પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતીય મુસલમાનોએ આ કહ્યું – વાંચીને ગર્વ થશે જ

પુલવામામાં આતંકી હુમલા બાદ બધી બાજુ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. હિન્દૂ-મુસ્લિમ બધા સાથે મળીને ‘પાકિસ્તાન મુર્દાબાદ’નાં નારા લગાવી રહ્યા છે. એટલું જ નહીં, એવી પણ જાહેરાત થઈ છે કે જે આતંકવાદીનાં મુખ્યાનું માથું કાપી લાવશે એને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં સંભલ જિલ્લાનાં ચંદૌસી વિસ્તારમાં બન્ને સમુદાયએ આતંકવાદી મસૂદ અઝહરનાં પૂતળાનું દહન કરીને પાકિસ્તાન વિરુદ્ધમાં સુત્રોચ્ચાર કર્યા હતાં. હિન્દૂ જાગરણ મંચ સંગઠને ચંદૌસીનાં ફાઉન્ટેન ચોકમાં મસૂદ અઝહરનું પૂતળું સળગાવ્યું હતું અને કહ્યું હતું કે આજે દેશનો નાગરિક માનવ બોમ્બ બનવા માટે તૈયાર છે. સરકાર અમને પરવાનગી આપે તો અમે અમારા શરીર ઉપર બૉમ્બ લગાવીને પાકિસ્તાન જવા તૈયાર છીએ.

તો વળી, મુસ્લિમ સમુદાયનાં લોકો પણ નમાઝ અદા કર્યા પછી દરેક મસ્જિદમાં શહીદો માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમજ ઘણી જગ્યાએ ભેગા થઈને કેન્ડલ માર્ચ તેમજ શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તો કોઈક જગ્યાએ શહીદોનાં પરિવારને આર્થિક મદદ કરવાના હેતુસર દાન ધર્મ અને ફંડ એકઠું કરવાનું સેવાયજ્ઞ પણ ચાલુ છે.

સાથે જ પાકિસ્તાન અને કાયર આતંકીઓ વિરુદ્ધ જાહેર પ્રદર્શન પણ થઈ રહ્યા છે. મુસ્લિમ સમુદાયે પાકિસ્તાનનો ઝંડો પણ સળગાવ્યો હતો.

મુસ્લિમ સમુદાયએ કહ્યું કે, આ હુમલાનાં મુખ્ય સૂત્રધારનું માથું કાપી લાવનારને અમે એક કરોડ રૂપિયા આપીશું. તેમણે આગળ કહ્યું કે, અમે સરકારને ગુજારીશ કર્યે છીએ કે, જલ્દીથી સર્જિકલ સ્ટ્રાઈક કરે અને દુશમનોનાં માથા વાઢી નાખે. અમે અમારા બાળકોને ફૌજમાં મોકલવા તત્પર છીએ. અમારા બાળકોને બોર્ડર પર લઈ જાવ. લોહીનું એક-એક ટીપું દેશ માટે કુરબાન કરીશું. હવે અમારે પાકિસ્તાનીઓનાં 1042 કાપેલા માથા જોઈએ છે.

આજે આખો દેશ એકસાથે થયો છે, દરેક યુવનમાં દેશ માટે કંઇક કરી છૂટવાની જ્વાળાઓ પ્રબળ બની છે. દેશભક્તિ અને એકતાનાં આ દ્રશ્યો જ ભારતને મહાન બનાવે છે. આ ભાવનાઓ જ વિવિધતામાં એકતાનું પ્રતીક છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ દેશભક્તિ અને એકતા ભર્યો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!