શહીદોનાં પાર્થિવ દેહને સન્માન આપવા માટે મોદીએ કંઈક આવું કર્યું, વાંચીને તમને પણ ગર્વ થશે

કાશ્મીરનાં પુલવામા માં જવાનો પર થયેલ આતંકી હુમલાથી આખો દેશ શોકમાં ડૂબી ગયો છે. શહીદોનાં પાર્થિવ દેહ એમના ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે. જેના એક દિવસ પહેલા જવાનોનાં પાર્થિવ શરીરને સાંજે 7 વાગ્યે પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા, જ્યાં PM મોદી સહિત ગૃહ મંત્રી રાજનાથસિંહ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમન, ત્રણેય સેનાઓના પ્રમુખ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત તમામ કેન્દ્રીય મંત્રીઓએ જવાનોને શ્રદ્ધાંજલિ આપી.

પરંતુ PM મોદીએ જે રીતે શ્રદ્ધાંજલિ આપી, એનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એમણે શહીદોનાં પાર્થિવ શરીરને હાથ જોડીને 180 કદમ ચાલીને પરિક્રમા કરી. મોટાભાગે આ રીતની વિધી ઘર-પરિવારનાં અંગત સભ્યો જ કરતા હોય છે. અહીંયા મોદી સાહેબે એ સાબિત કરી બતાવ્યું કે આ બધા જવાનો મારા અંગત અને પરિવારનાં જ છે. ખરેખર, મોદી સાહેબની આ વાત દિલમાં ઉતરી ગઈ..

રાજનાથસિંહે જવાનોને કાંધ આપી હતી:

આતંકી હુમલા બાદ રાજનાથસિંહ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતાં. અહીંયા એમની સાથે કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિક, સેના ઉત્તરી કમાનનાં ચીફ લેફ્ટનન્ટ જનરલ રણબીરસિંહે શ્રીનગરમાં જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાજનાથસિંહે જવાનોના પાર્થિવ શરીરને કાંધ પણ આપી હતી. સાથે જ રાજનાથસિંહે જણાવ્યું હતું કે, હવે સુરક્ષા દળોનાં મોટા કાફલા જ્યારે પસાર થશે ત્યારે સામાન્ય જનતાની અવર-જવર બંધ કરવામાં આવશે. તેમજ સુરક્ષા દળનાં જવાનો એકસાથે નહિ પણ નાની-નાની ટુકડીઓમાં તેમજ અલગ-અલગ દિશામાંથી પસાર થશે. જેનાથી સામાન્ય જનતાને થોડી તકલીફ ઠશે પણ એના માટે અમે માફી માંગીએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આરોપીઓને સજા જરૂર મળશે. જેના માટે અમે સુરક્ષા દળોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. સૈનીકોનાં શોર્ય પર વિશ્વાસ છે. જવાનોનાં લોહીના એક-એક ટીપાનો બદલો લઈશું.

એમણે આગળ જણાવ્યું હતું કે, જે આગ તમારા દિલમાં છે એ જ આગ મારા દિલમાં પણ છે. હવે દુશમનો તૈયાર રહે અમે સામી છાતીએ વાર કરીશું…..

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ શૌર્ય અને વીરતાભર્યો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!