આનંદો.. ૫૫ રૂ. ખર્ચીને 3000 રૂપિયા માસિક પેન્શન આ રીતે મળશે…આજથી શરૂ થઇ રહી છે સરકારી સ્કીમ
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન સ્કીમ 15 ફેબ્રુઆરી એટલે કે આજથી શરૂ થઈ રહી છે. આ સ્કીમ અંતર્ગત કોઈ પણ અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલો મજુર જેની ઉંમર 40 વર્ષથી નીચે હોય અને બીજી કોઇ સરકારી યોજનાનો લાભ લેતો ન હોય, તે આ સ્કીમનો લાભ લઈ શકે છે. સરકારે આ યોજના એવા લોકોને રાખ્યા છે, જેમની કમાણી ખૂબ ઓછી છે. અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા રિક્ષાચાલક, મજુર, ઘરમાં કામ કરતા નોકર, ડ્રાઇવર, કચરો વીણતા શ્રમિકો, બીડી બનાવવાનું કામ કરતા મજુરો આ સ્કીમનો લાભ લઈ શકે છે. સરકારનું લક્ષ્ય આવતા પાંચ વર્ષમાં દેશના દસ કરોડ શ્રમિકો અને કાર્યકરોને આ યોજના સાથે સાંકળવાનુ છે. આ યોજના માટે સરકારે હાલમાં 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

શું છે આ સ્કીમ ? :
1 ફેબ્રુઆરી 2019 ના રોજ રજૂ થયેલા અંતરિમ બજેટમાં મજૂરો માટે સ્કિમની જાહેરાત કરવામાં આવી હતી. જેના અંતર્ગત સરકારે એક નવી પેન્શન યોજનાની જાહેરાત કરી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના. આ સ્કીમ અંતર્ગત મજૂરોને ત્રણ હજાર રૂપિયા પ્રતિમાસ આપવામાં આવશે.
આ લોકો લઇ શકે છે આ સ્કીમનો લાભ :
જે લોકો પહેલેથી જ નેશનલ પેન્શન સ્કીમ સ્કીમનો લાભ લઈ રહ્યા હોય તેઓ આ સ્કીમ માટે અરજી નહીં કરી શકે. પતિ-પત્નીમાંથી જેને પેન્શનનો લાભ મળી રહ્યું છે તેમાંથી કોઈનું મૃત્યુ થઈ જાય છે તો તેમના બાળકોને તેના પેન્શન નહીં મળી શકે. આ સ્કીમમાં અરજી કરતી વ્યક્તિની માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ. સરકારે આ પેન્શન સ્કિમ અસંગઠિત ક્ષેત્રને ધ્યાનમાં રાખીને રજૂ કરી છે.
આધાર કાર્ડ હોવું જરૂરી :
અરજી કરવા વાળી વ્યક્તિ પાસે સેવિંગ એકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું આવશ્યક છે. વ્યક્તિની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૪૦ વર્ષથી વધુ હોવી ન જોઈએ.
દર મહિને જમા કરવા પડશે ૫૫ રૂપિયા :
જો કોઈ 18 વર્ષની ઉમરથી આ સ્કિમની શરૂઆત કરે છે તો તેને દર મહિને પપ રૂપિયા જમા કરવા પડશે. બીજી બાજુ જે વ્યક્તિ 40 વર્ષની ઉંમરથી આ સ્કિમ શરૂ કરશે તો તેણે દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે. 60 વર્ષ પૂરા થતાં જ તેમને દર મહિને પેન્શન મળવાનું શરૂ થઈ જશે.
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.