રવિના ટંડને આ છોકરાને સેટ ઉપરથી બહાર કાઢી મુક્યો હતો, આજે છે બોલીવુડનો સુપરસ્ટાર

90નાં દશકની સૌથી બ્યુટીફૂલ અભિનેત્રી રવિનાને તો આખી દુનિયા જાણે જ છે. એક સમયે ફિલ્મી દુનિયામાં રવિના અને ગોવિંદાની જોડીનું નામ હતું. એટલે સ્વાભાવિક છે કે કલાકારોનો એટીટ્યુડ પણ હોય. જો કે, રવિનાને હૃદયની ખૂબ જ સ્પષ્ટ અભિનેત્રી માનવામાં આવે છે. રવિનાની એક ઝલક જોવા માટે લોકોનાં ટોળા ઉમટી પડતા. શૂટિંગનાં સેટ પર પણ રવીનાને જોવા માટે દર્શકોની ભીડ જામતી હતી. એકવાર રવીનાએ ગુસ્સામાં આવીને એક બાળકને સેટથી બહાર કાઢી મુક્યો હતો.

જયારે રવીના ટંડન પોતાની એક ફિલ્મની શૂટિંગ કરી રહી હતી ત્યારે એની બાજુમાં જ ઉભેલો એક 12 વર્ષનો છોકરો રવિનાને જોઈને ચિત્ર-વિચિત્ર મોં બનાવી રહ્યો હતો. જેને લીધે રવિનાનું ધ્યાન શૂટિંગમાં લાગતું નહોતું. તેણી આ છોકરાની હરકતથી ડિસ્ટર્બ થઈ રહી હતી. જેથી તેણીએ એક સ્પોટ બોયને બોલાવ્યો અને છોકરાને શૂટિંગમાથી બહાર કાઢવા માટે કહ્યુ હતુ.

તમને જાણવી દઈએ કે, આ છોકરો બીજો કોઈ નહીં પણ બોલીવુડનો સુપરસ્ટાર રણવીર સિંહ છે. જે નાનપણમાં રવીના ટંડનની ફિલ્મ શૂટિંગ જોવા ગયો હતો. રણવીર સિંહ ફિલ્મ સ્ટાર અનિલ કપૂરના કુટુંબમાંથી છે અને સોનમ કપૂરનો કઝીન બ્રધર છે. રવીનાની ફિલ્મ શૂટિંગ જોવા માટે પણ તે પોતાના કાકા અનિલ કપૂર સાથે જ ગયો હતો. જ્યારે રવીનાને આ સમગ્ર બાબત જાણ થઇ ત્યારે તે ખુબ જ હસી હતી. તોફાની રણવીરને સેટ ઉપરથી બહાર કાઢવાની વાત રવીનાએ ખુદ કપિલનાં શૉ ‘કોમેડી નાઇટ વિથ કપિલ’માં સ્વીકારી હતી.

હાલમાં રણવીર સિંહ બૉલીવુડના ટૉચના હીરોમાં સ્થાન બનાવી ચુક્યો છે. રણવીર એક ફિલ્મ માટે 15થી 18 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. રણવીરના બંગલા અને લક્ઝરી કારની કિંમત આંકીએ તો તેની કુલ સંપત્તિ 136 કરોડ રૂપિયા છે. રણવીરનો મુંબઇમાં 15 કરોડનો એક સી-ફેસિંગ ફ્લેટ છે.

રણવીરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 8 વર્ષ થઇ ચુક્યાં છે. આ 8 વર્ષોમાં તેણે ફક્ત 13 ફિલ્મો કરી છે. રણવીર સિંહે વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ઉપરાંત તેણે લેડીઝ વર્સેઝ રિકી બહેલ, રામલીલા, ગુંડે, દિલ ધડકને દો, બાજીરાવ મસ્તાની, પદ્માવત જેવી ફિલ્મો કરી છે. હાલમાં તેની ફિલ્મ ‘ગલી બોય’ આવી રહી છે. આ ફિલ્મ જોવા માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઇટાલીના લેક કોમો ખાતે રણવીર અને દીપિકાએ કોંકણી તેમજ સિંધી રિવાજથી લગ્ન કર્યા હતા. આ પછી મુંબઈ અને બેંગ્લુરુમાં ભવ્ય રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન પછી એકબીજાના પ્રેમમાં ગળાડુબ છે. લગ્ન પછી તેમના આ પ્રેમમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થઈ રહ્યો છે. બોલિવૂડના આ ક્યૂટ કપલનાં ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યા છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!