400 કરોડથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘સીમ્બા’ ના ડાયરેક્ટર રોહિતે મોજમાં આવીને મુંબઈ પોલીસને આપી આટલી રકમ -વાત છે ગર્વ લેવા જેવી

મિત્રો તમે જાણો જ છો આ વર્ષની વધુ ચાલેલી અને હીટ પણ ગયેલી સીમ્બા ફિલ્મ રોહિત શેટ્ટીની ફિલ્મ છે. આ ફિલ્મમાં રોહિત સેટ્ટીએ રણબીર સિંહ અને સારા અલી ખાનને કાસ્ટ કર્યા કરેલા. તમને જણાવી દઈએ કે રોહિત આની પહેલા પણ ઘણી ફિલ્મો બનાવીને બોક્સ ઓફીસ ના બાદશાહ બની ચુક્યા છે. સીમ્બના રીલીઝ થયાના થોડાક જ દિવસોમાં 100 નો આકડો પર કરી લીધો હતો.

 

ફિલ્મ જયારે 250 કરોડની કમાણીએ પહોચ્યું ત્યારે રોહિત શેટ્ટીએ સીમ્બાની પૂરી ટીમ સાથે મુંબઈ પોલીસના કાર્યક્રમ માં હાજરી આપી હતી.જયારે રણબીર સિંહ અને સારા અલી ખાન એ આ કાર્યક્રમમાં પર્ફોમન્સ પણ કર્યું હતું.

 

મિત્રો તમને જણાવી દઈએ કે રોહિત શેટ્ટીની આ પહેલી હીટ ફિલ્મ નથી પણ આઠમી સુપર હીટ ફિલ્મ છે. આ ફિલ્મમાંથી ખુબ કમાણી કરી છે અને તેનો અમુક હિસ્સો મુંબઈ પોલીસને દાન કર્યો છે. જેનો તમને કદાચ અંદાજ પણ નહિ હોઈ રોહિતે આ પ્રોગ્રામ દરમિયાન મુંબઈ પોલીસને 51લાખ આપ્યા હતા.

રોહિતની એક તસ્વીર વાઈરલ થઇ છે જેમાં રોહિત ચેક આપતો દેખાય છે, તેમાં સાથે અજય દેવગણ, અક્ષય કુમાર અને રણવીર સિંહ પણ નજરે પડે છે. મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ફિલ્મ સિંહમ રોહિતની પહેલી કૉપ ફિલ્મ હતી.

 

ત્યાર બાદ સિંઘમ-2 ફિલ્મ તૈયાર કરી, અને હવે રણવીર સાથે બનાવેલ ફિલ્મ સીમ્બા સુપર હીટ સાબિત થઇ. અને વાત કરીએ ભવિષ્યમાં આવનારી રોહિતની ફિલ્મ વિષે તો હાલમાં રોહિત નવા ફિલ્મનું કામ ચાલુ કરવા જઈ રહ્યા છે. જેનું નામ ‘સૂર્યવંશી’  રાખવામાં આવશે. ભવિષ્યમાં આવનારી આ ફિલ્મ માટે લીડ રોલ માટે અક્ષય કુમારને સિલેક્ટ કરવામાં આવ્યા છે.

 

અને જો વાત કરીએ આ ફિલ્મની અભિનેત્રી વિષે તો આ ફિલ્મ માટે હજી સુધી કોઈ પણ અભિનેત્રી નક્કી કરવામાં આવી જ નથી. અને રોહિતે આ ફિલ્મની ઘોષણા દિલચપ્સ રીતે કરી હતી. અને આવનારી આ ફિલ્મ પણ સુપર હિટ જશે તેવી આશા સાથે આ લેખ પૂરો કરીએ…

મિત્રો તમને કેવી લાગી રોહિત શેટ્ટીની આ મદદ ?? કોમેન્ટ કરીને તમારા પ્રતિભાવો જરૂર જણાવજો…

ધન્યવાદ…!!

Leave a Reply

error: Content is protected !!