પુલવામા માં શહીદ જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ : લોહી ઉકળી જશે આ ફોટો જોઇને

જમ્મુ-કાશ્મીરનાં પુલાવામા માં ગુરુવારે સાંજે થયેલ આતંકી હુમલામાં CRPF નાં 37 જવાન શહિદ થયા છે. આતંકીઓએ શ્રીનગર-જમ્મૂ હાઇવે ઉપર અવંતીપોરા વિસ્તારમાં CRPF નાં કાફલાને નિશાન બનાવ્યો હતો. આ આતંકી હુમલો જૈશ-એ-મહોમ્મદ નામનાં આતંકી સંગઠને કરાવ્યો હોવાનું સામે આવ્યું છે.

હુમલામાં 45થી વધુ જવાનોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોમાં અનેક જવાનોની હાલત ગંભીર હોવાથી મૃત્યુ આંક હજુ વધી શકે છે.

આ આત્મઘાતી હુમલાનો મુખ્ય સૂત્રધાર આદિલ અહમદ ડાર ઉર્ફે વકાસ કમાન્ડો હતો. જેણે 2018માં જૈશ જોઈન કર્યું હતું. મૂળ તે જમ્મૂ-કાશ્મીરનો રહેવાસી છે.

આદિલ અહમદ ડાર સ્કોર્પિયો ગાડીમાં 350 કિલો વિસ્ફોટક સામગ્રી લઈને આવ્યો હતો. આ વિસ્ફોટક સામગ્રીમાં IED નો ઉપયોગ થયો હતો.

જ્યારે CRPF ની 40 બસ ઉપરાંત અન્ય નાના-મોટા વાહનો મળીને કુલ 70 જેટલા વાહનોનો કાફલો અવંતીપોરા પહોંચ્યો ત્યારે આ હુમલો થયો.

CRPFનાં આ કાફલામાં કુલ 2500 જવાનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા.

આ હુમલા બાદ સમગ્ર જમ્મૂ-કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર થઈ ગયું છે.

આ આત્મઘાતી હુમલો ઉરી હુમલા કરતાંયે વધુ ભયાનક હતો.

આ દુઃખદ ફોટો જોઈને દરેક દેશવાસીઓનું હ્ર્દય રડી પડે અને દિલમાંથી એક જ વાક્ય નીકળે કે, દુશમનોનાં ઘરમાં જઈને પહોંચી વળો….

આ સમગ્ર ઘટના મુદ્દે આજે સુરક્ષા એજન્સીઓ અને ગૃહ મંત્રી રાજનાથ સિંહની મિટિંગ થવાની છે. વિશ્વાસ છે કે આપણા ભાઈઓનું બલિદાન વ્યર્થ નહી જાય. જય હિન્દ.

આપણાં વહાલા જવાનોની શહીદીને લાખ-લાખ વંદન. આપણે સૌ પ્રાર્થના કરીએ કે ઇજાગ્રસ્ત જવાન જલ્દીથી સારા થઇ જાય….

જય જવાન. જય હિન્દ.

Leave a Reply

error: Content is protected !!