મુકેશ અંબાણીનું ઐતિહાસિક કામ, ગરીબ બાળકો માટે આપ્યા 437 કરોડ રૂપિયા

દેશના સૌથી અમીર માણસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં માલિક મુકેશ અંબાણીએ દાન આપવામાં અને પરોપકાર કરવામાં પણ દેશના બધા જ ઉદ્યોગપતિઓને પાછળ રાખી દીધા છે.

જી હાં, હકીકતમાં હુરુન શોધ સંસ્થાન દ્વારા શનિવારે જાહેર કરેલ હુરૂન ઇન્ડિયા પરોપકાર યાદીમાં મુકેશ અંબાણીને પ્રથમ સ્થાન મળ્યું છે. આ યાદી મુજબ, મુકેશ અંબાણીએ ઓક્ટોબર 2017 થી સપ્ટેમ્બર 2018નાં સમયગાળા દરમિયાન સૌથી વધુ 437 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

જણાવી દઈએ કે, હુરૂન શોધ સંસ્થા દ્વારા જાહેર કરેલ યાદીમાં 10 કરોડથી વધુ દાન આપનારનાં નામ સામેલ છે. હકીકતમાં આ યાદીમાં કુલ 39 લોકોનાં નામ નોંધવામાં આવ્યા છે. આ યાદી અનુસાર, મુકેશ અંબાણી બાદ બીજા નંબર પર પીરામલ સમૂહનાં ચેરમેન અજય પીરામલ છે. અજય પીરામલે આ સમય દરમિયાન 200 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

રિલાયન્સ ફાઉન્ડેશન દાન કાર્ય કરે છે:
જણાવી દઈએ કે, મુકેશ અંબાણી પરોપકારનું કાર્ય રિલાયન્સ ફાઉન્ડેશનનાં માધ્યમથી કરે છે. જી હાં, એમની આ સંસ્થા શિક્ષા, સમાજ, ગ્રામીણ વિકાસ અને સ્વાસ્થ્ય સુવિધાઓનાં ક્ષેત્રમાં કાર્ય કરે છે.

જીયો જોડાયું નમામી ગંગે અભિયાનમાં :
આપણે જાણીએ જ છીએ કે, ગંગા નદીને સ્વચ્છ કરવાની કામગીરીની યોજનાને ‘નમામી ગંગે’ નામ આપવામાં આવ્યું છે. હવે આ મિશનમાં જીયો પણ જોડાયું છે. આ મિશન અંતર્ગત જીયો પોતાના કસ્ટમરને ગંગા સ્વચ્છ રાખવાના મેસેજ અને નોટિફિકેશન મોકલશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાદાયી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!