બીમારીને લીધે નાકમાં પાઇપ લગાવી હતી છતાં પણ સંસદમાં રજૂ કર્યું બજેટ – અમિત શાહે આ કહ્યું

ભારતના રાજકારણમાં આજે બહુ જૂજ નેતા એવા જોવા મળે છે જેમનો જુસ્સો તેમની બીમારી કરતાં પણ ઊંચો હોય છે. કંઈક આવા જ જુસ્સાથી ભરેલા છે ગોવાના મુખ્યમંત્રી અને રાજ્યના નાણા મંત્રી મનોહર પર્રિકર. ગોવાના મુખ્યમંત્રી પર્રિકર લાંબા સમયથી બીમારીમાં સપડાયેલા છે તેમ છતાં પણ તેમણે રજા લેવાને બદલે પોતાના કામમાં ધ્યાન આપી રહ્યા છે. કામ દરમિયાન પણ તેમના નાક ઉપર નળી લગાવેલી છે. આ પરિસ્થિતિમાં પણ તેમણે 2019-20નું બજેટ રજૂ કર્યું અને તેમનો આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો.

ગોવાના CMએ ધીમા અવાજે પૂરું કર્યું ભાષણ :

મનોહર પર્રિકર પૈનક્રિયાઝની બિમારીમાં સપડાયેલા છે. તેઓ થોડા સમય પહેલાં જ અમેરિકાથી સારવાર કરાવીને પરત ફર્યા છે. તેમના નાકમાં પાઇપ લગાવેલી છે જે કામના સમયે પણ લાગેલી રહે છે. રાજ્યના સીએમ હોવાની સાથે તેઓ નાણામંત્રી પણ છે અને તેથી તેમણે સંસદમાં ભારે હંગામા પછી પણ તેમણે બજેટ ઘણું શાંતિથી રજૂ કર્યું. તેમની તબિયત સારી ન હોવા છતાં પણ તેમણે બજેટનું ભાષણ ધીમે-ધીમે પુરુ કર્યુ. તેમના આ જુસ્સાથી સામાન્ય જનતાની સાથે જ અનેક રાજકીય નેતાઓ પણ ખૂબ પ્રભાવિત થયા છે.

બીજી બાજુ રાહુલ ગાંધીએ પર્રિકર સાથેની પોતાની મુલાકાત વિશે વાત રજૂ કરી. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે મેં કાલે પર્રિકર સાથે મુલાકાત કરી હતી. તેમણે મને કહ્યું હતું કે ડિલ બદલતી વખતે ભારતના પીએમએ ભારતના રક્ષા મંત્રી સાથે વાતચીત કરી ન હતી. બીજી તરફ મિટિંગમાં પર્રિકર કહે છે કે મારા પાસે રાફેલની ફાઈલ પડી છે, મને ગોવામાંથી કોઈ હટાવી નહી શકે. બીજી તરફ તેમનો મંત્રી જર્નાલિસ્ટ સાથે ફોન પર વાત કરે છે અને મોદીજીને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે.

રાહુલ ગાંધીએ ખોટું કહ્યું હતું :

પર્રિકરે પોતાના પત્રમાં લખ્યું છે કે મારી ઓફિસમાં આપણી વચ્ચે થયેલી મુલાકાત મને ખૂબ હેરાન કરી રહી છે. મીડિયાના માધ્યમથી સમાચાર આવી રહ્યા છે કે રાફેલ હાંસલ કરવામાં મારો કોઈ રોલ હતો નહીં અને ન તો મને તેના વિશે કોઇ જાણકારી હતી. આ વાતને લઈને હું ખૂબ દુઃખી મહેસુસ કરું છું તમારી મુલાકાતને પણ તમે રાજનીતિના ફાયદા માટે ઉપયોગમાં લીધી. માત્ર પાંચ મિનિટની આપણી મુલાકાતમાં આના વિષે કોઈ જ વાતચીત થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાફેલના મુદ્દા પર કોંગ્રેસ હંમેશા ભાજપને ભીંસમાં લેતી આવી છે અને પીએમ મોદી હમેશાં રાહુલ ગાંધીના નિશાના પર રહ્યા છે.

પરિકરે આગળ જણાવ્યું કે 29 જાન્યુઆરીના રોજ તમે કોઈ આગોતરી જાણકારી વગર મારી તબિયત પૂછવા માટે આવ્યા હતા. આપણા દેશમાં સ્વસ્થ રાજનીતિની સંસ્કૃતિ છે. આપણે આપણા વિરોધીઓનો પણ બીમારીની પરિસ્થિતિમાં હાલચાલ પૂછીએ છીએ અને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ. આ જ ભાવનાને લીધે મેં તમારી મુલાકાતનું સ્વાગત કર્યું અને તમારા આ વ્યવહારના વખાણ પણ કર્યા.

પર્રિકરે પોતાના પત્રમાં પોતાનો જુસ્સો પણ દેખાડી દીધો. તેમણે આગળ લખ્યું છે કે, હું ખૂબ હારેલો મહેસુસ કરું છું, કેમ કે તમે આપણી મુલાકાતનો ઉપયોગ એક હલકી રાજનીતિ માટે કર્યો. આપણી વચ્ચે માત્ર પાંચ મિનિટની મુલાકાત થઇ. આ દરમિયાન તમે મને રાફેલ વિશે પૂછ્યું પણ નથી અને મેં પણ આની સાથે સંકળાયેલી કોઈ વાતચીત કરી નથી. રાફેલ વિશે આપણી મુલાકાત દરમ્યાન કોઈ જ વાતચીત થઈ નથી.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!