પાકની નાપાક હરકતને ભારતની લપડાક : પાકિસ્તાની યુદ્ધ વિમાન F-16ને તોડી પડાયું…

26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ 300 જેટલા આતંકીઓનો ખાતમો બોલાવ્યા પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચી જવા પામી હતી. ઘટનાને પગલે પાકિસ્તાને આજે વાયુસીમાનો ભંગ કરી કાશ્મીરના પૂંછ અને રજૌરીમાં બોમ્બ મારો કરતાં ભારતીય સેનાએ તેને તોડી પાડીને જોરદાર લપડાક લગાવી છે. જો કે પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે તેમણે ભારતીય વિમાનને તોડી પાડ્યું છે.

ભારતીય વાયુસેનાને કોઈ નુકશાન નહીં :

ભારતીય વાયુ સેનાએ અધિકૃત રીતે નિવેદન આપતાં જણાવ્યું છે કે, બડગામમા વિમાન ક્રેશ થવાને પાકિસ્તાને પોતે કરેલી કાર્યવાહીનું પરિણામ જણાવ્યું છે જ્યારે ભારતીય વાયુ સેનાએ આ વાતને નકારી કાઢી છે.

હોસ્પિટલ એલર્ટ પર :

સરહદ પાસે આવેલી તમામ હોસ્પિટલને મેડીકલ સેવાના જથ્થાનો સ્ટોક કરવાની સૂચના આપવામાં આવી છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ હોસ્પિટલને એલર્ટ પર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.

ઉત્તર ભારતના તમામ એરપોર્ટ એલર્ટ પર :

જમ્મુ, શ્રીનગર, લેહ, અમૃતસર, પઠાણકોટ, ચંદિગઢ, દેહરાદૂન અને ધર્મશાળા એરપોર્ટ પરથી ઉડાણ ભરતી તમામ ફલાઇટ લદ કરવામાં આવી છે. તમામ એરપોર્ટની સિક્યુરિટી વધારવાની સાથે એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

વાઘા બોર્ડર પાસે આવેલા ગામને ખાલી કરવામાં આવ્યા :

વાઘા બોર્ડર પાસે આવેલા ગામમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. હરિયાણાના સિરસા અને હિસારમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!