મેષ રાશિમાં પ્રવેશી રહ્યો છે મંગળ… જાણો 22 માર્ચ સુધી કેવા રહેશે તમારા દિવસો…

ફેબ્રુઆરી માસમાં ત્રણ ગ્રહ પોતાની રાશિ બદલી રહ્યા છે. મંગળ, બુધ અને શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. મંગળ ગ્રહે રાશિ પરિવર્તન કરીને મીન રાશિથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં આગ્રહ 22 માર્ચ 2019 ના બપોરના 3:29 મિનિટ સુધી રહેશે.

બુધ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર 24 ફેબ્રુઆરીના રોજ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળને ઊર્જા પ્રદાન કરતો ગ્રહ માનવામાં આવે છે. તો જાણો મંગળના રાશિ પરિવર્તનથી તમારી રાશિ ઉપર તેની શું અસર પડશે.

મેષ : પોતાની જ રાશિમાં મંગળ પ્રવેશ શુભ પ્રભાવ લઈને આવશે. કિસ્મત સાથ આપશે અને સ્વાસ્થ્યમાં પણ સુધાર દેખાશે. પરંતુ અતિ ઉત્સાહમાં કામ કરવાથી બચવું. સ્વભાવ ઉગ્ર રહેશે, ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જીવનસાથીનો સહયોગ મળશે.

વૃષભ : ખર્ચામાં વધારો નોંધાશે. યાત્રાનો યોગ બની શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કોર્ટ-કચેરીનાં મામલે જીત થઈ શકે છે. આ સમય દરમિયાન ઉધાર આપવાથી બચવું અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મિથુન : રાશિના 11માં સ્થાન પર સંક્રમણ થવાથી લાભ થશે. આર્થિક લાભ થઇ શકે છે. ભૂમિ-ભવન સંબંધી લાભ થઈ શકે છે. સુખ સુવિધાઓ પર ખર્ચ વધશે. બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. નવા મિત્રો બની શકે છે અને જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું અને ઉધાર આપવાથી બચવું.

કર્ક : તમારી રાશિના 10માં ભાવમાં સંક્રમણ થવાથી કારકિર્દીમાં લાભ થશે, વેપારમાં સફળતા મળશે. પરંતુ અતિ ઉત્સાહમાં કોઈ કામ ન કરવું. ઘર-પરિવારમાં પ્રેમ વધશે. બાળકોને સફળતા મળશે.

સિંહ : ભાગ્ય ભાવમાં સંક્રમણ થવાથી ખર્ચા વધશે, પરંતુ ખર્ચા શુભ કાર્યો માટે થશે. પિતાને લાભ અને પિતા તરફથી મદદ મળી શકે છે. નાના ભાઈ-બહેનોને લાભ થશે. નાના અંતરની ધાર્મિક યાત્રા થઈ શકે છે. પરિશ્રમનો પુરો લાભ મળશે.

કન્યા : 8માં સ્થાને મંગળનું સંક્રમણ થવાથી સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. લોહી સંબંધી પરેશાની, ઘાવ થવાની આશંકા છે. અચાનક ધન લાભ થઈ શકે છે. અત્યંત પરિશ્રમ કર્યા પછી પણ અધૂરો જ લાભ મળી શકે. ભાઈ-બહેનોને લાભ થશે.

તુલા : 7માં સ્થાને મંગલનું સંક્રમણ થવાથી જીવન સાથી સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે, તેથી ગુસ્સા પર અંકુશ રાખવો. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓનો સાથ અને લાભ મળશે. ભાગીદારીમાં કામ કરતા લોકોને લાભ મળી શકે છે.

વૃશ્ચિક : વાહન ચલાવવામાં સાવધાની રાખવી, દુર્ઘટના થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ સરસ છે, પરંતુ ખૂબ પરિશ્રમ કરવો પડી શકે છે. દુશ્મનો અને વિરોધીઓ સામે જીત મળી શકે છે. યાત્રા થઈ શકે છે. ખર્ચામાં વધારો નોંધાઈ શકે છે. ગુસ્સા પર અંકુશ રાખવો અને અતિ ઉત્સાહથી સાવધાન રહેવું.

ધન : તમારી રાશિના પાંચમા સ્થાન પર હોવાને લીધે પરિવાર અને સંબંધોમાં સંયમ રાખવો. બાળકોના જિદ્દી અને અડિયલ સ્વભાવનો સામનો કરવો પડી શકે છે. પૈસાનો વપરાશ વધી શકે છે, જો કે આવકના સાધનો પણ બનશે. યાત્રાઓના યોગ પણ બની શકે છે.

મકર : ચોથા સ્થાન પર મંગળનું સંક્રમણ હોવાથી સંપત્તિ અને વાહન સંબંધી મામલે સફળતા મળી શકે છે. માતા અને જીવનસાથી સાથે તાલમેલ બનાવીને ચાલવું. કાર્યસ્થળમાં વરિષ્ઠ કર્મચારીઓથી લાભ મળી શકે છે.

કુંભ : તમારી રાશિના ત્રીજા સ્થાન પર મંગળ હોવાથી નાના ભાઈ-બહેનોને લાભ મળી શકે છે. ધાર્મિક કાર્યોનું પરિણામ અને નાની યાત્રાઓનો યોગ બની બની રહ્યો છે. ઉધાર આપવાથી બચવું. વિરોધીઓ સામે જીત પ્રાપ્ત થશે.

મીન : તમારી રાશિના બીજા સ્થાન પર મંગળનું સંક્રમણ થવાથી ભૂમિ-ભવન સંબંધી કોઈ કાર્ય કરી શકો છો. બાળકોનો સ્વભાવ અડિયલ થઈ શકે છે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને વાહન ચલાવવામાં સાવધાની વર્તવી.

નોંધ : મંગળના સંક્રમણની સાથે જ જન્મપત્રીમાં અન્ય ગ્રહોની સ્થિતિ મુજબ રાશિફળ બદલાઈ શકે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

Leave a Reply

error: Content is protected !!