આ અભિનેત્રી પાસે કંઈ પણ કામ ન હોવા છતાં શોખ છે મહારાણીઓ જેવા, આટલા લાખનું તો પર્સ વાપરે છે

વર્ષ 2000માં ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલે શરૂઆતમાં અનેક ફિલ્મોમાં પોતાના અભિનયના કામણ પાથર્યા હતા. પરંતુ પછીથી તેમની ફિલ્મો ફ્લોપ જતાં ઘણા સમયથી લાઇમલાઈટથી દૂર છે.

થોડા સમય પહેલાં જ તે ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’ દેખાઈ હતી. પરંતુ તે ફ્લોપ સાબિત થઈ હતી. ઘણા સમયથી અમિષા પટેલ કોઈ જાહેરાતમાં પણ જોવા મળી નથી. પરંતુ તાજેતરમાં જ તે પોતાના પ્રોડક્શન હાઉસની ટીમ સાથે નજર આવી હતી અને તેના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

બોલિવૂડમાં પ્રથમ ફિલ્મ સુપરહિટ રહ્યા પછી હાલમાં આ અભિનેત્રી પાસે હાલમાં કોઈ કામ નથી પરંતુ તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે અને એટલું જ નહિ તેની લાઈફ સ્ટાઇલ પણ ઘણી જ એકસ્ટ્રા ઓર્ડિનરી હોવાનું નજરે ચડે છે, તો આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે અમીષા પટેલ આ બધું ક્યાંથી કમાય છે.

પ્રથમ ફિલ્મ જ સુપરહિટ આપ્યા પછી હાલમાં અભિનેત્રી બેરોજગાર છે :

પોતાના પ્રોડકશન હાઉસની ટીમ સાથે નજર આવેલી અમીશા પટેલે તે સમયે વ્હાઈટ ટી-શર્ટ અને વ્હાઇટ સ્નિકર્સ પહેર્યા હતા. આ સાથે જ તેમની પાસે Louis Vuittonની સ્લિંગ બેગ પણ હતી અને તેમની આ એક્સ્પેન્સિવ સ્લિંગ બેગ જ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. અમીશા પટેલ પાસે હાલમાં ભલે કોઈ કામ ન હોય પરંતુ તેમના એક્સ્ટ્રા ઓર્ડિનરી શોખ હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે.

અમીશા પટેલની સ્લિંગ બેગની કિંમતનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. અમીશા પટેલની આ બેગની કિંમત 1 લાખ 69 હજાર છે. લોકોના મનમાં પ્રશ્ન ઉઠતો હશે કે જો અમિષા પાસે કામ નથી તો તેની પાસે આટલું મોંઘું બેગ કઈ રીતે આવ્યું ! અમિષા વર્ષ 2013માં આવેલી ‘શોર્ટકટ રોમિયો’ ફિલ્મમાં જોવા મળી હતી. આ વર્ષે આવેલી સની દેઓલ સાથેની ફિલ્મમાં પણ તે થોડા સમય માટે દેખાઈ હતી. અમિશાનું જે બેગ ચર્ચામાં છે તેવું જ બેગ જાનવી કપૂર પાસે પણ જોવા મળ્યું હતું.

થોડા સમય પહેલાં જાનવી કપૂર પોતાના જીમમાંથી બહાર બ્લુ ઓફ શોલ્ડર ટોપ અને બ્લુ કલર શોર્ટ્સમાં નજર આવી હતી. સાથે જ તેની પાસે પણ એવું જ બેગ હતું જેવું અમીષા પટેલ સાથે જોવા મળ્યું છે. અમીષાએ પણ આ બેગને ટોપ અને શોર્ટ સાથે કૈરી કર્યું હતું.

આ ફિલ્મમાં નજર આવી હતી અમીષા પટેલ :

વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’થી પોતાની કારકિર્દી શરુ કર્યા પછી તે ગદર એક પ્રેમ કથા, હમકો તુમસે પ્યાર હે, આપ મુજે અચ્છે લગને લગે, ક્યા યહી પ્યાર હે, મેરે જીવનસાથી, ઝમીર, ભૂલભુલૈયા, ક્રાંતિ અને મંગલ પાંડે જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

જે પછી તેની અમુક ખરાબ આદતો જેવી કે દારૂ અને સિગરેટને લીધે તેની કારકિર્દી ડૂબતી ગઇ અને તેની અનેક ફિલ્મો ફલોપ ગઈ. થોડા સમય પહેલા અમીષા પટેલ કપૂર ખાનદાનના રણબીર કપૂર સાથે નજીક આવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. જે પછી તેનું નામ વિક્રમ ભટ્ટ સાથે પણ સાંભળવા મળ્યું અને તેની સાથે ટૂંક સમયમાં લગ્નગ્રંથીથી જોડાઈ તેવી શક્યતા છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!