પાછો આવીને મકાન બનાવીશ, એવું કહીને ગયેલ શહીદ રામ…. હવે ક્યારેય પાછા નહીં ફરે

આ વાંચ્યા પછી આંખમાં આંસુ ન આવે તો જ નવાઈ…..

જમ્મૂ-કાશ્મીરનાં પુલવામા માં ગુરુવારે થયેલ આતંકી હુમલામાં મૈનપુરીનો લાલ પણ શહીદ થયો છે. સૈનિકોમાં શોકના કાળા વાદળ છવાય ગયા છે. દેશમાં ચારેબાજુ આતંકીઓ અને પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ છે. એટલામાં ભારત માતાનાં પોતાના લાલનો પાર્થિવ શરીરની એક ઝલક મેળવવા માટે આખો જિલ્લો આતુર બન્યો છે.

થાના બરનાહલ ક્ષેત્રમાં વિનાયકપુરનાં મૂળ રહેવાસી રામવકીલ માથુર CRPF ની 176 બટાલિયનમાં સામેલ હતાં. હુમલામાં સૈનિકનાં શહીદીનાં સમાચાર મળતા જ ઘરમાં કોહરામ મચી ગયો છે. ઘરમાં લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા છે.

રજા પુરી કરીને હમણાં જ ડ્યુટી જોઈન કરી હતી:

જાણકારી મુજબ, છેલ્લે 07 ફેબ્રુઆરી સુધી રામવકીલ ઘરે રજા ઉપર હતા. ત્યારબાદ 08 ફેબ્રુઆરીએ ડ્યુટી માટે રવાના થયા હતા. શહીદ રામવકીલ પોતાની પાછળ પત્ની ગીતા અને બાળક રાહુલ (15 વર્ષ) ,સાહુલ (10 વર્ષ) તેમજ ગોલૂ (3 વર્ષ) ને મૂકી ગયા છે. એમની માતાનું નામ અમિતશ્રી છે. તો વળી, પિતાનું પહેલા જ નિધન થઈ ચૂક્યું છે. એમના મોટા ભાઈ રામનરેશ પરિવારની સંભાળ રાખે છે.

શહીદ રામવકીલનો પરિવાર:

ગુરુવારે સૈનિકે પત્ની સાથે વાત કરી હતી:

હુમલાનાં દિવસે પત્ની ગીતાએ પોતાના પતિ રામવકીલ સાથે ફોન પર વાત કરી હતી. એમણે પરિવારને જાણકારી આપતા કહ્યું હતું કે, હું સકુશળ પહોંચી ગયો છું. ઉપરાંત એમણે ઘરના હાલચાલ પૂછ્યા હતા. રામવકીલ પોતાના પરિવાર સાથે દરરોજ વાતચીત કરતા. ગામના લોકોનાં કહ્યા મુજબ, આજુબાજુના લોકો રામવકીલથી ખૂબ જ પ્રભાવિત છે. યુવાનો એમની રાહે ચાલવાના સપના જુવે છે.

નવુ ઘર બનાવવાનું સપનું અધૂરું રહી ગયું:

વીરગતિ પ્રાપ્ત કરનાર રામવકીલનાં બાળકો કેન્દ્રીય વિદ્યાલય ઇટાવામાં અભ્યાસ કરે છે. બાળકોને સારૂ શિક્ષણ આપવાના હેતુથી શહીદ રામવકીલે પોતાની પત્ની અને બાળકોને ઈટાવામાં એક ભાડાંનાં મકાનમાં શિફ્ટ કર્યા હતા. પત્ની ગીતાનાં કહ્યા મુજબ, રામવકીલ હવે ફરી વખતની રજા ઉપર આવીને નવું ઘર બનાવવાનું વચન આપીને ગયા હતાં. જે સપનું અધૂરું રહી ગયું.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ હ્ર્દય-સ્પર્શી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!