જયારે શહિદ પિતાની અંતિમ વિધીમાં 5 વર્ષના માસુમે આતંકવાદીઓને આવી ધમકી આપી…

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા રાજસ્થાનના પાંચ જવાનોમાં કોટાના રહેવાસી હેમરાજના અંતિમ સંસ્કાર તેમના ગામ વિનોદ કલામાં કરવામાં આવ્યા હતા. તેના મોટા પુત્ર અજયે તેમને મુખાગ્નિ આપી હતી. અંત્યેષ્ઠી દરમિયાન ત્યાં હાજર દરેક લોકો ઘણી મુશ્કેલીથી પોતાની લાગણીઓને કાબુમાં કરી રહ્યા હતા. શબ યાત્રા ગામ પહોંચતા જ શહીદના પિતા, પત્ની, પુત્ર, પુત્રી અને પરિવારજનોએ તેમના પાર્થિવ દેહને નમન કર્યું હતું.

અંત્યેષ્ટિ સ્થળ પર હેમરાજનો પાંચ વર્ષનો સૌથી નાનો દીકરો ઋષભ પહેલાં પોતાના પિતાને ગુમાવવાના દુઃખમાં રડવા લાગ્યો હતો પણ પછી ભારત માતાની જય જયકાર કરવા લાગતા, મેદાનમાં હાજર તમામ લોકોની આંખો પણ આંસુથી છલકાઈ ઊઠી હતી.

પોતાની સાથે થયેલા વજ્રઘાત પછી પણ માસૂમે આ સમયે ભારત માતા તથા પોતાના પિતાની જયજયકાર કરતો રહ્યો. શહીદ હેમરાજના દિકરા-દિકરીઓ, ધર્મ પત્ની અને પિતા પણ ખૂબ ગર્વ મહેસૂસ કરી રહ્યા હતા. તેઓ પણ હેમરાજની શહાદતને લઈને, તારી શહાદત એળે નહીં જવા દઈએ.

નાની ઉંમરમાં મોટી શીખ :

તિરંગા લપેટાયેલા શહીદ હેમરાજ મીણાને શ્રદ્ધાંજલિ દેવા માટે અનેક લોકો ઉમટી પડ્યા હતા. હેમરાજ મીણા અમર રહેના ગગનભેદી નારા વચ્ચે શનિવારે બપોરે કોટા જિલ્લાના વિનોદ કલા ગામમાં હેમરાજની અંત્યેષ્ટિની વિધિ થઈ. બહાદુર પુત્રની આંખો પણ પિતાને શ્રદ્ધાંજલિ દેતી વખતે ભીની થઈ ગઈ હતી. પહેલા તો પોતાના વહાલસોયા પિતાને યાદ કરીને પાંચ વર્ષનો ઋષભ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો.

અને પછી એક સૈનિકની જેમ ઊભો રહી ગયો :

પુલવામાં શહીદ થયેલા સીઆરપીએફની 61મી બટાલિયનના હેડ કોન્સ્ટેબલ હેમરાજને સીઆરપીએફ અને કોટા ગ્રામ્ય પોલીસની ટુકડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. શોક શસ્ત્ર હાથમાં પકડીને સીઆરપીએફના જવાનોએ 25 રાઉન્ડ ફાયરીંગ કર્યું. ધ્રુસકે ધ્રુસકે રડી રહેલો ઋષભ પોતાના આંસુ લૂછીને અચાનક સાવધાનની અવસ્થામાં ઉભો રહી ગયો, એકદમ એક સૈનિકની જેમ. તેની આંખોમાં પિતાની ઝલક સાફ દેખાઈ રહી હતી.

ભારત માતાની જય જયકાર સાંભળીને સૈનિકનો પુત્ર પણ ભીડ સાથે નારા લગાવવા લાગ્યો. એ વાતથી તદ્દન બેખબર કે તેના પપ્પા હવે ક્યારે પરત નહીં આવે. શહીદ હેમરાજના પિતા, પત્ની, પુત્ર-પુત્રી અને પરિવારજનોએ તેમને નમન કર્યા. મોટા પુત્ર અને નાના પુત્ર ઋષભે મુખાગ્નિ આપી. અંતિમ સંસ્કારમાં આવેલા ગામના દરેક લોકોની આંખ આ ઘટનાથી છલકાઈ ઉઠી હતી. ભારત માતાની જય જયકાર સાથે ભીડમાંથી પાકિસ્તાન વિરોધી નારા શરૂ થઇ ગયા બહાદુર પુત્ર પણ સિંહની જેમ ગર્જના કરતા બોલ્યો- પાકિસ્તાન મુર્દાબાદ.

પાંચ વર્ષનો માસૂમ બોલ્યો, ‘મને બંદૂક આપો, હું આતંકીઓને નહીં છોડું’ :

મોટા પુત્ર અજયે જણાવ્યું કે તેના પોતાના પિતાની શહાદત પર ગર્વ છે. તો બીજી બાજુ પાંચ વર્ષના ઋષભને હજુ તો દુનિયાદારીનો પણ ખ્યાલ નથી. પરંતુ અચાનક ઘરે આટલા બધા લોકો આવવા લાગતા અને પિતાના શહીદ થવાની ખબર પડતા તેણે પોતાની ભાવનાઓને વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘હું પોલીસમાં જઈશ, આતંકવાદીઓને બંદૂકથી મારીશ.’

માંગમાં સિંદૂર સાથે આપી પતિને અંતિમ વિદાય :

પિતા હરદયાલ ઘણા સમય સુધી તેને સાચવી રહ્યા હતા પરંતુ બાદમાં લાગણીઓનો ધોધ આંસુઓ વાટે વહી પડ્યો હતો. પછી બોલ્યા બહાદુર પુત્રની શહાદતથી કયો પિતા પોતાનું મસ્તક ગર્વથી ઊંચુ નહીં કરે. જ્યારે પત્ની મધુબાલા પતિ તાબૂતમાં હોવાથી ભલે તેના અંતિમ દર્શન વ્યવસ્થિત રીતે કરી ન શકી હોય પરંતુ અંતિમ સંસ્કારની વિધી ઉંધા સાત ફેરા લઈને પૂરી કરી. માંગમાં સિંદૂર ભરીને તેણે તેના પતિને અંતિમ વિદાય આપી. તેણે કહ્યું, ‘મને પૂરો વિશ્વાસ છે, કે દેશની સેના આ હુમલાનો મુહતોડ જવાબ આપશે.’

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!