સવા લાખનું બેગ લઈને જીમ જાય છે મલાઈકા અરોરા… ફોટા જોવા અહી ક્લિક કરો

અભિનેત્રી મલાઈકા અરોરા આજકાલ અર્જુન કપૂર સાથેના રિલેશનને ઘણી ચર્ચામાં છે. બીજી બાજુ તેની સ્ટાઇલ પણ હંમેશા ચર્ચામાં રહે છે. બોલિવૂડની હોટ અને સેક્સી અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈને હંમેશા કોન્સિયસ રહે છે. મલાઈકા અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાનો હોટ અને સેક્સી અવતાર સાથેનો ફોટો શેર કરતી રહે છે. એટલું જ નહીં પોતાની ફેશન સેન્સને લઈને પણ તે હંમેશાં સમાચારોમાં રહે છે. હાલમાં તે જીમમાં જતી દેખાઈ હતી. આ સમયે તેની પાસે સવા લાખ રૂપિયાની બેગ જોવા મળી હતી. તેના હાથમાં બ્લેક કલરનું બેક પેક હતું. આ તેનું નવું જીમ બેગ છે અને તેની કિંમત સવા લાખ રૂપિયા છે.

૪૫ વર્ષે મલાઈકા જીમ જતી વખતે ખુબ જ હોટ દેખાઈ રહી હતી. તેની ફિટનેસ જોઇને એવું લાગે છે કે તેણે પોતાની વધતી ઉંમરને પણ જાણે રોકી રાખી હોય.

હાલમાં જ મલાઈકાને બાંદ્રામાં જોવા મળી હતી. મલાઈકાએ આ સમયે પણ ખૂબ મોંઘા શૂઝ પહેર્યા હતા. માનવામાં આવે છે કે તેણે જે શૂઝ પહેર્યા હતા તેની કિંમત અંદાજે એક લાખ રૂપિયા છે.

45 વર્ષીય મલાઈકા હંમેશા પોતાના મોંઘા ડ્રેસમાં નજર આવતી રહે છે. તેની ડ્રેસિંગ સેન્સ પણ ખૂબ વખાણવા લાયક હોય છે.

થોડા દિવસ પહેલા મલાઈકા તેમની માતાના ઘરે ક્રિસમસ સેલિબ્રેટ કરતી જોવા મળી હતી. આ સમયે મલાઈકાએ લાલ કલરનું જેકેટ અને હિલ્સ પહેરી હતી. આ ડ્રેસ સાથે તેમણે મેચિંગ ક્લચ પણ કેરી કર્યું હતું.

મલાઈકા આ સમયે ગુચ્ચીનું જેકેટ પહેર્યું હતું. જેની ઓનલાઈન કિંમત 3210 કેનેડિયન ડોલર એટલે કે 1.70 લાખ રૂપિયા હતી. આ ઉપરાંત તેની ગોલ્ડન હાઈ હિલ્સની કિંમત ૯૦ હજાર રૂપિયા હતી. ડ્રેસની સાથે જ તેણે જે રેડ અને બ્લુ ક્લચ કૈરી કર્યું હતું તેની કિંમત અંદાજે ૧ લાખ 40 હજાર રૂપિયા હતી.

છેલ્લા ઘણા સમયથી મલાઈકા અને અર્જુન તેમને લઈને ચર્ચામાં છે. અવારનવાર બંને સાથે જોવા મળે છે સમાચારો અનુસાર, મલાઈકા આ વર્ષે જ અર્જુન કપૂર સાથે લગ્ન કરી લેવાના મૂડમાં છે. અર્જુન કપૂર પણ પોતાનાથી ૧૨ વર્ષ મોટી મલાઈકા પ્રત્યે ખૂબ ગંભીર હોય તેવું જણાઈ રહ્યું છે. અર્જુન કપૂર પોતાની સ્ટેપ સિસ્ટર જાનવી સાથે કોફી વિથ કરણમાં પહોંચ્યો હતો. જ્યાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હવે તે સિંગલ નથી.

સમાચાર અનુસાર, અર્જુન અને મલાઈકા એપ્રિલ મહિનામાં લગ્ન કરે તેવી શક્યતા છે. મલાઈકા અને અર્જુને મુંબઈના લોખંડવાલામાં એક ફ્લેટ પણ ખરીદ્યો છે. જેમના ઈન્ટીરિયરનું કામ પણ શરૂ થઈ ગયું છે

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!