જોઈ શકાય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહીતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો કેમેન્ટ અને શેર કરો.

Leave a Reply

error: Content is protected !!