Ferrari અને Bentleyને ટક્કર આપે છે ટાટાની આ લક્ઝુરિયસ કાર – કીમત ફક્ત રુ…..

લક્ઝુરિયસ કાર એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ બજેટને કારણે અનેક લોકોનું આ સપનું માત્ર સપનું જ રહી જતું હોય છે. પરંતુ હવે દેશની જાણીતી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સ સામાન્ય લોકોની લકઝુરીયસ ગાડીનું સપનું પૂરું કરશે. અગાઉ પણ ટાટા મોટર્સે મધ્યમ વર્ગને પોષાય તેવી નેનો ગાડી લોન્ચ કરી હતી. હવે વિદેશી લકઝરીયસ ગાડીઓને ટક્કર આપવા માટે ટાટા મોટર્સ સસ્તી અને તેમ છતાં લક્ઝુરિયસ ગાડીઓ લોન્ચ કરવા જઇ રહી છે. થોડા જ સમયમાં ટાટા મોટર્સ પ્રીમિયમ હેચબેકથી લઈને પ્રીમિયમ SUV સુધીની ચાર નવી ગાડી લોન્ચ કરશે. તો આજે આ પોસ્ટમાં જાણીએ આ ગાડીઓના ફિચર અને તેમની કિંમત વિશે.

ટાટા હૈરિયર :

ટાટા મોટર્સ આજકાલ પોતાની નવી SUV ટાટાના પ્રોડકશનનું કામ લઈને પૂરજોશમાં ચલાવી રહી છે. આ એસયુવી 2.0 લિટરના સિલિન્ડરવાળુ ડીઝલ એન્જિન સાથે સજ્જ હશે. જે 138 બીએચપીનો પાવર અને 350 ન્યુટન મીટરનો ટોર્ક જનરેટ કરશે. શરૂઆતમાં વાતો સામે આવી રહી હતી કે કંપની હૈરિયરને હ્યુન્ડાઇના 6 સ્પીડ ઓટોમેટીક ગિયર બોકસ સાથે રજુ કરશે. પરંતુ હવે કંપનીએ જાહેરાત કરી છે કે પ્રાથમિક તબક્કે આ મેન્યુઅલ ગિયરબોક્સ અને ફ્રન્ટ વ્હિલ ડ્રાઇવ સાથે બજારમાં જોવા મળશે.

માનવામાં આવે છે કે કંપની હાલમાં ડિમાન્ડ અને સપ્લાઇને ધ્યાનમાં રાખીને ઓટોમેટિક વર્ઝન થોડા સમય પછી માર્કેટમાં ઉતારશે. આ એસયુવી લેન્ડ રોવરના પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. ડિઝાઇન અને પર્ફોમન્સ મામલે હૈરિયર એક નવો બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરશે. આ કારની શરૂઆતની અંદાજીત કિંમત 16થી 21 લાખ હોવાની શક્યતા છે.

ટાટા 45x :

ટાટા મોટર્સે ટાટા 45x કોન્સેપ્ટ કારને ઓટો એક્સપો 2018માં રજુ કરી હતી. ટાટા 45xને તમિલનાડુના ઊટીમાં કેમેરામાં કેપ્ચર કરવામાં આવી છે. ટેસ્ટિંગ દરમિયાન આ કારને સંપૂર્ણ રીતે ઢાંકવામાં આવી હતી. તેમ છતાં પણ તેની અમુક જાણકારી સામે આવી રહી છે. આ કાર 2019ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ પ્રીમિયમ હેચબેક કારમાં ટાટા મોટર્સની નવી ઇમ્પેક્ટ 2.0 ડિઝાઇનની ફિલોસોફી વાપરવામાં આવશે.

લીક થયેલા ફોટામાં તેનો ફ્રન્ટ લુક દેખાય છે. સેફ્ટી માટે આ કારમાં ઇબીડી સાથે એબીએસ, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, રિયર પાર્કિંગ સેંસર અને સ્પીડ એલર્ટ સિસ્ટમ સ્ટાન્ડર્ડ આપવામાં આવી શકે છે. આ કારમાં 1.2 લિટરનું પેટ્રોલ અને 1.5 લિટરનું ડિઝલ એન્જીન આપવામાં આવી શકે છે. બંને એન્જિન 110 પીએસનો પાવર જનરેટ કરી શકશે. આ બંને એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયર બોક્સના વિકલ્પ સાથે આવશે.

ટાટા H7X :

ટાટા હૈરિયરના પાંચ સિટર વર્ઝનની જેમ જ સાત સીટર વર્ઝન એટલે કે ટાટા H7X પણ લેન્ડ રોવરના D8 પ્લેટફોર્મ પર આધારિત હશે. આ એસયુવી ટાટા હૈરિયરથી થોડી લાંબી હશે, પરંતુ આ નવી એસયુવીમાં પણ 2.0 લિટર ક્રાયોટેક ડીઝલ એન્જિન હશે. પરંતુ તેનો પાવર પાંચ સીટર હૈરિયરથી વધારે હશે. આ એન્જિન 170hpનો પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરશે. આ એસયુવીની કિંમત 50 લાખ રૂપિયાની આસપાસ હોવાની શક્યતા છે. કિંમતના હિસાબથી આ ટાટાની પ્રીમિયમ એસયુવી હશે.

ટાટા ટિગોર ઇવી :

સરકાર ઇલેક્ટ્રિક ગાડીઓના ઉપયોગ પર ભાર આપી રહી છે ત્યારે ટાટા મોટર્સ આ તકનો ફાયદો ઉઠાવીને ટાટા ટીગોર લોન્ચ કરવાની તૈયારીમાં છે. શરૂઆતમાં ટિગોર ઇવી સરકારી કંપની એનર્જી એફિસીયન્સી સર્વિસ લિમિટેડને સપ્લાય કરવામાં આવી હતી. હવે ટાટા ટીગોર અન્ય કંપનીને પણ સપ્લાય કરવામાં આવી રહી છે. જો કે હજુ પણ આ કાર પબ્લિક માટે લોન્ચ કરવામાં આવી નથી.

આ વર્ષના અંત સુધીમાં આ કાર લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. ઈલેક્ટ્રીક ટિગોરનો લુક રેગ્યુલર વર્ઝન જેવો જ છે. પરંતુ તેમાં ઇવી બેઝ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે એક વખત ચાર્જમાં જ આ કાર 80-100કિમી સુધી ચાલી શકે છે. તેમાં ૩૦ કેવી મોટર આપવામાં આવી છે. આ કાર છ કલાકમાં 80ટકા સુધી ચાર્જ કરી શકાય છે. આ કારની અંદાજીત કિંમત 10 લાખ રૂપિયા છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!