તારક મહેતામાં દયાના કમબેક મુદ્દે મેકર્સનું આંચકાજનક નિવેદન – વિગત વાંચો

ટીવીની પ્રખ્યાત સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ધડકન દયાબેનના કમબેકને લઈને અવારનવાર સમાચાર સામે આવતા રહે છે. હજુ પણ દયાબેન સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કમબેક કરશે કે કેમ તે મુદ્દે આજે પણ સસ્પેન્સ યથાવત છે. જો કે તાજેતરમાં વાત સામે આવી હતી કે, દયાબેન શોમાં કમબેક નહી કરે, પરંતુ શોના મેકર્સે મીડિયા સાથે વાતચીત કરીને આ વાતને અફવા ગણાવી હતી.

છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોને પોતાની કોમેડી અને સ્ટોરીને લીધે પેટ પકડીને હસાવતી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હમણાંથી ફીકી લાગી રહી છે અને તેનું કારણ છે દયાબેનની ગેરહાજરી. દયાબેનના અનોખા હાસ્યને તેના ચાહકો યાદ કરી રહ્યા છે. પરંતુ દયાબેનની વાપસીને લઈને અનેક તર્ક-વિતર્કો સામે આવી રહ્યા છે. મેકર્સને લાગ્યું કે મામલો વધી રહ્યો છે ત્યારે તેમણે એક નિવેદન જાહેર કર્યું, પરંતુ તેનાથી પણ આ મુદ્દામાં કોઈ સ્પષ્ટતા દેખાતી નથી.

દયાબેનના કમબેક પર મેકર્સે આપ્યો આ જવાબ :

સિરીયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના નિર્દેશક અને નિર્માતા આસિતકુમાર મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દયાબેન હમણાં અમારી સાથે નથી અને અમારા દર્શકો તેમને ખૂબ યાદ કરી રહ્યા છે. આસિતકુમાર મોદીએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, દયાબેન એક માતાની જેમ પોતાની પુત્રીની સાથે રહેવા માંગે છે, પરંતુ હવે એક વર્ષ થઈ ગયું છે. તેથી તેમણે હવે કમ બેક કરી લેવું જોઈએ અને જો એવું નહીં થાય તો અમે તેમને રિપ્લેસ કરવાનો વિચાર કરી રહ્યા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે દયાબેનનું પાત્ર ભજવી રહેલી દિશા વાંકાણીને દર્શકોએ ખૂબ પસંદ કરી રહ્યાં છે.

દયાબેને મેકર્સ પાસે રાખી આ શરતો :

બીજી બાજુ મીડિયાના અહેવાલો અનુસાર, દયાબેને મેકર્સ સામે મોટી શરતો રાખી છે. જેને લીધે હવે સિરીયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં તેમના કમ બેકની આશા ઓછી છે, પરંતુ આસિત કુમાર મોદી હજુ પણ ઈચ્છે છે કે દયાબેન જલદી કમ બેક કરે કારણ કે દર્શકો દિશા વાંકાણીના હાસ્ય અને તેમની અભિનય કળાને લાંબા સમયથી યાદ કરી રહ્યા છે, એટલા માટે તે જલ્દી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનને લઈને આવશે, પછી તે દિશા વાંકાણી હોય કે પછી અન્ય કોઈ!

છેલ્લા એક વર્ષથી રજા પર છે દિશા વાંકાણી :

સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાંકાણી છેલ્લાં એક વર્ષથી રજા પર છે. તેથી જો હવે દિશા કમ બેક નહી કરે તો મેકર્સ બીજા દયાબેનની શોધ શરૂ કરવાની તૈયારીમાં છે. કારણ કે સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દર્શકો તેમને ખૂબ યાદ કરી રહ્યા છે, તેથી હવે સંપૂર્ણ નિર્ણય દિશાના હાથમાં છે. જો તેઓ જલ્દી કમ બેક નહી કરે તો આસિત મોદી તેમને રિપ્લેસ કરવા માટે તૈયાર છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!