પોસ્ટ ઓફિસની આ સ્કીમ થી ગેરેન્ટેડ ડબલ રૂપિયા – ૫૦ હાજર ભરો અને આ રીતે મેળવો ૧ લાખ

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં રોકાણ કરવા માટે જરૂર વિચારે છે. અને હા જો તમે પણ રોકાણ કરવા માંગતા હોય તો આ લેખ તમારા માટે જ છે. રોકાણ કરવા માટે જો તમે કોઈ સારો પ્લાન શોધી રહ્યા છો તો પોસ્ટ ઓફીસથી સારો પ્લાન બીજે ક્યાય નહિ મળે. તેથી અમે તમારા માટે પોસ્ટ ઓફિસની જબરદસ્ત યોજના લઈને આવ્યા છીએ. આ યોજનાથી પૈસા ડબલ થઇ જાય છે તો ચાલો જાણીએ આ લેખમાં તમારા માટે ખાસ શું છે.

પોસ્ટ ઓફિસમાં રોકાણ માટે અવારનવાર યોજનાઓ આવતી જ રહે છે પણ આમે તમને આજે એક મસ્ત અને ખાસ યોજના વિષે જણાવા જઈ રહ્યા છીએ, અને આ યોજનાનું નામ છે વિકાસ પત્ર. વિકાસ પત્ર પર ટકાવારી વધારી દેવામાં આવી છે ત્યારે હવે આ વિકાસ પત્રમાં 7.7% મળશે, જે બેંકો થી પણ વધારે છે. મહત્વની વાત એ છે કે આ સ્કીમમાં હજાર રૂપિયાનું પણ રોકાણ કરી ને ડબલ કરી શકાય છે, તો ચાલો આ યોજના વિશે વિગતે ચર્ચા કરીએ.

શું છે પોસ્ટ ઓફિસની વિકાસ પત્ર યોજના

વિકાસ પત્ર યોજના મુજબ તમે માત્ર 1000, 2000 અને 3000 ના ગુણાંકમાં જ રોકાણ કરી શકે છે. એટલે કે તમે રોકાણ માત્ર હજારની રાશિમાં જ કરી શકો છો, જો તમે 50 હજાર જમા કરો છો તો તમને સમય પૂરો થતા 1લાખ રૂપિયા મળશે. એટલેકે જેટલા જમા કરો છો તેના ડબલ જ આવશે, અને આ યોજના મુજબ તમારે દર વર્ષે કે દર મહીને પૈસા જમા કરાવવાની જરૂર નથી, તમે એકવાર જ રોકાણ કરી શકો છો.

મુદત પહેલા કાઢી શકો છો પૈસા

સંજોગો વસાત જો તમારે મુદત પૂરી થયા પહેલા પૈસાની જરૂર પડે તો તમે કોઈ પણ વિવાદ વગર અધવચ્ચેથી પૈસા ઉપાડી શકો છો. એટલે કે તમારે જયારે જરૂર હશે ત્યારે તમને પૈસા મળી જશે, પરંતુ આવામાં તમને ડબલ પૈસા નહિ મળે. જો તમે વચ્ચેથી તમારા પૈસા ઉપાડવા માંગો છો તો તમને નક્કી કરેલી રકમ થી 2 ટકા કાપીને આપવામાં આવશે. પણ હા તમે આ પૈસા ત્યારે જ લઇ શકો છો જયારે તમારા રોકાણને 2.5 વર્ષથી વધારે સમય થયો હોય.

શું છે વિકાસ પત્ર યોજનાના ફાયદાઓ

જો તમારે રોકાણ કરવું હોય તો પેલા તેના ફાયદા વિષે જાણવું ખુબ જ જરૂરી છે એવામાં અમે તમને વિકાસ પત્ર યોજના ફાયદાઓ વિષે જણાવા જઈ રહ્યા છીએ.

  1. આ સ્કીમ તમે ભારતની કોઈ પણ પોસ્ટ ઓફિસેથી ખરીદી શકો છો.
  2. તમે રોકાણ પોસ્ટ ઓફિસમાં કર્યું છે તો પૈસા ડૂબવાનો કોઈ ચાન્સ જ નથી.
  3. આહીં તમે 1000 રૂપિયાથી પણ રોકાણ કરી શકો છો, જે એક મોટો ફાયદો છે.
  4. આ યોજનામાં ઇન્ટરેસ્ટ 7.7 % છે. જે બેંકના એફડીથી ઘણું વધુ છે.
  5. આ યોજનાથી પૈસા ડબલ થઇ જાય છે, જે અન્ય રોકાણોમાં નથી થઇ શકતા.

મિત્રો ‘જ્ઞાન સાથે ગમ્મત’માંથી આપવામાં આવેલ માહિતી સારી લાગે તો તમારા મિત્રો સાથે શેર કરજો…

Leave a Reply

error: Content is protected !!