મોદીની સેનાના જવાનો માટે સૌથી મોટી ગિફ્ટ – આટલા વર્ષોમાં કોઈ સરકાર આ માંગ પુરી નહોતી કરી શકી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે ઇન્ડિયા ગેટ પાસે નેશનલ વોર મેમોરીઅલનું ઉદ્ઘાટન કરશે. પહેલી વાર 1960માં સશસ્ત્ર વળાવે નેશનલ વોર મેમોરીઅલ બનાવાની શરૂઆત કરી હતી, પરંતુ સરકાર આવી અને ગઈ પણ આના પર કઈ કામ થયું નહી. ભાજપની સરકાર થયા પછી ઓક્ટોમ્બર 2015માં આ સ્મારક ના નિર્માણ માટે મંજુરી મળી. એટલે કે પુરા 55 વર્ષ પછી.

40 કરોડમાં બનાવવામાં આવેલ આ મેમોરીઅલ એ જવાનો માટે સન્માનનો સંકેત થશે જેને દેશની રક્ષા માટે પોતાનો જીવ આપ્યો છે. આ આયોજન સેનાની પરંપરા મુજબ થશે અને જેમાં મેમોરીઅલ જવાનોને સોપવામાં આવશે. આ મેમોરીઅલ દેશની રક્ષા માટે શહીદ થયેલ 25 હજાર 942 વીરોની યાદીમાં બનાવવામાં આવ્યો છે.
નેશનલ વોર મેમોરીઅલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે જેથી રાજપથ અને એની સંરચના સાથે કોઈ છેડછાડ ન થાય. પ્રસ્તાવિત રાષ્ટ્રીય યુદ્ધ મ્યુઝિયમ માટે યોગ્ય ડિઝાઇન નક્કી કરવાની પ્રક્રિયા ચાલુ છે, તેનો શરૂઆતનો ખર્ચ આશરે 500 કરોડ છે અને તે તૈયાર થવામાં હજુ અમુક વર્ષની વાર લાગશે.
મધ્યમાં બની 21 પરમવીર ચક્ર વિજેતાની મૂર્તિ
છ બાજુ આકારમાં બનેલ મેમોરીઅલના મધ્યમાં 15 મીટર ઊંચું સ્થંભ નું સ્મારક બનાવવામાં આવ્યું છે. તેના પર શહીદોના નામ અને 21 પરમવીર ચક્ર વિજેતાની મૂર્તિ બનાવવામાં આવી છે. આ સ્મારક ચાર ચક્રો પર કેન્દ્રિત છે, અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર, રક્ષણ ચક્ર. જેમાં આર્મી, વાયુસેના અને નૌ સેનાના શહીદ જવાનોને શ્રધાંજલિ આપવામાં આવી છે શહીદોના નામ દીવાલ પર લખવામાં આવ્યા છે.
આ સ્મારકનો નીચેનો ભાગ અમર જવાન જ્યોતિ જેવો જ છે.
ઇન્ડિયા ગેટ 1931માં બન્યો, 1972માં અમર જવાન જ્યોતિ
દુનિયાના મોટા દેશોમાં માત્ર ભારતમાં જ હજુ સુધી યુદ્ધ સ્મારક બનવાનું બાકી હતું, અંગ્રેજોએ પહેલા વિશ્વયુદ્ધમાં શહીદ ભારતીયોની યાદમાં 1931માં ઇન્ડિયા ગેટ બનાવ્યો. 1971ના યુદ્ધમાં શહીદ થયેલ 3843 સૈનિકોના સન્માનમાં અમર જવાન જ્યોતિ વાનાવવામાં આવી હતી.
મિત્રો ‘જ્ઞાન સાથે ગમ્મત’ની પોસ્ટ સારી લાગે તો આગળ શેર જરૂર કરજો…
જય હિંદ…જય ભારત…