હવે WhatsApp ખોલ્યા વગર જ આ રીતે મોકલો મેસેજ, ખૂબ જ કામમાં આવશે આ Trick

મિત્રો તમે જાણો જ છો કે આ જમાનો WhatsApp નો જમાનો છે અત્યારના સમયમાં નાના છોકરા પણ WhatsApp વાપરે અને તેના દાદા પણ WhatsAppમાં હોય જ , WhatsApp નો ઉપયોગ ખુબ વધી રહ્યો છે. અત્યારે ફોટા, મેસેજ અને ડોક્યુમેન્ટ જેવા દરેક પ્રકારના વહીવટ WhatsAppમાં જ થાય છે. જયારે WhatsApp પણ યુઝર્સની સુવિધા માટે નવા નવા ફીચર્સ લાવે છે.

તમને આજે અમે આ આર્ટીકલમાં એક ખાસ ટ્રિક બતાવા જઈ રહ્યા છીએ, જેમાં તમે મેસેજ મોકલવા માટે WhatsApp ખોલવાની જરૂર નથી. આ ટ્રિકથી મેસેજ મોકલવા તમારા સ્માર્ટ ફોનમાં Google Assistant હોવું જરૂરી છે. અને જો તમારી પાસે એન્ડ્રોઇડ સ્માર્ટફોન હશે તો તેમાં  Google Assistant  હોય જ છે અને આ ટ્રિક તમારા માટે જ છે.

જો તમે WhatsApp ખોલ્યા વગર જ WhatsApp પર કોઈને મેસેજ કરવા માંગો છો તો તમારા ફોનના સૌથી નીચેનું બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કરવાથી Google Assistant ખુલી જશે. અને ત્યારબાદ તમને Google Assistant થી ડાઈરેક્ટ WhatsApp મેસેજ મોકલવાનું કહેશે. અહીં તમારે જેને મેસેજ કરવો છે તેનું નામ જાણવું પડશે.

તમે અહીં જેવું નામ કહેશો તરત જ મોબાઈલની સ્ક્રીન પર તેનો કોન્ટેક આવી જશે. પછી તરત તમે જે વ્યક્તિને મેસેજ કરવ માંગો છો તેને મેસેજ કરી શકો છો. તમને જણાવેલ આ ટ્રિક અંગ્રેજી ભાષામાં સરળ રીતે અને ખુબ વ્યવસ્થિત કામ કરશે એ તમને પણ સરળ આ ટ્રિક રહેશે.

પહેલા તમે Google Assistant ઓપન કરો અહીં લાલ કલરના રાઉન્ડમાં Google Assistnatના ઓપ્સનને માર્ક કરવામાં આવ્યું હશે. ત્યારબાદ તમે Google Assistnatને WhatsApp મેસેજ મોકલવા માટે Send WhatsApp Message to કહી કોન્ટેકનું નામ કહો, ત્યાર પછી તમારા મોબાઈલની સ્કીન પર ઈમેજ આવી જશે અહીં જેને મેસેજ મોકલવા માંગો છો એનું નામ નાખવાનું રહેશે. તેથી કોન્ટેકમાં નામ અને નંબર આવી જશે.

મહત્વની વાત એ છે કે Google Assistnat કોઈને પણ મેસેજ મોકલતા પહેલા તમારી પાસે કન્ફર્મ કરશે, કે તમે જે લખ્યું છે તે જ મોકલવા માંગો છો કે પછી તે મેસેજમાં કાઈ ફેરફાર કરવા માંગો છો. Google Assistnat કન્ફર્મ કરાવીને જ દરેક વખતે મેસેજ મોકલશે.

મિત્રો ‘જ્ઞાન સાથે ગમ્મત’નો આ આર્ટીકલ સારો લાગે અથવા ઉપયોગી લાગે તો શેર જરૂર કરજો…

ધન્યવાદ…!!

Leave a Reply

error: Content is protected !!